GSTનો દર વધારો સ્થગિત કરાતાં ટેક્સટાઈલ માર્કેટમાં તેજીનો માહોલ


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર

ટેક્સટાઈલની આઈટેમ્સ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના દર પાંચ ટકાથી વધારીને ૧૨ ટકા કરવાની કરેલી જાહેરાતથી ગિન્નાયેલા ગુજરાતના ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓએ દર વધારો સ્થગિત કરી દેવાના કેન્દ્રના નાણાં મંત્રી નિર્મલા સીતારામને આજે જાહેરાત કરતા ં ગેલમાં આવી ગયા હતા. ન્યુક્લોથ માર્કેટમાં ફટાકડાં ફોડીને અને પેંડા વહેંચીને આ સફળતાની વેપારીઓએ ઉજવણી કરી હતી. ટેક્સટાઈલ, ફેબ્રિક્સ તથા રેડીમેડ ગારમેન્ટ સાથે સંકળાયેલા વેપારીઓમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો. સો  વર્ષ જૂના મહાજનોની વાત ગ્રાહ્ય રાખવામાં આવતા સરકારના નિર્ણયની ફટાકડાં ફોડીને ઉજવણી કર્રી, પેંડા પણ વહેંચ્યા હતા.

સરકારના નિર્ણયને કારણે નાના વેપારીઓના ધંધા તૂટી પડવાની આશંકા દૂર થઈ છે. તેમના વેપાર વધશે અને સરકારે જીએસટીના દર વધારીને કરવા ધારેલી વધારાની રૃા. ૨૨૦૦૦ કરોડની આવકમાં બહુ ઘટ પડશે નહિ, એમ ૧૧૬ વર્ષ જૂના મસ્કતી કાપડ મહાજનના વર્તમાન પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે વેપારીઓના ધંધા વધતાં સરકારની આવકમાં આપોઆપ વધારો થવાની સાથે સાથે જ રોજગારી પણ નિર્માણ થશે. દક્ષિણ ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સેના પ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતુ ંકે જીએસટી કાઉન્સિલે ટૂંકા ગાળામાં આ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. દરેક વેપારીના મનની વાત સ્વીકારીને પ્રતિભાવ આપ્યો છે. આ માટે અમે જીએસટી કાઉન્સિલ અને દરેક સરકારી વિભાગનો આભાર માનીએ છીએ. સુરતના વેપારીઓએ  પેંડા વહેંચીને ઉજવણી કરી હતી. તેમ જ તેમને સાંભળીને તેમની રજૂઆતોને કેન્દ્ર સરાકર સુધી પહોંચાડનાર સાંસદ અને પ્રદેશ કોન્ગ્રેસના પ્રમુખનો પણ આભાર માન્યો હતો. બીજીતરફ જૂનાગઢના માંગનાથ રોડ પર ૭૦૦ વેપારીઓએ સજ્જડ બંધ પાળવાની સાથે સાથે જ તેમણે જીએસટીના દરમાં વધારો સામેના વિરોધમાં આગામી ચૂંટણીમાં મત ન આપવાના સોંગદ ખાનારા વેપારીઓએ  માંગનાથ રોડ પર જઈને સાંજે ફટાકડાં ફોડીને ઉજવણી કરી હતી. કેન્દ્રની ભાજપ સરકારનો આભાર માન્યો હતો. જેતપુરના વેપારીઓ પણ કેન્દ્રના આ નિર્ણયથી ખુશ થઈ ગયા હતા.

સુરતમાં રિંગરોડ પરની દુકાનદારોએ પણ ફટાકડાં ફોડીને કેન્દ્ર સરકારના નિર્ણયને આવકાર્યો હતો. દરેક વેપારીને ખુશ કરતાં આ નિર્ણયને આવકાર્યો હતો અને દરેકને પેંડા વહેંચીને તથા ફટાકડાં ફોડીને ઉત્સવની જેમ ઉજવણી કરી હતી. યાર્ન ખરીદીને કાપડ બનાવનારાઓની સરકારની તિજોરીમાં પડી રહેતી ટેક્સ ક્રેડિટની સમસ્યાનો નીવેડો લાવવા સરકારે ટેક્સટાઈલ પરના દર ૫ ટકાથી વધારીને ૧૨ ટકા કરવાનો નિર્ણય લીધો હતો. યાર્ન લેનારાઓ યાર્ન પર ૧૨ ટકાના દરે જીએસટી ચૂકવ્યા પછી કપડું બનાવીને વેચે તો તેમને તેના પર ૫ ટકા જ જીએસટી મળતો હતો. તેથી તેમની જીએસટીની ઇનપુટ ટેક્સ ક્રેડિટની ૭ ટકા રકમ કાયમને માટે સરકારની તિજોરીમાં પડી રહેતી હતી. તેથી નવી મૂડી ઊભી કરવાનું રોજ ભારણ વધતું હતું. તેમની સમસ્યા હળવી કરવા ટેક્સ વધારાના લીધેલા નિર્ણય સામે દેશભરમાંથી વિરોધ થયો હતો. 

ટેક્સટાઈલમાં હવે ટેક્સના દર કેવા રહેશે

- રૂ. ૧૦૦૦થી ઓછી કિંમતના રેડીમેડ ગારમેન્ટ પર કોઈ જ ટેક્સ લાગુ પડશે નહિ.

- રૂ.૧૦૦૦થી વધુ કિંમતના રેડીમેડ ગારમેન્ટ પર પેલાની માફક ૫ ટકા જીએસટી લાગુ પડશે. 

- ફેબ્રિક્સ પર ૫ ટકા જીએસટી લાગુ પડશે

-યાર્ન પર ૧૨ ટકાના દરે જ જીએસટી વસૂલવામાં આવશે.

પગરખાં પરનો ૫ ટકા ટેક્સ સહિતના ઘણાં નિર્ણયોનો અમલ ચાલુ રહેશે

- ટેક્સટાઈલના વેપારીઓને ખુશ કરવાનો નિર્ણય લેનાર કેન્દ્ર સરકારે ફૂટવેર પરનો પાંચ ટકા ટેક્સ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. 

- વેચનાર વેપારીના રિટર્ન જીએસટીઆર-૧માં તેણે લીધેલો ગુડ્સ એન્ડ સર્વિસ જમા કરાવવામાં આવ્યો હોવાનું ખરીદનાર વેપારીના જીએસટીઆર-૨બીમાં નહિ દેખાય તો તેવા સંજોગોમાં ખરીદનાર વેપારીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળશે નહિ. આ માટે સરકારે નવી કલમ ૧૬(એએ) ઉમેરી છે.

- કરદાતાએ તેના રિટર્નમાં ટેક્સ બતાવ્યો હોય અને તે સરકારી તિજોરીમાં જમા કરાવ્યો નહિ હોય તો તેવા સંજોગોમાં તે કરદાતાના બૅન્ક એકાઉન્ટને ટાંચ લગાડીને કે પછી બૅન્કમાંથી ટેક્સ મુજબની રકમ જીએસટી કચેરીના ખાતામાં ખેંચી લેવાની પૂર્ણ સત્તાનો અધિકારીઓ ઉપયોગ કરશે. નોટિસ આપ્યા વિના પગલાં લઈ શકસે. 

-  ક્લબના સભ્યો પાસેથી લેવામાં આવતી ફી પર ૧૮ ટકા જીએસટી વસૂલવામાં આવશે. ક્લબમાં આપવામાં આવતી રેસ્ટોરાં સર્વિસ પર દરેકને લાગે છે તેમ ૫ ટકા જીએસટી વસૂલવામાં આવશે. ક્લબમાં આપવામાં આવતી જિમની સર્વિસ માટે લેવાતા ચાર્જ પર ૧૨ ટકા જીએસટી ચૂકવવો પડશે.

- જીએસટીની કલમ ૧૨૯ હેઠળ એન્ફોર્સમેન્ટ દ્વારા ટેક્સ ઉપરાંત ટેક્સની રકમ જેટલી જ પેનલ્ટી કરવાના નિર્ણય સામે અપીલમાં જવા માટે વેપારી ભરવાપાત્ર રકમના ૨૫ ટકા રકમ ભરીને પછી જ અપીલમાં જઈ શકશે.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો