અમદાવાદ: બગોદરા-વટામણ હાઇવે પર વિદ્યાર્થીઓ અને શિક્ષકોને નડ્યો અકસ્માત, 3ના મોત, 11 ઘાયલ


- તુફાન ગાડી ટ્રકમાં ઘૂસી જતા અકસ્માત થયો, ગાડીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સવાર હતા

અમદાવાદ, તા. 29 ડિસેમ્બર, 2021, બુધવાર

ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના બગોદરા પાસે બુધવારે સવારના સમયે એક ખૂબ જ ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. બગોદરા-તારાપુર ચોકડીથી એકાદ કિમી દૂર વટામણ ચોકડી બાજુ એક તુફાન ગાડી રોડ પર ઉભેલા ટ્રકમાં ઘૂસી જતા અકસ્માત થયો હતો. તુફાન ગાડીમાં રાજકોટની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સવાર હતા. તેઓ સૌ 26 ડિસેમ્બર, 2021ના રોજ વાપી ખાતે આવેલી સેન્ટ ફ્રાન્સીસ શાળામાં જુડોની જિલ્લા લેવલની રમતમાં સામેલ થવા માટે ગયા હતા. 

આ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે જ્યારે અન્ય 11 લોકોને ઈજાઓ પહોંચી છે. ઘાયલોને 108ની મદદથી તાત્કાલિક સારવાર માટે અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. 


ગાડીમાં 6 વિદ્યાર્થીનીઓ, 4 વિદ્યાર્થી, કોચ રાજીવભાઈ તથા શાળાના સ્પોર્ટ શિક્ષક ભુસણભાઈ અને શિક્ષકા નીલમબેન ઉપરાંત અન્ય એક વ્યક્તિ સવાર હતા. તેઓ 28 તારીખના રોજ વાપીની શાળામાંથી રાજકોટ પરત જઈ રહ્યા હતા તે સમયે બુધવારે વહેલી સવારે આ અકસ્માત થયો હતો. 


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે