સપાના નેતાઓને ત્યાં આઈટી વિભાગની રેડમાં 68 કરોડનુ બિનહિસાબી નાણું પકડાયુ


લખનૌ, તા. 22. નવેમ્બર 2021 બુધવાર

સમાજવાદી પાર્ટીના નેતાઓને ત્યાં તાજેતરમાં પડેલી આઈટી વિભાગની રેડ પર અખિલેશ યાદવે અને વિરોધ પક્ષોએ કેન્દ્ર સરકાર પર રાજકીય અદાવતના આરોપ લગાવ્યા હતા.

જોકે હવે એવો ખુલાસો થયો છે કે, આ દરોડામાં 68 કરોડ રુપિયાનુ બિન હિસાબી નાણુ પકડાયુ છે.નાણા મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યા પ્રમાણે લખનૌ, મેનપુર, કોલકાતા,બેંગ્લોર અને એનસીઆરના 30 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

આઈટી વિભાગ દ્વારા 18 ડિસેમ્બરે મઉમાં રાજીવ રાય, મૈનપુરમાં મનોજ યાદવ અ્ને લખનૌમાં જૈનેન્દ્ર યાદવના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ.આ સિવાય કોલકાતાના એક ઓપરેટરના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

ઈનકમટેક્સ વિભાગનુ કહેવુ છે કે, બાંધકામ ઉદ્યોગમાં સામેલ કંપનીઓ દ્વારા કરોડો રુપિયાનો બોગસ ખર્ચ બતાવવામાં આવ્યો છે.તેમની પાસેથી ખાલી બિલ બુક, સ્ટેમ્પ જેવા દસ્તાવેજો મળ્યા છે.જેને જપ્ત કરી દેવામાં આવ્યા છે.

કન્સટ્રક્શન કંપનીના ડાયરેકટરો પાસે 86 કરોડ રુપિયાની અઘોષિત આવકની જાણકારી મળી છે.જેમાંથી 68 કરોડની વાત કંપનીના માલિકે પણ કબૂલી છે.કેટલાક વર્ષોમાં જ કંપનીનુ ટર્ન ઓવર 150 કરોડ રુપિયા પર પહોંચી ગયુ હતુ.આવુ કેવી રીતે થયુ તેના પૂરાવા કંપનીના સંચાલકો દ્વારા આપી શકાયા નથી.

બીજી તરફ કોલકાતાના એક એન્ટ્રી ઓપરેટરને ત્યાં પડેલા દરોડામાં ખબર પડી છે કે, આ કંપનીઓની મદદ માટે તેણે ઘણી શેલ કંપનીઓ ખોલી હતી.જેમાં 408 કરોડ રુપિયાના બોગસ શેરની એન્ટ્રી હતી અને આ કંપનીઓ થકી 154 કરોડ રુપિયાની બોગસ લોન આપવામાં આવી છે.આ ઓપરેટરે કંપનીઓ પાસેથી કમિશન પેટે પાંચ કરોડ રુપિયા મળ્યા હોવાનુ પણ કહ્યુ છે.

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રિય સચિવ રાજીવ રાયની બેંગ્લોરમાં મેડિકલ કોલેજ છે.જ્યાં પણ આવકવેરા વિભાગે દરોડો પાડ્યો હતો.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો