દીકરીની સગાઈ પર સ્મૃતિ ઈરાનીનું 'સાસુપણું', ભાવિ જમાઈનું 'વોર્નિંગ' સાથે સ્વાગત


- સ્મૃતિ ઈરાનીના પતિ જુબીનને પોતાની પહેલી પત્નીથી એક દીકરી છે જેનું નામ શૈનેલ છે

નવી દિલ્હી, તા. 26 ડિસેમ્બર, 2021, રવિવાર

સ્મૃતિ ઈરાની પોતાના પોલિટિકલ વર્ક ઉપરાંત અંગત જિંદગીને લઈને પણ ચર્ચામાં રહે છે. સ્મૃતિ ઈરાનીના પતિનું નામ જુબીન ઈરાની છે અને તેમને 2 બાળકો પણ છે. તેમના દીકરાનું નામ જોર ઈરાની છે અને દીકરીનું નામ જોઈશ ઈરાની છે. સ્મૃતિ ઈરાનીના પતિ જુબીનને પોતાની પહેલી પત્નીથી એક દીકરી છે જેનું નામ શૈનેલ છે. ત્યારે હવે સ્મૃતિએ પોતાની દીકરી શૈનેલને લઈ એક ખુશખબર શેર કર્યા છે. 

સ્મૃતિ ઈરાનીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પોતાની દીકરીની સગાઈની જાહેરાત કરી હતી. તેમણે ભાવિ જમાઈ અને દીકરી શૈનેલની કેટલીક તસવીરો પણ શેર કરી હતી. સ્મૃતિ ઈરાનીએ શેર કરેલા ફોટોઝમાં શૈનેલનો બોયફ્રેન્ડ અર્જુન ભલ્લા ઘૂંટણીયે બેસીને શૈનેલને એન્ગેજમેન્ટ રિંગ પહેરાવતો દેખાય છે. તે સિવાય અન્ય તસવીરોમાં શૈનેલ અને અર્જુન રોમેન્ટિક પોઝમાં જોવા મળી રહ્યા છે. 

સ્મૃતિએ ન્યૂ કપલનો ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, 'આ પોસ્ટ એ વ્યક્તિ માટે છે જેણે અમારા લોકોનું દિલ જીતી લીધું છે. અમારા પાગલોથી ભરેલા પરિવારમાં તમારૂં સ્વાગત છે. તમારે ફાધર ઈન લો તરીકે એક ક્રેઝી શખ્સનો સામનો કરવો પડશે અને એનાથી પણ ખરાબ સાસુ તરીકે મારો... (તમને સત્તાવાર રીતે ચેતવવામાં આવે છે). ગોડ બ્લેસ યુ શનેલ ઈરાની, નવી શરૂઆત'

વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ યુનિયન કેબિનેટના મિનિસ્ટર સ્મૃતિ ઈરાનીની આ પોસ્ટ પર શુભેચ્છાઓનો મારો શરૂ થઈ ગયો છે. અભિનેત્રી મૌની રોય, પ્રોડ્યુસર એકતા કપૂર અને દિવ્યા શેઠ શાહ જેવા સેલિબ્રિટીએ રિએક્ટ કર્યું છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો