સલમાન ખાનને સાપે ડંખ માર્યો, પનવેલ ફાર્મ હાઉસની ઘટના


- મોડી રાતે 3:00 વાગ્યે હોસ્પિટલ જવું પડ્યું, સારવાર બાદ રજા અપાઈ

નવી દિલ્હી, તા. 26 ડિસેમ્બર, 2021, રવિવાર

બોલિવુડ અભિનેતા સલમાન ખાનને લઈ એક ખૂબ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જાણવા મળ્યા મુજબ ગત રાત્રિએ સલમાન ખાનને સાપે ડંખ માર્યો હતો. સલમાન ખાન પનવેલના ફાર્મ હાઉસ ખાતે હતા તે સમયે આ ઘટના બની હતી. જોકે સલમાનની તબિયત હાલ સારી છે પરંતુ તેમને સારવાર માટે મોડી રાતે હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા. 

સલમાન ખાનને જે સાપે ડંખ માર્યો હતો તે બિનઝેરી હતો પરંતુ તેમને તાત્કાલિક નવી મુંબઈ ખાતેની એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ સવારે 9:00 વાગ્યે સલમાન ખાન પનવેલ ખાતેના ફાર્મહાઉસે પાછા આવી ગયા હતા. 

આવતીકાલે એટલે કે, 27 ડિસેમ્બરના રોજ સલમાનનો 56મો જન્મદિવસ છે ત્યારે તેઓ ગ્રાન્ડ સેલિબ્રેશન કરશે કે ફાર્મ હાઉસ ખાતે આરામ જ કરશે તે કહેવું મુશ્કેલ જણાઈ રહ્યું છે. સલમાન ક્રિસમસની ઉજવણી માટે ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ફાર્મ હાઉસ પહોંચ્યા હતા જ્યાં આ ઘટના બની હતી. તે વિસ્તાર પહાડીઓ અને વન ક્ષેત્રથી ઘેરાયેલો છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો