Posts

Showing posts from December, 2021

ઈન્ડિયન ઓઈલ તરફથી નવા વર્ષની ભેટઃ કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતોમાં રૂ. 100નો ઘટાડો

Image
- કોમર્શિયલ સિલિન્ડર્સના ભાવમાં ઘટાડો કરવાના કારણે રેસ્ટોરા અને હોટેલ ચલાવનારા કારોબારીઓને ભારે રાહત મળશે નવી દિલ્હી, તા. 01 જાન્યુઆરી, 2022, શનિવાર વર્ષ 2022ની શરૂઆત ખુશખબર સાથે થઈ છે. સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલે પહેલી જાન્યુઆરીથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડર્સની કિંમતોમાં 100 રૂપિયાનો ઘટાડો કરીને લોકોને ભારે મોટી રાહત આપી છે. જોકે ઘરેલુ એલપીજી સિલિન્ડર્સની કિંમતોમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.  ડિસેમ્બરમાં 100 રૂપિયા વધી હતી કિંમત અગાઉ ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં ઈન્ડિયન ઓઈલે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો હતો. ડિસેમ્બરમાં 19 કિગ્રા વજનવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડર્સની કિંમતમાં 100 રૂપિયાની વૃદ્ધિ કરવામાં આવી હતી. જોકે સામાન્ય લોકો માટે રાહતની વાત એ છે કે, ઘરેલુ એલપીજી સિલિન્ડર્સની કિંમતોમાં તે વખતે કોઈ પણ જાતનો વધારો નહોતો કરાયો અને આ વખતે પણ કિંમત સ્થિર રાખવામાં આવી છે. કોમર્શિયલ સિલિન્ડર્સના ભાવમાં ઘટાડો કરવાના કારણે રેસ્ટોરા અને હોટેલ ચલાવનારા કારોબારીઓને ભારે રાહત મળશે.  ઈન્ડિયન ઓઈલ દ્વારા સિલિન્ડરની કિંમતોમાં કરવ...

માતા વૈષ્ણોદેવી ધામ દુર્ઘટના, સવારે ફરીથી દર્શનયાત્રા પુનઃસ્થાપિત, 10 લાખના વળતરની જાહેરાત

Image
- તમામ ઘાયલોને 2-2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને તેમની સારવારનો ખર્ચ શ્રાઈન બોર્ડ વહન કરશે નવી દિલ્હી, તા. 01 જાન્યુઆરી, 2022, શનિવાર માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે આવેલા શ્રદ્ધાળુઓમાં ભાગદોડ મચવાના કારણે ભારે મોટી દુર્ઘટના બની હતી અને ત્યાર બાદ ઘટના સ્થળે તે સ્થળે ઘણાં સમય સુધી અફરાતફરી મચેલી રહી હતી. ઘટના સ્થળે પહોંચેલા પ્રશાસનિક અધિકારીઓ અને શ્રાઈન બોર્ડના લોકોએ ઘાયલોને બાણગંગા હોસ્પિટલ પહોંચાડ્યા હતા જ્યારે ગંભીર રીતે ઘાયલ હોય તેવા લોકોને અન્ય જગ્યાએ મોકલવામાં આવી રહ્યા છે. આ દુર્ઘટના બાદ અધિકારીઓએ થોડા કલાકો માટે યાત્રા સ્થગિત કરી દીધી હતી પરંતુ શનિવારે સવારે 8:00 વાગ્યાથી યાત્રા ફરી શરૂ કરી દેવામાં આવી છે અને ફરી શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે.  માતા વૈષ્ણોદેવી ભવનમાં મચેલી ભાગદોડમાં 12 શ્રદ્ધાળુઓના મોત થયા છે જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. તે સિવાય 13 લોકોને ઈજાઓ પહોંચી છે જેથી તેમને બાણગંગા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ અધિકારીઓ હેલિકોપ્ટર દ્વારા ભવન ખાતે પહોંચી ગયા હતા. ઉપરાજ્યપાલે અધિકારીઓ પાસેથી દુર્ઘટનાના કારણ અંગેની જાણકારી માગ...

માતા વૈષ્ણોદેવી ભવનમાં ભાગદોડ, 12 શ્રદ્ધાળુઓના મોત, અનેક લોકો ગંભીર રીતે ઘાયલ

Image
- મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2-2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે - ઘાયલોના પરિવારજનોને 50-50 હજાર રૂપિયાની રાહત રાશિ આપવાની જાહેરાત કરવામાં આવી નવી દિલ્હી, તા. 01 જાન્યુઆરી, 2022, શનિવાર જમ્મુ કાશ્મીર સ્થિત માતા વૈષ્ણોદેવી ભવનમાં ભાગદોડ થવાના કારણે 12 શ્રદ્ધાળુઓના મોત થયા છે અને 13 જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે. જાણવા મળ્યા મુજબ આ દુર્ઘટના રાતે 2:45 કલાક આસપાસના સમયે બની હતી. જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહના કહેવા પ્રમાણે પ્રાથમિક વિગતોમાં એવું સામે આવ્યું છે કે, કોઈ વાતને લઈ વિવાદ વકરતાં શ્રદ્ધાળુઓએ એકબીજાને ધક્કા માર્યા હતા અને ત્યાર બાદ ભાગદોડ મચી ગઈ હતી.  કટરા હોસ્પિટલના બીએમઓ ડોક્ટર ગોપાલ દત્તે મૃતકઆંક અંગેની પૃષ્ટિ કરી હતી. હાલ ઘાયલોને સારવાર માટે નારાયણા હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે જ્યારે પોલીસના કહેવા પ્રમાણે હવે સ્થિતિ કાબૂમાં છે. જાણવા મળ્યા મુજબ નવા વર્ષના પ્રસંગે શ્રદ્ધાળુઓ ત્યાં દર્શનાર્થે પહોંચ્યા હતા અને તે દરમિયાન અચાનક જ ભાગદોડ મચી ગઈ હતી. એક અહેવાલ પ્રમાણે મૃતકો અને ઘાયલોનો આંકડો હજુ પણ ઉંચો જઈ શકે છે. મૃતકોમાં દિલ્હી, હરિય...

Video: વડોદરામાં દારૂ પીધેલા પુત્રની ધરપકડ થતાં ભાજપના મહિલા કોર્પોરેટરે પોલીસ સ્ટેશન માથે લીધું

Image
વડોદરા, તા. 1 જાન્યુઆરી 2021, શનિવાર 31 નાઈટને ધ્યાનમાં રાખી વડોદરા પોલીસે બ્રેથ એનેલાઇઝરથી દારૂ પીધેલાઓનું ચેકિંગ કરવાની ઝુંબેશ હાથ ધરી હતી તેમાં ગઈ મોડીરાત્રે વોર્ડ નં.14ના ભારતીય જનતા પાર્ટીના મહિલા કાઉન્સિલર જેલમ બેન ચોકસીના પુત્ર કુણાલ ચોકસી દારૂ પીધેલી હાલતમાં ઝડપાઈ જતા સીટી પોલીસ સ્ટેશનમાં પોલીસ લઈ ગઈ હતી ત્યારબાદ તેની ભાજપ કોર્પોરેટર માતાને જાણ થતા તેઓએ તેમના દીકરાને છોડાવવા માટે પોલીસ સ્ટેશન માથે લીધું હતું અને હોબાળો મચાવતા મહિલા કોર્પોરેટર અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી એટલું જ નહીં એક પોલીસ કર્મચારી નું જેકેટ પણ ખેંચાતાણીમાં ફાટી ગયું હતું. થર્ટી ફર્સ્ટની ઉજવણીને ધ્યાનમાં રાખી પોલીસ કમિશનરની સૂચનાથી વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસે સઘન ચેકિંગ કર્યું હતું એટલું જ નહીં ફતેગંજ વિસ્તારમાં તો મુખ્ય રસ્તા ઉપર બેરીકેટ મૂકી રસ્તો બંધ કરી દઈ થર્ટી ફર્સ્ટની ઉજવણી પર પ્રતિબંધ મૂકી દીધો હતો. દરમિયાનમાં ગઈકાલે મોડી રાત્રે  ચાર દરવાજા વિસ્તારમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું તે દરમિયાન ભાજપના મહિલા કોર્પોરેટર જેલમ બેન ચોકસી નો પુત્ર કુણાલ ચોકસી દારૂ પીધેલી હાલતમા...

૨૦૨૧ની વિદાય, આશા સાથે ૨૦૨૨ને આવકાર

Image
વેલિંગ્ટન, તા.૩૧ દુનિયાભરમાં શનિવારે વર્ષ ૨૦૨૧નો અંતિમ દિવસ છે અને સમગ્ર વિશ્વમાં લોકો નવા વર્ષની ઊજવણીની આતુરતાપૂર્વક તૈયારી કરી રહ્યા છે. ઓમિક્રોનના ભય વચ્ચે ન્યૂઝીલેન્ડના ઑકલેન્ડ ખાતે નવા વર્ષની ઊજવણી સાથે જ વર્ષ ૨૦૨૧ની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ વર્ષના અંત સમયમાં જ કોરોના મહામારી વકરતાં દુનિયાના અનેક દેશોએ નાઈટ કરફ્યૂ સંબંધિત નિયંત્રણો લાદવાના કારણે મોટાભાગના દેશોમાં નવા વર્ષની ઊજવણી ફિક્કી પડી ગઈ છે. અનેક સ્થળો પર નવા વર્ષની ઊજવણી રદ કરાઈ હતી. જોકે, નવા વર્ષમાં કોરોના મહામારીનો અંત આવે તેવી આશા સાથે ન્યૂઝીલેન્ડમાં ઑકલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સિડની ખાતે પરંપરાગત ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. યુરોપ અને આફ્રિકામાં મોડી રાત પછી નવા વર્ષની ઊજવણી કરાઈ હતી જ્યારે અમેરિકા, કેનેડા, બ્રાઝિલ સહિતના દેશોમાં ભારતીય સમય મુજબ રવિવારે નવા વર્ષની ઊજવણી કરાશે. દુનિયાભરમાં સતત બીજા વર્ષે કોરોના મહામારીના કારણે અનેક સ્થળો પર નવા વર્ષની ઊજવણી રદ કરવામાં આવી છે. ગયા વર્ષે કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટના કારણે જ્યારે આ વર્ષે ઓમિક્રોન વેરિઅન્ટે લોકોને ઘરોમાં રહેવા મજબૂર કર્યા છે. ઓમિક...

GSTનો દર વધારો સ્થગિત કરાતાં ટેક્સટાઈલ માર્કેટમાં તેજીનો માહોલ

Image
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર ટેક્સટાઈલની આઈટેમ્સ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના દર પાંચ ટકાથી વધારીને ૧૨ ટકા કરવાની કરેલી જાહેરાતથી ગિન્નાયેલા ગુજરાતના ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓએ દર વધારો સ્થગિત કરી દેવાના કેન્દ્રના નાણાં મંત્રી નિર્મલા સીતારામને આજે જાહેરાત કરતા ં ગેલમાં આવી ગયા હતા. ન્યુક્લોથ માર્કેટમાં ફટાકડાં ફોડીને અને પેંડા વહેંચીને આ સફળતાની વેપારીઓએ ઉજવણી કરી હતી. ટેક્સટાઈલ, ફેબ્રિક્સ તથા રેડીમેડ ગારમેન્ટ સાથે સંકળાયેલા વેપારીઓમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો. સો  વર્ષ જૂના મહાજનોની વાત ગ્રાહ્ય રાખવામાં આવતા સરકારના નિર્ણયની ફટાકડાં ફોડીને ઉજવણી કર્રી, પેંડા પણ વહેંચ્યા હતા. સરકારના નિર્ણયને કારણે નાના વેપારીઓના ધંધા તૂટી પડવાની આશંકા દૂર થઈ છે. તેમના વેપાર વધશે અને સરકારે જીએસટીના દર વધારીને કરવા ધારેલી વધારાની રૃા. ૨૨૦૦૦ કરોડની આવકમાં બહુ ઘટ પડશે નહિ, એમ ૧૧૬ વર્ષ જૂના મસ્કતી કાપડ મહાજનના વર્તમાન પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે વેપારીઓના ધંધા વધતાં સરકારની આવકમાં આપોઆપ વધારો થવાની સાથે સાથે જ રોજગારી પણ નિર્માણ થશે. દક્ષિણ ગુજરાત ચેમ્બર ઑફ કોમર...

દેશ રાહ જુએ છે કે, પીએમ મોદી ક્યારે હવે થેલો ઉઠાવીને ચાલવા માંડેઃ વેક્સીના વાયદા પર રાહુલ ગાંધીનો પ્રહાર

Image
નવી દિલ્હી, તા. 31. ડિસેમ્બર 2021 શુક્રવાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ વિદેશ ગયા છે.જોકે ત્યાં બેઠા બેઠા પણ તેઓ મોદી સરકાર પર હુમલા કરી રહ્યા છે. તેઓ ભલે ઈટાલીમાં હોય પણ તેમનુ ટ્વિટર એકાઉન્ટ એક્ટિવ છે.આજે ફરી તેમણે પોતાના ટ્વિટર પર મોદી સરકારને આડે હાથ લીધી છે.રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, સરકારે વાયદો કર્યો હતો કે, 2021ના અંત સુધીમાં દેશના તમામ લોકોને વેક્સીનના બે ડોઝ મળી જશે.જોકે એવુ થયુ નથી. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, દેશ હજી પણ વેક્સીનથી દુર છે અને વધુ એક વાયદો ચકનાચૂર થઈ ગયો છે.હવે દેશ રાહ જોઈ રહ્યો છે કે, પીએમ મોદી ક્યારે પોતાનો થેલો ઉઠાવે અને ચાલવા માંડે... રાહુલ ગાંધીએ આ પ્રકારનુ નિવેદન એ સંદર્ભમાં આપ્યુ છે કે, પીએમ મોદી અગાઉ કહી ચુકયા છે કે હું તો ફકીર છું અને ગમે ત્યારે થેલો લઈને બધુ છોડીને નિકળી જઈશ.મને સત્તાનો મોહ નથી. રાહુલ ગાંધીએ વેક્સીનને લઈને સરકાર પર નિશાન સાધવાની સાથે સાથે એક અખબારી અહેવાલ પણ શેર કર્યો છે.જેમાં કહેવામાં આવ્યુ છે કે, 2021માં ચીન સાથેનો વેપાર 100 અબજ ડોલરને પાર કરી ગયો છે અને ડ્રેગન સાથે સરકાર કેમ વેપાર વધારી રહી છે? जुमलों की सरकार है...

રામ મંદિર બની રહ્યુ છે, તાકાત હોય તો નિર્માણ રોકી બતાવોઃ અમિત શાહે વિપક્ષને આપી ચેલેન્જ

Image
લખનૌ, તા. 31. ડિસેમ્બર 2021 શુક્રવાર યુપીની ચૂંટણી નજીક છે ત્યારે અયોધ્યા પહોંચેલા ગૃહ મંત્રી અમિત શાહે વિપક્ષી પાર્ટીઓને પડકાર ફેંકયો છે કે, રામ લલાનુ મંદિર બની રહ્યુ છે અને જોર શોરથી બની રહ્યુ છે, જો તાકાત હોય તો રોકી બતાવો. કોઈનામાં મંદિર બનતુ રોકવાનો દમ નથી. અમિત શાહે અયોધ્યા પહોંચીને પહેલા રામ મંદિર નિર્માણ સમિતિના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.સૌથી પહેલા તેમણે હનુમાન ગઢીમાં દર્શન કર્યા હતા અને એ પછી રામ મંદિરમાં દર્શન કર્યા હતા.તેમણે મંદિરના નિર્માણ કાર્યની જાણકારી પણ મેળવી હતી.અયોધ્યામાં તેઓ એક જાહેરસભાને પણ સંબોધિત કરવાના છે. અમિત શાહે કહ્યુ હતુ કે, વર્ષો સુધી શ્રી રામના જન્મસ્થાન માટે સંઘર્ષ ચાલ્યો છે.સેંકડો લોકોએ રામ મંદિર માટે બલિદાન આપ્યુ છે.75 વર્ષ પહેલા સરદાર પટેલે સોમનાથ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો અને 75 વર્ષ બાદ પીએમ મોદીએ રામ મંદિર માટે ભૂમી પૂજન કર્યુ હતુ.કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ રામ મંદિર ના બને તે માટે બહુ પ્રયત્ન કર્યા છે.આમ છતા આજે રામ મંદિરનુ નિર્માણ પૂરજોશમાં થઈ રહ્યુ છે.આટલા વર્ષો સુધી રામ લલાને ટેન્ટમાં કેમ રહેવુ પડ્યુ હતુ અને રામ ભક્તો પર ગોળી કોણે ...

IPR Recruitment for Project Medical Officer & Library Trainee Posts 2021

Image
Institute of Plasma Research (IPR) has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates.  institute of plasma research – ipr Table of Contents  IPR Recruitment 2021-22 Job Details: Posts : Project Medical Officer: 02 Library Trainee: 04 Total No. of Posts : Educational Qualification :  Please read Official Notification for Educational Qualification details. Selection Process :   Candidates will be selected based on an interview. How to Apply ? :   Interested Candidates may Apply Online Through the official Website. Project Medical Officer: Click Here Library Trainee: Click Here Apply Online: Click Here Importan...

Term 2 CBSE Class 12 Psychology Syllabus 2022: CBSE Board Exam 2022

Check Term 2 CBSE Class 12 Psychology Syllabus 2022 & prepare for the upcoming Term 2 CBSE Class 12 Psychology board exam 2022.

કેક ખવડાવી-ખભે હાથ રાખ્યો, જાણો કોણ છે રતન ટાટાનો આ યંગ ફ્રેન્ડ

Image
- રતન ટાટા મુંબઈના રહેવાસી શાંતનુ નાયડૂથી એટલા પ્રભાવિત થયા હતા કે, તેમણે પોતે જ ફોન કરીને શાંતનુને જોબ ઓફર કરી હતી નવી દિલ્હી, તા. 31 ડિસેમ્બર, 2021, શુક્રવાર દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા કોઈ પરિચયના મોહતાજ નથી. તેઓ પોતાના કામ અને સાદગીને લઈ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ગત મંગળવારે (28 ડિસેમ્બર) તેમણે જ્યારે પોતાનો 84મો જન્મદિવસ ઉજવ્યો તો તેમાં પણ તેમની સાદગીની ઝલક જોવા મળી હતી.  બર્થડે સેલિબ્રેશન વખતે તેમની સાથે એક યુવાન પણ હાજર હતો જેની સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જામી છે. લોકોને સવાલ થઈ રહ્યો છે કે, આખરે રતન ટાટાના ખભા પર હાથ રાખનારો આ શખ્સ કોણ છે?  હકીકતે રતન ટાટાનો જન્મદિવસના સિલેબ્રેશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ટાટા એક ખુરશી પર બેઠા છે અને સામે ટેબલ પર એક નાનકડી કપ કેક છે. દિગ્ગજ ઉદ્યોગપતિએ તે નાનકડી કેક કાપીને જન્મદિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન તેમના સાથે એક યુવાન બેસેલો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કઈ રીતે તે યુવાન રતન ટાટાની નજીક આવીને ઉભો રહી જાય છે અને તેમના ખભા પર હાથ મુકી દે છે. પછી તે તેમના પાસે જ બેસી જાય છે અને તેમને કેક ખવડાવે છે. ...

NMDC Recruitment 2021-22: Apply for 59 Graduate/ Technician Apprentice Vacancies @nmdc.co.in, Check Eligibility

NMDC has invited online application for the 59 Apprentice post on its official website. Check NMDC recruitment 2021 application process, age limit, qualification and other details here.

મસ્જિદ તોડવામાં આવશે તો તમારા હોદ્દા-કાર્યાલયો સુરક્ષિત નહીં રહે, પાકિસ્તાનમાં સુપ્રીમ કોર્ટને ધમકી

Image
- તેઓ મસ્જિદને તોડવાનો આદેશ પછી આપે, પહેલા પાકિસ્તાનના પેટ્રોલ પંપ, શાળાઓ અને સૈનિક છાવણીઓને તોડવાનો આદેશ આપેઃ મૌલાના નવી દિલ્હી, તા. 31 ડિસેમ્બર, 2021, શુક્રવાર પાકિસ્તાનાં એક મસ્જિદને તોડી પાડવા મામલે સુપ્રીમ કોર્ટના આદેશને લઈ કોર્ટને જ ધમકી આપવામાં આવી છે. જમીયત ઉલેમા-એ-ઈસ્લામ-ફજલ (JUI-F) સિંધના મહાસચિવ મૌલાના રાશિદ મહમૂદ સૂમરોએ બુધવારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ગુલઝાર અહમદ અને સિંધના મુખ્યમંત્રી સૈયદ મુરાદ અલી શાહને કરાચી ખાતે ગેરકાયદેસરરૂપે બનાવવામાં આવેલી મસ્જિદોને ધ્વસ્ત કરવાના આદેશને લાગુ કરવા સામે પડકાર ફેંક્યો હતો.  સુપ્રીમ કોર્ટે મંગળવારે તારિક રોડ પાસે એમેનિટી પાર્કની જમીન પર બનેલી એક મસ્જિદ, દરગાહ અને કબ્રસ્તાનને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો.  'કોઈની હિંમત નથી કે મસ્જિદની એક ઈંટ પણ પાડે' સુપ્રીમ કોર્ટના આદેશને પડકારતા મૌલાનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, 'શું આને મદીનાનું રાજ કહેવાય છે કે મંદિર તો સુરક્ષિત છે અને મસ્જિદને તોડવાનો આદેશ સુપ્રીમ કોર્ટ આપે છે? જ્યાં સુધી અમે જીવીએ છીએ ત્યાં સુધી કોઈની હિંમ...

Jute Corporation of India Recruitment 2021-22: Apply for 63 Accountant, Junior Inspector Posts @jutecorp.in, Download PDF

The Jute Corporation of India Limited (JCI) has invited online application for the 63 Accountant, Junior Inspector posts on its official website. Check JCI recruitment 2021 application process, age limit, qualification and other details here.

હવે મહંત નરસિંહાનંદે ગાંધી માટે વિવાદિત નિવેદન આપ્યું, કાલીચરણની ધરપકડનો કર્યો વિરોધ

Image
- નરસિંહાનંદ સરસ્વતી પોતે પણ હરિદ્વાર ખાતેની ધર્મ સંસદનો હિસ્સો રહ્યા હતા જેમાં ઉશ્કેરણીજનક નિવેદનો આપવામાં આવ્યા હતા નવી દિલ્હી, તા. 31 ડિસેમ્બર, 2021, શુક્રવાર ધર્મગુરૂ કાલીચરણ બાદ હવે ગાઝિયાબાદ સ્થિત ડાસના મંદિરના મહંતે મહાત્મા ગાંધીને લઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે મહાત્મા ગાંધીને 'ગંદકી' ગણાવ્યા છે. મહંત યતિ નરસિંહાનંદ સરસ્વતી ગિરીએ હરિદ્વાર ખાતે કહ્યું હતું કે, ધર્મગુરૂ કાલીચરણની ધરપકડ થઈ એ ખોટું થયું છે.  ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા રાયપુર ખાતે યોજાયેલી એક ધર્મ સંસદમાં ધર્મગુરૂ કાલીચરણે મહાત્મા ગાંધીને લઈ અપશબ્દો કહ્યા હતા. તેમણે મહાત્મા ગાંધીની હત્યા માટે નાથુરામ ગોડસેની પ્રશંસા પણ કરી હતી. ત્યાર બાદ ગુરૂવારે મધ્ય પ્રદેશના છતરપુર ખાતેથી ધર્મગુરૂની ધરપકડ કરવામાં આવી હતી. ધર્મગુરૂની ધરપકડ બાદ છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ સરકાર સામસામે આવી ગઈ હતી.  નરસિંહાનંદ સરસ્વતી પોતે પણ હરિદ્વાર ખાતેની ધર્મ સંસદનો હિસ્સો રહ્યા હતા જેમાં ઉશ્કેરણીજનક નિવેદનો આપવામાં આવ્યા હતા.  ડાસના મંદિરના મહંતે કહ્યું કે, 'ગાંધી નામની ગંદકીના કારણે જેણે સ્વામી કાલીચરણ મહારાજની ધર...

SPના MLC પુષ્પરાજ જૈનના ઘરે આવકવેરા વિભાગના દરોડા, લોન્ચ કર્યું હતું સમાજવાદી અત્તર

Image
- આવકવેરા વિભાગની ટીમે પુષ્પરાજ જૈન ઉપરાંત કન્નૌજના અન્ય એક અત્તરના કારોબારી મોહમ્મદ યાકૂબના ત્યાં પણ દરોડો પાડ્યો નવી દિલ્હી, તા. 31 ડિસેમ્બર, 2021, શુક્રવાર કાનપુરના અત્તરના કારોબારી પિયૂષ જૈન પરની કાર્યવાહી બાદ આવકવેરા વિભાગે હવે પુષ્પરાજ જૈનના ત્યાં દરોડો પાડ્યો છે. પુષ્પરાજ જૈન સમાજવાદી પાર્ટીના એમએલસી છે અને તેમણે સમાજવાદી અત્તર બનાવ્યું હતું. જાણવા મળ્યા મુજબ આવકવેરા વિભાગની ટીમ સવારે 7:00 કલાકે પુષ્પરાજ જૈનના ઘરે પહોંચી હતી. પિયૂષ જૈનની માફક પુષ્પરાજ જૈન પણ કન્નૌજના અત્તરના કારોબારી છે.  જાણવા મળ્યા મુજબ આવકવેરા વિભાગની ટીમ પુષ્પરાજ જૈનના ઘર, ઓફિસ સહિત 50 સ્થળોએ તપાસ કરી રહી છે. આવકવેરા વિભાગની ટીમોએ ઉત્તર પ્રદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ દરોડો પાડ્યો છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે ટેક્સચોરીના આરોપમાં આ દરોડો પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આવકવેરા વિભાગની ટીમે પુષ્પરાજ જૈન ઉપરાંત કન્નૌજના અન્ય એક અત્તરના કારોબારી મોહમ્મદ યાકૂબના ત્યાં પણ દરોડો પાડ્યો છે.  તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન પુષ્પરાજ જૈને એમ કહ્યું હતું કે, કારોબારીઓ આગળ વધશે તો દેશ પણ આગળ વધશે....

ESIC UDC 2022: Check Detailed Eligibility Criteria for 1736 Upper Division Clerk vacancies

ESIC UDC 2022 Registration for 1736 Upper Division Clerk (UDC) vacancies will start from 15 th January 2022. Check detailed Eligibility Criteria, Vacancies, and PayScale for 1736 Upper Division Clerk posts on regular basis by Direct Recruitment in ESIC.

BHEL Recruitment 2022 for Engineer and Supervisor Posts, Apply Online @pswr.bhel.com

Bharat Heavy Electrical Limited has published the notification for Engineers and Supervisors in Civil discipline on pswr.bhel.com. Check Details Here.e  

Term 2 CBSE Class 12 Economics Syllabus 2022: CBSE Board Exam 2022

Check Term 2 CBSE Class 12 Economics Syllabus 2022. It is important for the preparation of the upcoming Term 2 CBSE Class 12 Economics board exam 2022.

CBSE Syllabus 2022 (Term 2) Class 12th Business Studies: CBSE Board Exam- Download PDF Now!

Check CBSE Syllabus 2022 Term 2 for Accountancy below. Also, download the CBSE Accountancy Term 2 syllabus in PDF format through the link shared below. Check the details given below for CCBSE 12th Board Exams 2022. 

નસીરૂદ્દીન શાહે કહ્યું- અમે 20 કરોડ લોકો એટલી સરળતાથી ખતમ નહીં થઈએ, પાકિસ્તાનમાં પણ ચર્ચા

Image
- પાકિસ્તાનના અનેક લોકોએ નસીરૂદ્દીન શાહના નિવેદનનો ઉલ્લેખ કરીને નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું  નવી દિલ્હી, તા. 30 ડિસેમ્બર, 2021, ગુરૂવાર પ્રસિદ્ધ અભિનેતા નસીરૂદ્દીન શાહે હરિદ્વાર ધર્મ સંસદ મામલે જે નિવેદન આપ્યું છે તેની ચર્ચા પાકિસ્તાનમાં પણ ખૂબ થઈ રહી છે. નસીરૂદ્દીન શાહના નિવેદન મામલે પાકિસ્તાનના મીડિયા સહિત અનેક મશહૂર હસ્તિઓએ ટિપ્પણી કરી છે. નસીરૂદ્દીન શાહે એક ઈન્ટરવ્યુ દરમિયાન હરિદ્વાર ધર્મ સંસદમાં મુસલમાનો વિરૂદ્ધ ઉશ્કેરણીજનક ભાષણ મામલે વિસ્તારપૂર્વક પોતાની વાત રજૂ કરી હતી.  તેમણે કહ્યું કે, 'જો તેમને ખબર છે કે, તેઓ શેના વિશે વાત કરી રહ્યા છે તો હું આશ્ચર્યચકિત છું. તેઓ એક ગૃહ યુદ્ધની અપીલ કરી રહ્યા છે. અમે 20 કરોડ લોકો એટલી સરળતાથી ખતમ નહીં થઈએ. અમે 20 કરોડ લોકો લડીશું. આ લડાઈ મજહબ (ધર્મ)ની રક્ષા માટે નહીં પરંતુ પોતાના પરિવાર અને ઘરોને બચાવવા માટેની હશે. ભારત અમારી માતૃભૂમિ છે અને હું એ વાતને લઈ નિશ્ચિંત છું કે, જો આ પ્રકારનું કોઈ અભિયાન શરૂ થયું તો આકરો પ્રતિરોધ થશે અને લોકોને ગુસ્સો ફાટી નીકળશે.' પાકિસ્તાની મીડિયામાં ચર્ચા પાકિસ્તાનના સરકારી બ્રોડકાસ્ટર રે...

JSSC JE Recruitment 2021-22: Apply Online for 285 Junior Engineer Post @jssc.nic.in, Check Application Process

Jharkhand Staff Selection Commission (JSSC) has invited online application for the 285 Junior Engineer Posts on its official website. Check JSSC JE recruitment 2021 application process, age limit, qualification and other details here.

કાલીચરણ મહારાજની ખજુરાહો ખાતેથી ધરપકડ, મહાત્મા ગાંધી માટે કરી હતી વિવાદિત ટિપ્પણી

Image
- રાયપુર ખાતે યોજાયેલી ધર્મ સંસદમાં કાલીચરણ મહારાજે મહાત્મા ગાંધીને લઈ અપશબ્દો કહ્યા હતા નવી દિલ્હી, તા. 30 ડિસેમ્બર, 2021, ગુરૂવાર ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી માટે અયોગ્ય ટિપ્પણી કરનારા સંત કાલીચરણની આખરે ધરપકડ કરવામાં આવી છે. આના પહેલા તેઓ ફરાર હોવાનું કહેવામાં આવ્યું હતું. જાણવા મળ્યા મુજબ રાયપુર પોલીસે સંત કાલીચરણની ખજુરાહો ખાતેથી ધરપકડ કરી છે અને તેમને હવે રાયપુર લઈ જવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.  મહાત્મા ગાંધી અંગે અયોગ્ય ટિપ્પણી કરવાને લઈ કાલીચરણ મહારાજ વિરૂદ્ધ રાયપુર સહિત દેશના અનેક ક્ષેત્રોમાં કેસ દાખલ કરાયો હતો. બુધવારે સાંજે જ એવા સમાચાર આવ્યા હતા કે, કાલીચરણ મહારાજ રાયપુરથી ફરાર થઈ ગયા છે. ત્યારબાદ રાયપુર પોલીસે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં તેમને શોધવાનું શરૂ કરી દીધું હતું.  રાયપુર એસપી પ્રશાંત અગ્રવાલે જણાવ્યું કે, કાલીચરણ મહારાજ ખજુરાહોથી 25 કિમી દૂર બાગેશ્વર ધામમાં ભાડાના મકાનમાં રહેતા હતા. ગુરૂવારે સવારે 4:00 કલાકે પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે અને સાંજ સુધીમાં પોલીસ તેમને રાયપુર લઈ જશે.  કાલીચરણ મહારાજ વિરૂદ્ધ રાયપુરમાં કલમ 505 (2) અને કલમ 29...

Raipur District Court Recruitment 2021-22: Apply for 67 Assistant Grade and Others @districts.ecourts.gov.in, Check Eligibility

Raipur District Court has invited online application for the 67 Assistant Grade, Stenographer on its official website. Check Raipur District Court recruitment 2021 application process, age limit, qualification and other details here.

કાનપુર IT રેડઃ પિયૂષ જૈને કહ્યું- ટેક્સ, પેનલ્ટીના 52 કરોડ કાપીને બાકીના આપો

Image
- કન્નૌજ ખાતેથી કેટલું સોનું અને પૈસા મળ્યા તેની હજુ કોઈ ડિટેઈલ નથી આવી નવી દિલ્હી, તા. 30 ડિસેમ્બર, 2021, ગુરૂવાર સેંકડો કરોડની કાળી કમાણી મામલે ધરપકડ કરવામાં આવી છે તે પિયૂષ જૈને કોર્ટને જણાવ્યું કે, તેના ઉપર ટેક્સ ચોરી અને પેનલ્ટી સહિત 52 કરોડ રૂપિયાનો ટેક્સ બને છે. તેણે કોર્ટ સમક્ષ માગણી કરી છે કે, ડાયરેક્ટરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સ (ડીજીજીઆઈ) 52 કરોડ રૂપિયા કાપીને બાકીની રકમ તેને પાછી આપી દે. પિયૂષ જૈને આ મામલે કોર્ટમાં અરજી કરી છે. હાલ પિયૂષ જૈન 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી અંતર્ગત કાનપુર જેલમાં બંધ છે.  ડીજીજીઆઈના વકીલ અંબરીશ ટંડને બુધવારે જણાવ્યું કે, તેના ઘરેથી જે પૈસા મળી આવ્યા છે તે ટેક્સ ચોરીની રકમ છે. જપ્ત કરવામાં આવેલી રોકડ 42 બોક્સમાં રાખીને બેંકમાં જમા કરાવી દેવામાં આવી છે. ટંડનના કહેવા પ્રમાણે કાનપુર ખાતેથી 177 કરોડ 45 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે જેને 2 ભાગમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં જમા કરાવાયા છે. પહેલી વખતમાં 25 બોક્સમાં 109 કરોડ 34 લાખ 74 હજાર 240 રૂપિયા જ્યારે બીજી વખતમાં 17 બોક્સમાં 68 કરોડ 10 લાખ 27 હજારની રકમ બેંકમાં મોકલવામાં આવી છે.  ટં...

TNPSC CSSE Admit Card 2022 Out for Combined Statistical Subordinate Service @tnpsc.gov.in, Check Direct Link

Tamil Nadu Public Service Commission (TNPSC) has released the Admit Card for the Combined Statistical Subordinate Service on its official website -tnpsc.gov.in. Check process to download here.

MoFPI Recruitment 2021-22: Notification Out for Consultants & Young Professionals Post @mofpi.gov.in, Check Eligibility

Ministry of Food Processing Industries (MoFPI)  has invited online application for the Consultants & Young Professionals on its official website. Check MoFPI recruitment 2021 application process and other details here.

DSSSB JE Recruitment 2022 Notification on 1 Jan @dsssb.delhi.gov.in, 800+ Vacancies Expected for JE, AE, SO Posts

Delhi Subordinate Services Selection Board will release the recruitment notification for Junior Engineer (JE) for Civil, Electrical, and Assistant Engineer (AE) for Civil, Electrical on 01 January 2022. Check Vacancy, Exam Date, Eligibility Criteria, Selection Process Here.

ઝાંસીઃ સિંધિયા રાજવંશ બાઈસાની મદદ કરેત તો આઝાદી એટલી મુશ્કેલ નહોતી...

Image
- જ્યોતિરાદિત્ય સિંધિયાએ શનિવારે ગ્વાલિયર ખાતે રાણી લક્ષ્મીબાઈની સમાધિ પર પહોંચીને તેમની શહાદતને નમન કર્યું હતું નવી દિલ્હી, તા. 29 ડિસેમ્બર, 2021, બુધવાર સિંધિયા રાજવંશ 1.5 શતાબ્દી બાદ ગ્વાલિયર ખાતે રાણી લક્ષ્મીબાઈની સમાધિ પર જઈને નમન કરે તેને લઈ ચર્ચાઓ જામી છે. સાહિત્યકાર અને ઈતિહાસકારોએ તેને સકારાત્મક પગલું ગણાવીને જૂની ભૂલોનો પશ્ચાતાપ કહ્યો છે. આ સાથે જ તેમણે જૂના ઈતિહાસને યાદ કરીને એવો અફસોસ વ્યક્ત કર્યો હતો કે, જો સિંધિયા રાજવંશ તે વખતે રાણીની મદદ કરી દેતું તો અંગ્રેજો ક્યારના આ દેશ છોડીને જતા રહ્યા હોતા અને આઝાદી મેળવવા માટે આટલા લાંબા સમય સુધી સંઘર્ષ ન થાત.  જ્યોતિરાદિત્ય સિંધિયાએ શનિવારે ગ્વાલિયર ખાતે રાણી લક્ષ્મીબાઈની સમાધિ પર પહોંચીને તેમની શહાદતને નમન કર્યું હતું. સોમવારે સવારે તેનો વીડિયો વાયરલ થયો ત્યાર બાદ ચર્ચાઓ જામી છે. પહેલી વખત સિંધિયા રાજવંશનું કોઈ વંશજ રાણીના સમાધિ સ્થળે પહોંચે તે એક આશ્ચર્ય જ કહી શકાય. ઈતિહાસ અને સાહિત્ય સાથે સંકળાયેલા લોકોએ તેની પ્રશંસા કરી હતી. પરંતુ સાથે જ જૂના ઘટનાક્રમને લઈ વાતો શરૂ થઈ ગઈ છે. જોકે સાથે જ સૌએ જૂની વાતો ભૂલીને આગળ વધવાના...

DSSSB Exam Calendar 2022 Out @dsssb.delhi.gov.in, Check Complete DSSB Combined Exam Schedule Here

Delhi Subordinate Services Selection Board (DSSSB) has released the details Exam Calendar 2022 for all the major Combined Exams on its official website-dsssb.delhi.gov.in. You can download PDF here.

અમદાવાદ: બગોદરા-વટામણ હાઇવે પર વિદ્યાર્થીઓ અને શિક્ષકોને નડ્યો અકસ્માત, 3ના મોત, 11 ઘાયલ

Image
- તુફાન ગાડી ટ્રકમાં ઘૂસી જતા અકસ્માત થયો, ગાડીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સવાર હતા અમદાવાદ, તા. 29 ડિસેમ્બર, 2021, બુધવાર ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના બગોદરા પાસે બુધવારે સવારના સમયે એક ખૂબ જ ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. બગોદરા-તારાપુર ચોકડીથી એકાદ કિમી દૂર વટામણ ચોકડી બાજુ એક તુફાન ગાડી રોડ પર ઉભેલા ટ્રકમાં ઘૂસી જતા અકસ્માત થયો હતો. તુફાન ગાડીમાં રાજકોટની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સવાર હતા. તેઓ સૌ 26 ડિસેમ્બર, 2021ના રોજ વાપી ખાતે આવેલી સેન્ટ ફ્રાન્સીસ શાળામાં જુડોની જિલ્લા લેવલની રમતમાં સામેલ થવા માટે ગયા હતા.  આ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે જ્યારે અન્ય 11 લોકોને ઈજાઓ પહોંચી છે. ઘાયલોને 108ની મદદથી તાત્કાલિક સારવાર માટે અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.  ગાડીમાં 6 વિદ્યાર્થીનીઓ, 4 વિદ્યાર્થી, કોચ રાજીવભાઈ તથા શાળાના સ્પોર્ટ શિક્ષક ભુસણભાઈ અને શિક્ષકા નીલમબેન ઉપરાંત અન્ય એક વ્યક્તિ સવાર હતા. તેઓ 28 તારીખના રોજ વાપીની શાળામાંથી રાજકોટ પરત જઈ રહ્યા હતા તે સમયે બુધવારે વહેલી સવારે આ અકસ્માત થયો હતો. 

જાદુ વડે ભાગશે કોરોના! જાદુગર સમ્રાટ શંકર બતાવશે મહામારીથી મુક્તિની યુક્તિ

Image
- લોકો કોરોનાથી બચવા માટે સાવધાનીના પાલનમાં અવગણના સાથે બેદરકારીપૂર્વક ફરી રહ્યા છેઃ જાદુગર સમ્રાટ શંકર નવી દિલ્હી, તા. 29 ડિસેમ્બર, 2021, બુધવાર દેશમાં વધી રહેલા ઓમિક્રોનના કેસ અને ત્રીજી લહેરના જોખમ વચ્ચે મશહૂર જાદુગર સમ્રાટ શંકરે સામાન્ય લોકોને જાગૃત કરવાનો નિર્ણય લીધો છે. આ માટે જાદુની કળાના આધારે માસ્ક, સાબુ અને સેનિટાઈઝર તૈયાર કરવામાં આવશે. આ સાથે જ લોકોને તેના નિયમિત ઉપયોગ માટે સલાહ પણ આપવામાં આવશે. આ દરમિયાન તેઓ લોકોને વિનંતી કરશે કે, વેક્સિનના બંને ડોઝ લઈને સુરક્ષિત રહી શકાય છે.  છેલ્લા 45 વર્ષોથી દેશ-વિદેશમાં આશરે 30 હજાર શો કરી ચુકેલા જાદુગર સમ્રાટ શંકરે કોવિડના વિશેષ જાગૃતતા અભિયાન માટે 5 રાજ્યોની પસંદગી કરી છે. તેમાં દિલ્હી ઉપરાંત હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને પંજાબનો સમાવેશ થાય છે. આ તમામ શો નિઃશુલ્ક હશે. સમ્રાટ શંકરના કહેવા પ્રમાણે જાદુ દ્વારા તેઓ હાથી, કાર સહિતની બીજી વસ્તુઓ પણ ગાયબ કરી શકે છે. કોરોનાના ગાયબ થવા માટે જરૂરી છે કે, કોવિડ પ્રોટોકોલના પાલન ઉપરાંત સૌ લોકો વેક્સિનના બંને ડોઝ લગાવડાવે.  સમ્રાટ શંકરે કોરોનાની ત્રીજી લહેરના આગમન અંગે દુખ વ્યક...

ઓસ્ટ્રેલિયાએ એશિઝ સિરિઝ જીતી, ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ માત્ર 68 રનમાં ઓલઆઉટ

Image
નવી દિલ્હી, તા. 28. ડિસેમ્બર,2021 મંગળવાર એશિઝ સિરિઝની ત્રીજી ટેસ્ટ મેચની બીજી  ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ 68 રન પર શરમજનક રીતે ઓલ આઉટ થઈ ગયા બાદ ઓસ્ટ્રેલિયાએ સિરિઝ પર 3-0થી કબ્જો જમાવ્યો છે. મેલબોર્નમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ પહેલાની બે ટેસ્ટ પણ ઓસ્ટ્રેલિયા જીતી ચુકયુ હતુ.ત્રીજી ટેસ્ટમાં પણ ઈંગ્લેન્ડનો શરમજનક દેખાવ યથાવત રહ્યો હતો.બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની આખી ટીમ 68 રન પર તંબુભેગી થઈ જતા ઓસ્ટ્રેલિયાએ 1 ઈનિંગ અને 14 રનથી વિજય મેળવ્યો હતો.આ સાથે જ હવે પાંચ ટેસ્ટની સિરિઝ પર ઓસ્ટ્રેલિયાએ કબ્જો જમાવી દીધો છે.બાકીની બે ટેસ્ટ મેચના પરિણામની સિરિઝ પર કોઈ અસર નહીં થાય. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 185 રન પર ઈઁગ્લેન્ડને ઓલ આઉટ કરી દીધુ હતુ.ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 267 રન કર્યા હતા.આમ ઓસ્ટ્રેલિયાને મહત્વની લીડ મળી હતી.બીજી ઈનિંગમાં જોકે ઈંગ્લેન્ડના બેટસમેનોનુ કંગાળ ફોર્મ યથાવત રહ્યુ હતુ.ઓસ્ટ્રેલિયન બોલર સ્કોટ બોલેન્ડે પોતાની પહેલી જ ટેસ્ટમાં બીજી ઈનિંગમાં 6 વિકેટ લઈને ઈંગ્લેન્ડની કમર તોડી નાંખી હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ 34મી વખત એશિઝ સિરિઝ જીતી છે.ઓસ્ટ્રેલિયા હવે ટેસ્ટ ચેમ્પ...

RVUNL Skill Test Schedule 2021-22 Announced for Informatics Assistant Post @energy.rajasthan.gov.in, Check Update

 Rajasthan Rajya Vidyut Utpadan Nigam Limited (RVUNL), Jaipur has released the skill test schedule the post of Informatics Assistant on its official website -energy.rajasthan.gov.in. Download PDF here.

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ, કલકત્તાના હોસ્પિટલમાં દાખલ

Image
- ગાંગુલીને કોરોના વેક્સિનના બંને ડોઝ લાગી ચૂક્યા છે તેમ છતાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે નવી દિલ્હી, તા. 28 ડિસેમ્બર,2021, મંગળવાર BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સોમવારે રાત્રે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના થવાને કારણે તેમને કોલકાત્તાના પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગાંગુલીને કોરોના હોવાની જાણ ગઈ રાત્રે થઈ હતી જ્યારે તેમનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેમના પરિવારનો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો પરંતુ હજુ તેમના પરિવારના રિપોર્ટ આવવાના બાકી છે.  49 વર્ષના ગાંગુલી અત્યારે ડોક્ટરની દેખરેખ હેઠળ છે. ગાંગુલી આ એક વર્ષની અંદર બીજીવાર હોસ્પિટલ પહોંચ્યા છે. અગાઉ જાન્યુઆરીમાં હાર્ટ એટેકના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તેઓને કોરોના વેક્સિનના બંને ડોઝ લાગી ચૂક્યા છે તેમ છતાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દેશમાં ઓમિક્રોનના વધતા કેસો વચ્ચે ગાંગુલીનું સંક્રમિત થવું ચિંતાનો વિષય છે. લોકો તેમના જલ્દી સ્વસ્થ થવા માટેની કામના કરી રહ્યા છે.  ઉલ્લેખનીય છે કે ભારતના આફ્રિકા પ્ર...

APSC Recruitment 2021-22: Apply Online for 35 Forest Ranger Post @apsc.nic.in, Check Application Process

Assam Public Service Commission (APSC) has invited online application for the Forest Ranger  post on its official website. Check APSC recruitment 2021 application process, age limit, qualification and other details here.

દેશમાં એક જ વર્ષમાં ધનકુબેરો 40 ટકા વધ્યા

ન્યૂયોર્કમાં મોટી સંખ્યામાં ઓમિક્રોનથી સંક્રમિત થયેલા બાળકો હોસ્પિટલમાં દાખલ

Image
અમેરિકામાં એક જ દિવસમાં કોરોનાના ૯૬,૩૮૪ નવા કેસ નોંધાયા હતા. દુનિયાભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. એ દરમિયાન ઓમિક્રોન વેરિઅન્ટનો હાહાકાર મચ્યો છે. ન્યૂયોર્કમાં મોટી સંખ્યામાં ઓમિક્રોનથી સંક્રમિત થયેલા બાળકો હોસ્પિટલમાં દાખલ થયા હતા. અમેરિકામાં વધતા કેસથી ચિંતા વ્યાપી ગઈ છે. અમેરિકામાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી તરખાટ મચ્યો છે. ન્યૂયોર્કમાં અસંખ્ય બાળકોને ઓમિક્રોનનો ચેપ લાગતા હોસ્પિટલોમાં ખસેડાયા હતા. તેના કારણે અમેરિકા આખામાં ચિંતા વધી છે. વ્હાઈટ હાઉસના એક નિવેદનમાં કહેવાયું હતું કે ઓમિક્રોનથી બાળકો સંક્રમિત થઈ રહ્યા હોવાથી મોટી સંખ્યામાં તેમને સારવાર અપાઈ રહી છે. ૧૮ વર્ષથી નીચેના બાળકોના સંક્રમણનું પ્રમાણે ચાર ઘણું વધી ગયું હતું. અમેરિકાના હેલ્થ વિભાગના કહેવા પ્રમાણે પાંચ વર્ષથી નાના બાળકોને પણ કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનું સંક્રમણ થઈ રહ્યું છે તે ચિંતાજનક છે. અમેરિકામાં એક જ દિવસમાં નવા કોરોનાના કેસ એક લાખની નજીક રહે છે. કુલ કેસ ૫.૩૨ કરોડને પાર થઈ ચૂક્યા છે. ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં નવા છ હજાર કેસ નોંધાતા દોડધામ શરૃ થઈ હતી. ન્યૂ સાઉથ વેલ્સમાં જ ઓસ્ટ્રેલિયાના પહેલા ...

GPSC Civil Services Answer Key 2021 Released @gpsc.gujarat.gov.in, Raise Objections if any from today onwards

GPSC Civil Services Answer Key 2021 has been released by Gujarat Public Service Commission on gpsc.gujarat.gov.in. Check Answer Key PDF and other details here. 

કાનપુરઃ અત્તરના કારોબારી પીયૂષ જૈનની ધરપકડ, દરોડામાં અત્યાર સુધીમાં 257 કરોડની કેશ અને ઘરેણાં જપ્ત

Image
- કાનપુરના મોટા ભાગના પાન મસાલા મેન્યુફેક્ચરર્સ પીયૂષ જૈન પાસેથી જ પાન મસાલા કમ્પાઉન્ડ ખરીદે છે નવી દિલ્હી, તા. 27 ડિસેમ્બર, 2021, સોમવાર યુપીમાં કન્નૌજ ખાતે અત્તરના કારોબારી પીયૂષ જૈનની ટેક્સ ચોરીના આરોપસર કાનપુર ખાતેથી ધરપકડ કરી લેવામાં આવી છે. જીએસટી ઈન્ટેલિજન્સ દ્વારા આ કાર્યવાહીને અંજામ આપવામાં આવ્યો છે. આરોપીને આગળની કાર્યવાહી માટે કાનપુરથી અમદાવાદ લઈ જવામાં આવે તેવી શક્યતા છે. દરોડા દરમિયાન અત્યાર સુધીમાં તેના પાસેથી 257 કરોડની રોકડ અને ઘરેણાં જપ્ત કરવામાં આવ્યા છે.  જીએસટી અધિકારીઓના કહેવા પ્રમાણે જૈનની સીજીએસટીની કલમ 69 અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. એજન્સીઓની કાર્યવાહી દરમિયાન કારોબારી જૈનના ઘરની અંદરથી ભોંયરૂ મળ્યું હતું અને એક ફ્લેટમાંથી 300 ચાવીઓ પણ મળી હતી. જોકે આ અંગે સત્તાવાર જાણકારી આવવાની બાકી છે.  કાનપુરના મોટા ભાગના પાન મસાલા મેન્યુફેક્ચરર્સ પીયૂષ જૈન પાસેથી જ પાન મસાલા કમ્પાઉન્ડ ખરીદે છે. આ બધા વચ્ચે રવિવારે કારોબારીના કન્નૌજ સ્થિત પૂર્વજોના ઘરમાં પણ દરોડો પાડવામાં આવ્યો હતો.  DGGI અને IT વિભાગની કાર્યવાહી ડીજીજીઆઈ અને આવકવેરા વિભાગની ટીમે ગુરૂવ...

NIELIT Recruitment 2021-22: Apply Online for 126 Programmer, System Analyst and Others @nielit.gov.in, Check Eligibility

National Institute of Electronics and Information Technology, Delhi (NIELIT) has invited online application for the 126 Programmer and other post on its official website. Check application process, qualification and other details here.

ધર્મ સંસદમાં હવે મહાત્મા ગાંધી અંગે વિવાદિત નિવેદન, સંતે કહ્યા અપશબ્દો, દેશદ્રોહના કેસની માગ

Image
- કાલીચરણે કહ્યું હતું કે, 'ઈસ્લામનું લક્ષ્ય રાજકારણના માધ્યમથી રાષ્ટ્ર પર કબજો જમાવવાનું છે નવી દિલ્હી, તા. 27 ડિસેમ્બર, 2021, સોમવાર દેશના અલગ અલગ રાજ્યોમાં હિંદુ 'ધર્મ સંસદ'નું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેમાં સામેલ થનારા સાધુ-સંતો પોતાના વિવાદિત નિવેદનો દ્વારા ચર્ચામાં આવી રહ્યા છે. રવિવારે ધર્મગુરૂ કાલીચરણ મહારાજે મહાત્મા ગાંધીની હત્યા માટે નાથુરામ ગોડસેની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, લોકોએ ધર્મની રક્ષા માટે સરકારના પ્રમુખ તરીકે એક કટ્ટર હિંદુ નેતાની પસંદગી કરવી જોઈએ.  છત્તીસગઢની રાજધાની રાયપુર ખાતે આયોજિત ધર્મ સંસદમાં ભાષણ આપતી વખતે કાલીચરણ મહારાજે મહાત્મા ગાંધી વિરૂદ્ધ એક અપમાનજનક શબ્દનો પ્રયોગ કર્યો હતો જેની કોંગ્રેસ સહિત અન્ય દળોના નેતાઓએ આકરી ટીકા કરી હતી.  કોંગ્રેસી નેતા સંજય નિરૂપમે ટ્વિટમાં કડવાશભર્યા શબ્દોમાં લખ્યું હતું કે, 'આ ભગવાધારી ફ્રોડ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને જાહેરમાં ગાળો આપી રહ્યો છે, તેને તાત્કાલિક અંદર કરવો જોઈએ. ગાંધીજીથી કોઈને વૈચારિક મતભેદ હોઈ શકે પરંતુ તેમનું અપમાન કરવાનો અધિકાર કોઈને નથી. આ અક્ષમ્ય અપરાધ છે.' મહા...

OPSC MO Exam Date 2021 Announced for Medical Officer Assistant Surgeon Post @opsc.gov.in, Download PDF

Odisha Public Service Commission (OPSC) has released the Written  Examination date for the Post of Medical Officeron its official website - opsc.gov.in. Download PDF here.

HPPSC RFO Mains Admit Card 2021 Out for Range Forest Officer Post @hppsc.hp.gov.in,Check Process to Download

Himachal Pradesh Public Service Commission (HPPSC) has released the Admit Card for the for the post of Range Forest Officers (RFO) on its official website  -hppsc.hp.gov.in. Check process to download here.

UT Administration of Daman & Diu Recruitment for Various Medical Posts 2021

Image
UT Administration of Daman & Diu has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates. UT Administration of Daman & Diu Table of Contents UT Administration of Daman & Diu Recruitment 2021-22 Job Details: Posts : Pediatrician Radiologist Obstetrician & Gynecologist Orthopedic Pathologist Eligibility Criteria: Educational Qualification : Please read Official Notification for Educational Qualification details. Selection Process :   Candidates will be selected based on an interview. How to Apply ? Interested candidates are requested to remain present along with all original certificates to the given address in the adv...

IRMA Recruitment for Programme Executive (iSEED) Posts 2021

Image
IRMA has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates.  irma Table of Contents  IRMA Recruitment 2021-22 Job Details: Posts : Programme Executive Educational Qualification :  Please read Official Notification for Educational Qualification details. Selection Process :   Candidates will be selected based on an interview. How to Apply ? :   Interested Candidates may Apply Online Through the official Website. Job Advertisement: Click Here Apply Online: Click Here Important Dates : Last Date to Apply Online: 30-12-2021 Stay connected with  www.marugujarat.in  for latest updates Important : Please always Check...

GPSC Class 1 & 2 Preliminary Exam Question Papers (Advt. No. 30/2021-22)

Image
GPSC Class 1 & 2 Preliminary Exam Question Papers (Advt. No. 30/2021-22) is now available on our website www.marugujarat.in, Check below for more details. gujarat public service commission – GPSC Post: Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Service Class-1/2 and Gujarat Municipal Chief Officer Service, Class-2 Advt. No. : 30/2021-22 The exam was held on 26-12-2021 Question Paper CSP-1 : Click Here More Question Papers: Click Here Download Android Application: Download App The post has First appeared on Maru Gujarat Official Website . Stay connected with  www.marugujarat.in  for latest updates Important : Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification. www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3qthoPN

Institute of Plasma Research (IPR) Recruitment for Project Scientific Assistant Posts 2021

Image
Institute of Plasma Research (IPR) has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates.  institute of plasma research – ipr Table of Contents  IPR Recruitment 2021-22 Job Details: Posts : Project Scientific Assistant Branch/Discipline: Computer Application: 04 Bachelor’s Degree in Computer Applications (BCA) Electrical /Electrical & Electronics: 18 Diploma in Electrical / Electrical & Electronics Engineering Electronics/Electronics & Communication/Electronics & Instrumentation: 10 Diploma in Electronics/ Electronics & Communication/ Electronics & Instrumentation Engineering Instrumentation/ Instrumentation...

GSRTC Conductor OMR Sheet 2021

Image
Gujarat State Road Transport Corporation (GSRTC) has published OMR Sheet for the post of Conductor 2021, Check below for more details. gsrtc GSRTC Conductor OMR Sheets 2021 Post: Conductor Advt. No. GSRTC/201920/32 The Exam was held on 05-09-2021 OMR Sheets: Click Here Result (Marks): Click Here Re-Revised Final Answer Key: Click Here Question Paper: Click Here For More Details: Click Here Updates on Telegram Channel:  Click Here Stay connected with  www.marugujarat.in  for latest updates Important : Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification. www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3szbLlP

ક્રિસમસ સમારંભમાં ગુલામ નબી આઝાદે કહ્યું- તલવારના ડરથી નહીં, પ્રભાવિત થઈને ધર્માંતરણ કરી રહ્યા છે લોકો

Image
- ક્ષેત્ર, જાતિ, પંથ, મંદિર, મસ્જિદ, ગુરૂદ્વારા અને ચર્ચ ફક્ત ચૂંટણી જીતવા માટે નથીઃ આઝાદ નવી દિલ્હી, તા. 26 ડિસેમ્બર, 2021, રવિવાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ જમ્મુ કાશ્મીરના ઉધમપુર ખાતે ક્રિસમસ પ્રસંગે એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, લોકો જો ધર્માંતરણ કરી રહ્યા છે તો તે તલવારના ડરથી નહીં પણ પોતાની મરજીથી, કોઈનાથી પ્રભાવિત થયા બાદ જ ધર્માંતરણ કરે છે. આ દરમિયાન આઝાદે લોકોને દેશને નુકસાન પહોંચાડવાના વિભાજનકારી રાજકારણથી પણ ચેતવ્યા હતા.  ગુલામ નબી આઝાદે ધર્માંતરણ મામલે કહ્યું કે, જો કોઈ ધર્મ પરિવર્તન કરી રહ્યું છે તો તે તલવારનો ઉપયોગ નથી કરી રહ્યા, જે આમ પણ આજકાલ ઉપયોગમાં નથી. પરંતુ તે તો સારૂં કામ અને લોકોનું ચરિત્ર છે જે અન્ય લોકોને પ્રભાવિત કરી રહ્યું છે.  આઝાદે કહ્યું કે, તમે જ્યારે આદર્શ બની જાઓ છો ત્યારે જ લોકો પ્રભાવિત થયા બાદ પરિવર્તન કરે છે. લોકો પ્રભાવિત થયા બાદ પરિવર્તન કરે છે કારણ કે, તેઓ જોવે છે કે, આ વિશેષ ધર્મ માનવતાની સેવા કરી રહ્યો છે, સૌને સાથે લઈને ચાલી રહ્યો છે અને ભેદભાવ નથી કરી રહ્યો. આઝાદે કહ્યું કે, પ્રેમ વડે કાંઈ ...

સલમાન ખાનને સાપે ડંખ માર્યો, પનવેલ ફાર્મ હાઉસની ઘટના

Image
- મોડી રાતે 3:00 વાગ્યે હોસ્પિટલ જવું પડ્યું, સારવાર બાદ રજા અપાઈ નવી દિલ્હી, તા. 26 ડિસેમ્બર, 2021, રવિવાર બોલિવુડ અભિનેતા સલમાન ખાનને લઈ એક ખૂબ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જાણવા મળ્યા મુજબ ગત રાત્રિએ સલમાન ખાનને સાપે ડંખ માર્યો હતો. સલમાન ખાન પનવેલના ફાર્મ હાઉસ ખાતે હતા તે સમયે આ ઘટના બની હતી. જોકે સલમાનની તબિયત હાલ સારી છે પરંતુ તેમને સારવાર માટે મોડી રાતે હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા.  સલમાન ખાનને જે સાપે ડંખ માર્યો હતો તે બિનઝેરી હતો પરંતુ તેમને તાત્કાલિક નવી મુંબઈ ખાતેની એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ સવારે 9:00 વાગ્યે સલમાન ખાન પનવેલ ખાતેના ફાર્મહાઉસે પાછા આવી ગયા હતા.  આવતીકાલે એટલે કે, 27 ડિસેમ્બરના રોજ સલમાનનો 56મો જન્મદિવસ છે ત્યારે તેઓ ગ્રાન્ડ સેલિબ્રેશન કરશે કે ફાર્મ હાઉસ ખાતે આરામ જ કરશે તે કહેવું મુશ્કેલ જણાઈ રહ્યું છે. સલમાન ક્રિસમસની ઉજવણી માટે ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ફાર્મ હાઉસ પહોંચ્યા હતા જ્યાં આ ઘટના બની હતી. તે વિસ્તાર પહાડીઓ અને વન ક્ષેત્રથી ઘેરાયેલો છે. 

IBPS SO 2021 Prelims Expected Cutoff & Previous Years Cutoff (Category-wise, Section-wise, Post-wise)

Check IBPS SO 2021 Prelims Expected Cut-off marks along with Previous Years (2020 & 2019) Cut-off for IBPS SO Prelims & Mains exam.

વર્ષની અંતિમ 'મન કી બાત': વડાપ્રધાને કહ્યું- કોરોનાના નવા વેરિએન્ટથી સાવધાન રહેવું પડશે

Image
નવી દિલ્હી, તા. 26 ડિસેમ્બર, 2021, રવિવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના માસિક 'મન કી બાત' કાર્યક્રમ દરમિયાન લોકોને ઓમિક્રોન વેરિએન્ટના જોખમ પ્રત્યે ચેતવ્યા હતા. તેમણે કહ્યું કે, આપણે કોરોનાના નવા વેરિએન્ટથી સાવધાન રહેવું પડશે. ઓમિક્રોન પર સતત સંશોધન ચાલુ છે.  આપણી સામૂહિક શક્તિ જ કોરોનાને પરાસ્ત કરી શકશે. વૈશ્વિક મહામારીને પરાસ્ત કરવા માટે આપણને અનુશાસનની જરૂર છે. આ ભાવના સાથે જ આપણે 2022માં પ્રવેશ કરવો પડશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ ગ્રીસના વિદ્યાર્થીઓ દ્વારા ગાવામાં આવેલા 'વંદે માતરમ'નો ઉલ્લેખ કર્યો હતો અને તેનો વીડિયો પણ બતાવ્યો હતો.  વડાપ્રધાને તમિલનાડુ ખાતે હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, મહાભારતના યુદ્ધ વખતે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે, 'નભઃ સ્પૃશં દીપ્તમ્' એટલે કે ગર્વ સાથે આકાશને આંબજે. તે ભારતીય વાયુસેનાનું આદર્શ વાક્ય પણ છે. મા ભારતીની સેવામાં લાગેલા અનેક જીવન દરરોજ આકાશની આ બુલંદીઓને ગર્વ સાથે સ્પર્શે છે અને આપણને ઘણું બધું શીખવે છે. ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું જીવન પણ આવ...