ભાજપ અને બજરંબ દળને ફંડ ISI પાસેથી મળે છે: દિગ્વિજય સિંહ
નવી દિલ્હી, તા. 1 સપ્ટેમ્બર 2019, રવિવાર
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ અવાર-નવાર પોતાના નિવેદનના કારણે ચર્ચામાં રહેતા હોય છે. દિગ્વિજય સિંહે એક વખત ફરી BJP અને બજરંગ દળ પર મોટું નિવેદન આપ્યું છે. સિંહે કહ્યું કે મુસલમાનોથી વધારે ગેર-મુસલમાન ISI માટે જાસૂસી કરે છે. આની સાથે જ દિગ્વિજય સિંહે BJP અને બજરંગ દળ પર પાકિસ્તાની એજન્સી ISI પાસેથી રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે, પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ISI માટે મુસલમાન ઓછા અને ગેર-મુસલમાન વધારે જાસૂસી કરી રહ્યા છે. એમણે બજરંગ દળ અને ભાજપ પર ISIથી રૂપિયા લેવાનો આરોપ પણ લગાવ્યો છે.
એમણે કહ્યું ભાજપ અને બજરંગ દળ ISI પાસેથી રૂપિયા લઇ રહ્યા છે, એમના પર થોડું ધ્યાન આપો. દિગ્વિજય સિંહે દેશની ખરાબ અર્થવ્યવ્સ્થાને લઇને મોદી સરકારને પણ હાડે હાથ લીધી છે. એમણે કહ્યું કે, મોદી સરકારમાં અર્થવ્યવસ્થા બગડી રહી છે, નોકરીઓ નથી, પોતાના નુકશાનની ભરપાય કરવા માટે આરબીઆઈ છે, મોદીની તમામ ચર્ચા છોડીને અર્થવ્યવસ્થા પર ધ્યાન આપવું જોઈએ.
Comments
Post a Comment