વડોદરાની કેન્ટોન કંપનીમાં બ્લાસ્ટ: 5 કિમી વિસ્તાર ધણધણી ઊઠયો, 2ના મોત, 4 ગંભીર


વડોદરા, તા. 24 ડિસેમ્બર

વડોદરાના વડસર વિસ્તારમાં મકરપુરા જીઆઈડીસીની કેન્ટોન લેબોરેટરીઝમાં બોઇલર ફાટતાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. ફાયર બ્રિગેડે આગ કાબુમાં લઇ 10 જણાને હોસ્પિટલમાં મોકલી આપ્યા છે અને આ દુર્ઘટનામાં 40 વર્ષીય એક પુરૂષ અને અન્ય એક વ્યક્તિનું મોત થયું છે. 

વડસર રેલવે બ્રિજ પાસે આવેલી કેન્ટોન લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજે સવારે સાડા નવ વાગ્યાની આસપાસ પ્લાન્ટમાં પ્રોડક્શન નું કામ ચાલતું હતું તે દરમિયાન બોઇલર ફાટ્યું હતું.


બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના 5 કિમી વિસ્તારના મકાનોની કાચની બારીઓ અને દીવાલોમાં તિરાડો પડી હતી. ગભરાયેલા લોકો તરત જ ઘરની બહાર નીકળી આવ્યા હતા. કંપનીમાં બ્લાસ્ટ થયો હોવાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો જ્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા.


ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે બોઇલર ફાટ્યું તે વિસ્તારમાં કાટમાળ વેર વિખેર હતો. જ્યારે નજીકમાં કામદારો માટે બનાવવામાં આવેલા કાચા મકાનો પણ ધરાશાયી થયા હતા. ફાયર બ્રિગેડે આ મકાન તેમજ કાટમાળમાંથી બાળકો અને મહિલા સાથે 10 જણાને બહાર કાઢી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જે પૈકી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડે એક કલાકના ગાળામાં સ્થિતિ સંભાળી લીધી હતી તેમજ બીજા કોઈ ફસાયા છે કે કેમ તેની તપાસ જારી રાખી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો