અમેરિકાનો રૂ. 6.40 લાખ કરોડનો શસ્ત્ર-સરંજામ તાલિબાનોના હાથ લાગ્યો

ન્યૂયોર્ક, 27 ઓગસ્ટ 2021 શુક્રવાર

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના સૈનિકોને પાછા બોલાવી લેવાના બાઇડેન સરકારના નિર્ણયની વિશ્વભરમાં ભારે ટિકા થઇ રહી છે તો બીજી બાજુ ઘરઆંગણે રિપબ્લિકન પાર્ટી પણ અમેરિકાની સરકારના માથે માછલા ધોવાની એક પણ તક જતી કરતી નથી. 

2014-15ની સાલમાં અફઘાનિસ્તાનના લશ્કરી જવાનો અને પોલીસના જવાનોને તાલિમ આપવાની જેમને જવાબદારી સોંપવામા આવી હતી, એવા લશ્કરના એક ભૂતપૂર્વ અધિકારીએ તાજેતરના દિવસોમાં એક પત્રકાર પરિષદને સંબોધતા ઘણી બધી વિસ્ફોટ માહિતી જાહેર કરી હતી અને બાદમાં તેમની પત્રકાર પરિષદની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ હતી. 

આ અધિકારીના કહેવા મુજબ અમેરિકાના લશ્કરી અધિકારીઓ અફઘાનિસ્તાનમાં અંદાજે રૂ. 6.40 લાખ કરોડ (85 અબજ ડોલર)ની કિંમતનો શસ્ત્ર સંરજામ પાછળ મૂકીને અમેરિકા આવી ગયા છે અને આ તમામ શસ્ત્ર-સંરજામ હવે અમેરિકાના દુશ્મન એવા તાલિબાબોના હાથ લાગી ગયો છે. 

આશ્ચર્યની વાત તો એ છે કે તાલિબાનો પાસેથી આ શસ્ત્રો, વિમાનો અને હેલિકોપ્ટરો કેવી રીતે પાછા લેવા તે અંગે બાઇડેન સરકાર પાસે હાલ કોઇ યોજના નથી એમ તેમણે પોતાનો આક્રોશ ઠાલવતાં કહ્યું હતું.

અમેરિકાના લશ્કરી અધિકારીઓ અફઘાનિસ્તાનમાં કયો શસ્ત્ર સંરજામ છોડીને આવ્યા હતા તેની માહિતી આપતાં આ અધિકારીએ કહ્યું હતું કે અમેરિકાના લશ્કરી જવાનો અફઘાનિસ્તાનમાં 75,000 જેટલી વિવિધ પ્રકારની ગન્સ, 200 જેટલા એર-પ્લેન અને હેલિકોપ્ટર અને 6 લાખ જેટલા નાના અને લાઇટ ઓટોમેટિક વેપન્સ છોડીને આવ્યા છે. 

અમેરિકાની મિલિટરી અફઘાનિસ્તાનમાં જેટલા બ્લેક હોક હેલિકોપ્ટર મૂકીની આવી છે તે અંગે અધિકારીએ કહ્યું હતું કે આજે વિશ્વના 85 ટકા દેશો પાસે જેટલા બ્લેકહોક હોલિકોપ્ટરો છે તેની તુલનાએ તાલિબાનો પાસે વધુ બ્લેકહોક હેલિકોપ્ટર છે.

શસ્ત્ર-સંરજામ અને વિમાનો, હેલિકોપ્ટરો ઉપરાંત અમેરિકાની સેના અફઘાનિસ્તાનમાં નાઇટ વિઝન કેમેરા અને સંખાબંધ આર્મર વાહનો પણ છોડીને આવી છે. આ અધિકારીના કહેવા મુજબ સૌથી ભયજનક બાબત એ છે કે અમેરિકાની સેનાના અધિકારીઓ અફઘાનિસ્તાનમાં એવી બાયોમેટ્રિક ડિવાઇસ અને સિસ્ટમ છોડીને આવ્યા છે, જેમાં સ્થાનિક અફઘાન નાગરિકો ઉપરાંત અમેરિકાના અને નાટોના સૈન્યને મદદ કરનાર અફઘાન નાગરિકોના બાયો-મેટ્રિક ડેટા સમાયેલો છે. આ ડિવાઇસમાં સ્થાનિક અફઘાન નાગરિકોની આંખોના સ્કેન, ફિંગર પ્રિન્ટ સમાયેલા છે.

આ અધિકારીના કહેવા મુજબ આગામી દિવસોમાં જો કોઇપણ અમેરિકન નાગરિક કે સૈનિકને તાલિબાનો દ્વારા મારી નાંખવામાં આવે કે તેોને ઇજા પહોંચાડવામાં આવશે તો તેનો અર્થ એ થશે કે આપણા જ શસ્ત્રોની મદદથી આપણાં જ નાગરિકોની કે સૈનિકોની હત્યા થઇ છે એમ આ અધિકારીએ કહ્યું હતું.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે