આજે અટલ બિહારી વાજપેયીની 97મી જયંતી, રાષ્ટ્રપતિ-વડાપ્રધાને સ્મૃતિ સ્થળ પહોંચીને આપી શ્રદ્ધાંજલિ
- સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, લોકસભા સ્પીકર ઓમ બિરલા, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત અનેક વરિષ્ઠ મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા
નવી દિલ્હી, તા. 25 ડિસેમ્બર, 2021, શનિવાર
ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની આજે 97મી જયંતી છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે અટલ બિહારી વાજપેયીના સ્મારક સ્થળ 'સદૈવ અટલ' પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
दिल्ली: राष्ट्रपति रामनाथ कोविंद और प्रधानमंत्री नरेंद्र मोदी ने पूर्व प्रधानमंत्री अटल बिहारी वाजपेयी की जयंती पर सदैव अटल समाधि स्थल पर उन्हें पुष्पांजलि दी। pic.twitter.com/iLI3IjU5Vo
— ANI_HindiNews (@AHindinews) December 25, 2021
આ દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, લોકસભા સ્પીકર ઓમ બિરલા, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત અનેક વરિષ્ઠ મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ તેમના સ્મારક સ્થળે પુષ્પ અર્પિત કરીને પૂર્વ વડાપ્રધાનને યાદ કર્યા હતા.
#WATCH दिल्ली: राष्ट्रपति रामनाथ कोविंद, प्रधानमंत्री नरेंद्र मोदी, गृह मंत्री अमित शाह और भाजपा के राष्ट्रीय अध्यक्ष जे.पी.नड्डा ने पूर्व प्रधानमंत्री अटल बिहारी वाजपेयी की जयंती पर सदैव अटल समाधि स्थल पर आयोजित प्रार्थना सभा में हिस्सा लिया। (सोर्स: डीडी) pic.twitter.com/IdtfSUkkht
— ANI_HindiNews (@AHindinews) December 25, 2021
Comments
Post a Comment