દેશ રાહ જુએ છે કે, પીએમ મોદી ક્યારે હવે થેલો ઉઠાવીને ચાલવા માંડેઃ વેક્સીના વાયદા પર રાહુલ ગાંધીનો પ્રહાર
નવી દિલ્હી, તા. 31. ડિસેમ્બર 2021 શુક્રવાર
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ વિદેશ ગયા છે.જોકે ત્યાં બેઠા બેઠા પણ તેઓ મોદી સરકાર પર હુમલા કરી રહ્યા છે.
તેઓ ભલે ઈટાલીમાં હોય પણ તેમનુ ટ્વિટર એકાઉન્ટ એક્ટિવ છે.આજે ફરી તેમણે પોતાના ટ્વિટર પર મોદી સરકારને આડે હાથ લીધી છે.રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, સરકારે વાયદો કર્યો હતો કે, 2021ના અંત સુધીમાં દેશના તમામ લોકોને વેક્સીનના બે ડોઝ મળી જશે.જોકે એવુ થયુ નથી.
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, દેશ હજી પણ વેક્સીનથી દુર છે અને વધુ એક વાયદો ચકનાચૂર થઈ ગયો છે.હવે દેશ રાહ જોઈ રહ્યો છે કે, પીએમ મોદી ક્યારે પોતાનો થેલો ઉઠાવે અને ચાલવા માંડે...
રાહુલ ગાંધીએ આ પ્રકારનુ નિવેદન એ સંદર્ભમાં આપ્યુ છે કે, પીએમ મોદી અગાઉ કહી ચુકયા છે કે હું તો ફકીર છું અને ગમે ત્યારે થેલો લઈને બધુ છોડીને નિકળી જઈશ.મને સત્તાનો મોહ નથી.
રાહુલ ગાંધીએ વેક્સીનને લઈને સરકાર પર નિશાન સાધવાની સાથે સાથે એક અખબારી અહેવાલ પણ શેર કર્યો છે.જેમાં કહેવામાં આવ્યુ છે કે, 2021માં ચીન સાથેનો વેપાર 100 અબજ ડોલરને પાર કરી ગયો છે અને ડ્રેગન સાથે સરકાર કેમ વેપાર વધારી રહી છે?
जुमलों की सरकार है,
— Rahul Gandhi (@RahulGandhi) December 29, 2021
झूठ-ढोंग-दिखावा अपार है,
देश को अब झोला उठने का इंतज़ार है! pic.twitter.com/HyBzTB66Az
Comments
Post a Comment