દિલ્હીના વાત : ટ્રિપલ તલાકના કોઇ જ અસર દેખાતી નથી


ટ્રિપલ તલાકના કોઇ જ અસર દેખાતી નથી

નવી દિલ્હી,તા. 29 ઓગસ્ટ 2019, ગુરુવાર

જો મોદી સરકારને એમ લાગતું હોય કે તેમનાઅતિ પ્રિય પગલાં  જેને રાષ્ટ્રપતિએ પહેલી ઓગસ્ટે મંજૂર કરેલે  તે  ટ્રીપલ તલાક મધ્યકાલીન યુગની પ્રથાનો અંત આણશે તો તેમણે એ અંગે ફરીથી વિચાર કરવો પડશે. આશ્ચર્યજનક વાત એ છે કે આ રીતે તલાક આપવા માટે અપરાધ ગણવાના નવા કાયદા હેઠળ તલાક આપનારાઓ સામે કોઇ જ કેસ દાખલ કરાતો નથી.બલકે તેમની સામે દહેજ પીડા અને ઘરેલું હિમસા નો કેસ કરાય છે. એનું કારણ એ છે કે હજુ સુધી અનેક રાજ્યોમાં આ મતલબનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું જ નથી. અનેક રાજ્યોમાંથી ટ્રિપલ તલાકના કિસ્સા સાંભળવા મળે છે. ઉત્તર પ્રદેશ એકલામાં જ ૨૧ કેસ નોંધાયા હતા.હવેે સૌની નજર સુપ્રીમ કોર્ટ પર છે જ્યાં નવા કાયદાની માન્યતાને તપાસવામાં આવી રહી છે.

ગૃહ મંત્રી અમીત શાહે ભલે આમ કહ્યું હોય કે કલમ ૩૭૦ અને ૩૫ એ નાબુદ કરી તેના ભાગલા પાડી દીધા હોય અને કલમ ૩૭૧ને  સ્પર્શ પણ નહીં કરાય, પરંતુ એવા સંક્તો મળી રહ્યા છે કે  કલમ ૩૭૧ અંગે સિક્કીમમાં પણ મુંઝવણ પ્રવર્તે છે.કાશ્મીરની જેમ સિક્કી માટે પણ ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૨ છે જ જે સિક્કીમ સિવાયના લોકોને  રાજ્યમાં જમીન ખરીદતા અટકાવે છે.સૂત્રો મુજબ સિક્કીમના લોકોને ડર છે કે  તેમના રાજ્યમાં પણ ભાજપનો પગપેસારો થતાં ૩૭૧ને નાબુદ કરાશે.જો કે ૩૨ બેઠકોની વિધાનસભામાં એક પણ સભ્ય ભાજપનો નથી, છતાં  સિક્કીમ ડેમોક્રેટિક ફ્રન્ટના દસ સભ્યો ભાજપમાં જોડાતા તે મુખ્ય વિરોધ પક્ષ બન્યું છે. એસડીએફ અને એચસીએફ જેવા વિરોધ પક્ષો કલમ ૩૭૧ને નાબુદ કરવાનો વિરોધ કરી રહ્યા છે અને કહે છે કે સિક્કીમ ૧૯૭૫માં ભારતમાં જોડાયો ત્યાર બાદથી શાંત રાજ્ય રહ્યું છે.

એડિટર્સ ગિલ્ડ અને  પ્રેસ કાઉન્સિલ ઓફ  ઇન્ડિયા વચ્ચે ટસલ

માધ્યમો માટેની બંને સંસ્થાઓ વચ્ચે હાલમાં ટસલ ચાલી રહી છે.જમ્મુ-કાશ્મીરમાં અખબારો અને માધ્યમો પર પ્રતિબંધ લાદવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે પ્રેસ કાઉન્સિલ સુપ્રીમ કોર્ટ અરજી કરતાં ગિલ્ડ નારાજ થયું હતું.તેણે કહ્યું હતું કે કેટલી અફસોસ જનક વાત છે કે  માધ્યમો માટેની સંસ્થા પ્રહરી પ્રતિબંધની તરફેણમાં દલીલો કરે છે. પરંતુ કાઉન્સિલનના ચેરમેન સી.કે. પ્રસાદે એમ કહીને તેનો જવાબ આપ્યો હતો કે કાશ્મીર ટાઇમ્સના તંત્રી દ્વારા કરવામાં આવેલી અરજી પર કાઉન્સિલની દખલગીરી સારી નથી.કાઉન્સિલે કલમ નાબુદીને ટેકો આપ્યો હતો.

જસ્ટિસ ગૌરની નિમણુકથી કોંગ્રેસ ખફા કેમ?  

એવા સંક્તો મળી રહ્યા છે કે પૂર્વ નાણા મંત્રી ચિદમ્બરમને જામીન નહીં આપનાર જસ્ટિસ ગૌર ૨૨ ઓગસ્ટે દિલ્હી હાઇકોર્ટમાંથી નિવૃત્ત થાય તેના બે દિવસ પહેલાં તેમને પીએમએલએ એપેલેટ ટ્રીબ્યુનલના ચેરમેન નિમવામાં આવ્યા હતા.પરંતુ કોંગ્રેસ એનાથી ખૂબ અપસેટ છે.' આ નિર્ણયથી આખો દેશ સ્તબ્ધ છે'એમ કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું. પરંતુ રસપ્રદ વાત એ છે કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્યોને સંડોવતા  નેશનલ હેરાલ્ડ કેસમાં ૨૦૧૫માં કોંગ્રેસ ઇચ્છતી હતી કે જસ્ટિસ ગૌર જ આ કેસ ચલાવે.

ત્રણ એ પાકિસ્તાનમાંથી ક્યારે દૂર નહીં થાય

પાકિસ્તાન સૈન્ય પાક.ના રાજકારણમાં સક્રિય થઇ રહી છે એવા અમેરિકી કોંગ્રેસના છેલ્લા અહેવાલને  પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન માટે મોટી પીછેહટ માનવામાં આવી રહ્યું છે. પાક.ના પૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોએ એક વાર કહ્યું હતું કે પાકિસ્તાનમાંથી ત્રણ 'એ'ક્યારે પણ દૂર નહીં થાય. આ ત્રણ એ એટલે અલ્લાહ, અમેરિકા અને આર્મી.

- ઇન્દર  સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો