ઓમિક્રોનના જોખમ વચ્ચે ભારતીયો માટે માઠા સમાચાર: આટલા દિવસ બાદ કોવિશીલ્ડની અસર થઈ રહી છે ઓછી - સ્ટડી
નવી દિલ્હી, તા. 22 ડિસેમ્બર 2021 બુધવાર
ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે એક મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે વેક્સિનથી મળતી સુરક્ષા કેટલી પ્રભાવી છે. હવે વેક્સિન પર લેંસેટની ચોંકાવનારી સ્ટડી સામે આવી છે. સ્ટડી અનુસાર ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સિનથી મળતી સુરક્ષા બે ડોઝ લેવાના ત્રણ મહિના બાદ ઓછી થઈ જાય છે. ભારતમાં મોટાભાગના લોકોને એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ વેક્સિન લાગેલી છે. આ માટે શોધકર્તાઓએ બ્રાઝિલ અને સ્કૉટલેન્ડના ડેટાનુ વિશ્લેષણ કર્યુ. સ્ટડીના પરિણામ જણાવે છે કે એસ્ટ્રાજેનેકાની વેક્સિન લગાવનારને ગંભીર બીમારીથી સુરક્ષા બનાવી રાખવા માટે બૂસ્ટર લેવાની જરૂર છે.
આ સ્ટડી એસ્ટ્રાજેનેકાની વેક્સિન લઈ ચૂકેલા સ્કોટલેન્ડના 20 લાખ લોકો અને બ્રાઝિલના 4.2 કરોડ લોકો પર કરવામાં આવેલા સંશોધન પર આધારિત છે. શોધકર્તાઓએ કહ્યુ કે સ્કોટલેન્ડમાં બીજો ડોઝ લેવાના બે અઠવાડિયા બાદની તુલનામાં ડોઝ લેવાના 5 મહિના બાદ હોસ્પિટલમાં દાખલ કે કોરોનાથી મરનારની સંખ્યામાં લગભગ પાંચ ગણી વૃદ્ધિ થઈ હતી. તેમણે કહ્યુ કે વેક્સિનની પ્રભાવશીલતામાં લગભગ ત્રણ મહિના બાદ જ ઘટાડો જોવા મળ્યો છે. બીજા ડોઝના બે સપ્તાહ બાદની તુલનામાં ત્રણ મહિના બાદ હોસ્પિટલમાં દાખલ હોવા અને મોતનુ જોખમ બેગણુ થઈ જાય છે. સ્કોટલેન્ડ અને બ્રાઝિલના શોધકર્તાઓએ જાણ્યુ કે વેક્સિનનો બીજો ડોઝ લેવાના ચાર મહિના બાદ આની અસર ઓછી થઈ જાય છે અને શરૂઆતી સુરક્ષાની તુલનામાં હોસ્પિટલમાં દાખલ હોવા અને મોતનુ જોખમ લગભગ ત્રણ ગણુ વધી જાય છે. તેમણે કહ્યુ કે બ્રાઝિલમાં પણ આ રીતનો આંકડો જોવા મળ્યો છે.
બ્રિટનના એડિનબર્ગ યુનિવર્સિટીના પ્રોફેસરે કહ્યુ, મહામારી સામે લડવામાં વેક્સિન ઘણી જરૂરી છે પરંતુ તેની પ્રભાવશીલતામાં ઘટાડો ચિંતાનો વિષય છે. ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સિનની પ્રભાવશીલતામાં પહેલીવાર ઘટાડો ક્યારે શરૂ થાય છે. તેની ઓળખ કરવા, બૂસ્ટર પ્રોગ્રામ તૈયાર કરવો જોઈએ જેથી મોટાભાગની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી શકે. શોધકર્તાઓ અનુસાર વેક્સિનની પ્રભાવશીલતા ઓછી થવાની અસર નવા વેરિઅન્ટ પર પણ પડવાની સંભાવના છે.
Comments
Post a Comment