ઓસ્ટ્રેલિયાએ એશિઝ સિરિઝ જીતી, ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ માત્ર 68 રનમાં ઓલઆઉટ
નવી દિલ્હી, તા. 28. ડિસેમ્બર,2021 મંગળવાર
એશિઝ સિરિઝની ત્રીજી ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ 68 રન પર શરમજનક રીતે ઓલ આઉટ થઈ ગયા બાદ ઓસ્ટ્રેલિયાએ સિરિઝ પર 3-0થી કબ્જો જમાવ્યો છે.
મેલબોર્નમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ પહેલાની બે ટેસ્ટ પણ ઓસ્ટ્રેલિયા જીતી ચુકયુ હતુ.ત્રીજી ટેસ્ટમાં પણ ઈંગ્લેન્ડનો શરમજનક દેખાવ યથાવત રહ્યો હતો.બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની આખી ટીમ 68 રન પર તંબુભેગી થઈ જતા ઓસ્ટ્રેલિયાએ 1 ઈનિંગ અને 14 રનથી વિજય મેળવ્યો હતો.આ સાથે જ હવે પાંચ ટેસ્ટની સિરિઝ પર ઓસ્ટ્રેલિયાએ કબ્જો જમાવી દીધો છે.બાકીની બે ટેસ્ટ મેચના પરિણામની સિરિઝ પર કોઈ અસર નહીં થાય.
આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 185 રન પર ઈઁગ્લેન્ડને ઓલ આઉટ કરી દીધુ હતુ.ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 267 રન કર્યા હતા.આમ ઓસ્ટ્રેલિયાને મહત્વની લીડ મળી હતી.બીજી ઈનિંગમાં જોકે ઈંગ્લેન્ડના બેટસમેનોનુ કંગાળ ફોર્મ યથાવત રહ્યુ હતુ.ઓસ્ટ્રેલિયન બોલર સ્કોટ બોલેન્ડે પોતાની પહેલી જ ટેસ્ટમાં બીજી ઈનિંગમાં 6 વિકેટ લઈને ઈંગ્લેન્ડની કમર તોડી નાંખી હતી.
આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ 34મી વખત એશિઝ સિરિઝ જીતી છે.ઓસ્ટ્રેલિયા હવે ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પણ પહેલા સ્થાને છે.
Comments
Post a Comment