કોઈ પણ બેરિકેડ ક્રોસ કરે તો તેનુ માથુ ફોડી નાંખજો, ખેડૂતો પર લાઠીચાર્જ પહેલા કલેકટરનો વિડિયો વાયરલ
નવી દિલ્હી,તા.29.ઓગસ્ટ,2021
હરિયાણાના કરનાલ જિલ્લામાં 28 ઓગસ્ટે પોલીસે કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો પર જોરદાર લાઠી ચાર્જ કર્યો હતો.
જોકે આ દરમિયાન એક વિડિયો પણ વાયરલ થયો છે જેમાં કરનાલના કલેક્ટર આયુષ સિન્હા વિરોધ કરી રહેલા ખેડૂતોનુ માથુ ફોડી નાંખવા માટે પોલીસને આદેશ આપતા નજરે પડી રહ્યા છે.
આઈએએસ અધિકારી આયુષ સિન્હા 2017ની બેચના અધિકારી છે અને તેમને દેશમાં સાતમી રેન્ક મળી હતી.તેમની પાસે કેમિકલ એન્જિનિયરિંગની અને બાયોલોજિકલ સાયન્સની પણ ડિગ્રી છે.
વાયરલ થયેલા વિડિયોમાં તેઓ પોલીસ કર્મચારીઓને કહી રહ્યા છે કે, ખેડૂતો સામે પૂરી તાકાતથી કાર્યવાહી કરવામાં આવે .કોઈ પણ ખેડૂત બેરિકેડ ક્રોસ કરવો જોઈએ નહીં.
તેઓ પોલીસ જવાનોને કહેતા નજરે પડે છે કે, ઓર્ડર બહુ સ્પષ્ટ છે કે કોઈ પણ ક્યાંથી પણ હોય પણ આગળ વધવો જોઈએ નહીં અને જો આગળ વધે તો તેનુ માથુ ફોડી નાંખજો.કોઈ પણ પ્રકારની સૂચનાની જરુર નથી.ઉઠાવી ઉઠાવીને મારજો.સુરક્ષામાં કોઈ જાતનો ભંગ થવો જોઈએ નહીં.
આયુષ સિન્હા એ પછી પોલીસોને સવાલ પૂછે છે કે, લાઠીચાર્જ કરશોને ? ત્યારે પોલીસ જવાનો તેનો જવાબ હામાં આપે છે.લકેક્ટર આગળ કહે છેકે, તમે હેલમેટ પહેરી લો, બે દિવસથી આપણે ડ્યુટી કરી રહ્યા છે, અહીંથી કોઈ પણ વ્યક્તિ આગળ જવો જોઈએ નહીં અને જો આગળ જાય તો તેનુ માથુ ફુટેલુ દેખાવુ જોઈએ.
Comments
Post a Comment