ન્યૂયોર્કમાં મોટી સંખ્યામાં ઓમિક્રોનથી સંક્રમિત થયેલા બાળકો હોસ્પિટલમાં દાખલ


અમેરિકામાં એક જ દિવસમાં કોરોનાના ૯૬,૩૮૪ નવા કેસ નોંધાયા હતા. દુનિયાભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. એ દરમિયાન ઓમિક્રોન વેરિઅન્ટનો હાહાકાર મચ્યો છે. ન્યૂયોર્કમાં મોટી સંખ્યામાં ઓમિક્રોનથી સંક્રમિત થયેલા બાળકો હોસ્પિટલમાં દાખલ થયા હતા. અમેરિકામાં વધતા કેસથી ચિંતા વ્યાપી ગઈ છે.
અમેરિકામાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી તરખાટ મચ્યો છે. ન્યૂયોર્કમાં અસંખ્ય બાળકોને ઓમિક્રોનનો ચેપ લાગતા હોસ્પિટલોમાં ખસેડાયા હતા. તેના કારણે અમેરિકા આખામાં ચિંતા વધી છે. વ્હાઈટ હાઉસના એક નિવેદનમાં કહેવાયું હતું કે ઓમિક્રોનથી બાળકો સંક્રમિત થઈ રહ્યા હોવાથી મોટી સંખ્યામાં તેમને સારવાર અપાઈ રહી છે. ૧૮ વર્ષથી નીચેના બાળકોના સંક્રમણનું પ્રમાણે ચાર ઘણું વધી ગયું હતું.
અમેરિકાના હેલ્થ વિભાગના કહેવા પ્રમાણે પાંચ વર્ષથી નાના બાળકોને પણ કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનું સંક્રમણ થઈ રહ્યું છે તે ચિંતાજનક છે. અમેરિકામાં એક જ દિવસમાં નવા કોરોનાના કેસ એક લાખની નજીક રહે છે. કુલ કેસ ૫.૩૨ કરોડને પાર થઈ ચૂક્યા છે.
ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં નવા છ હજાર કેસ નોંધાતા દોડધામ શરૃ થઈ હતી. ન્યૂ સાઉથ વેલ્સમાં જ ઓસ્ટ્રેલિયાના પહેલા ઓમિક્રોન સંક્રમિત દર્દીનું મોત થયું હતું. દર્દીની વય ૮૦ વર્ષની હતી. વેક્સિનના બંને ડોઝ લીધા હોવા છતાં તેનો બચાવ થઈ શક્યો ન હોવાનું ઓસ્ટ્રિયન હેલ્થ વિભાગે કહ્યું હતું.
દરમિયાન સિંગાપોરે ૧૦ આફ્રિકન દેશોના પ્રવાસીઓ પર લાગેલો ટ્રાવેલ પ્રતિબંધ ઉઠાવી લીધો છે. ઓમિક્રોન વેરિઅન્ટના ભયથી આ દેશો ઉપર પ્રતિબંધ મૂકાયો હતો. જોકે, આગામી દિવસોમાં સિંગાપોરમાં કેસ વધશે એવી ભીતિ પણ નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. સિંગાપોર સરકારે ફેબુ્રઆરી-૨૦૨૨થી કોવિડ વેક્સિન સર્ટિફિકેટ ફરજિયાત બનાવી દીધું છે. બધા જ પ્રકારના વિઝા માટે વેક્સિન લેવી જરૃરી બની જશે.
બ્રિટિશ નિષ્ણાતોએ કહ્યું હતું કે કોરોનાની નવી લહેરમાં મૃત્યુઆંક સદનસીબે ઓછો છે તેની પાછળ એસ્ટ્રાજેનેકાની રસી જવાબદાર છે. રસી લેવાના કારણે મોટાભાગના લોકોને કોરોના થવા છતાં રક્ષણ મળે છે. યુરોપિયન દેશોની સરખામણીએ બ્રિટનમાં કોરોનાના કારણે મૃત્યુ આંક નીચો છે તે પાછળ એસ્ટ્રાજેનેકાની રસી કારણભૂત છે એવું બ્રિટનની વેક્સિન ટાસ્ક ફોર્સના પૂર્વ ચેરમેન ડો. ક્લિવ ડિક્ષે કહ્યું હતું.
ઈઝરાયેલે કોરોનાથી લોકોનું રક્ષણ થાય તે માટે વેક્સિનના ચોથા ડોઝનું ટ્રાયલ શરૃ કર્યું છે. જે ૧૫૦ લોકોએ ઓગસ્ટમાં ત્રીજો ડોઝ લીધો હતો તેમને ચોથો ડોઝ આપવામાં આવ્યો હતો.
સીએટલથી શાંઘાઈ જઈ રહેલી ફ્લાઈટ લેન્ડિંગ કર્યા વગર જ અધવચ્ચેથી પાછી આવી ગઈ હતી. કોરોનાના કડક નિયમોના કારણે ડેલ્ટા એરલાઈન્સની ફ્લાઈટ અધવચ્ચેથી શાંઘાઈ ગયા વગર પાછી ફરી હતી. તેના કારણે અસંખ્ય મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી.
કોરોના સામેની લાંબી લડાઈ પછી હવે ઓમિક્રોનના કારણે ફરીથી દુનિયાભરના દેશોની ચિંતા વધી છે. એમાં પણ નવા વર્ષની ઉજવણીના કારણે દુનિયામાં કોરોનાનું સંક્રમણ વધશે એવી ચિંતા વ્યક્ત થઈ રહી છે. મોટાભાગના દેશોએ લોકોને સાવધાન રહેવાની ભલામણ કરી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે