જૈશ એ મુહમ્મદ રોહિંગ્યા મુસ્લિમોને ભડકાવે છે: ગુપ્તચર ખાતાએ કેન્દ્ર સરકારને માહિતી આપી

નવી દિલ્હી, તા. 27 ઓગસ્ટ 2019 મંગળવાર

પાકિસ્તાનમાં વડું મથક ધરાવતી આતંકવાદી સંસ્થા જૈશ એ મુહમ્મદ હાલ બાંગ્લાદેશમાં રોહિંગ્યા મુસ્લિમોને  ભારત વિરોધી ભડકાવીને આતંકવાદી તાલીમ આપી રહ્યું હોવાની ચોંકાવનારી માહિતી ગુપ્તચર ખાતાએ કેન્દ્રના ગૃહ ખાતાને આપી હતી.

બાંગ્લાદેશના હરિનમારા પહાડી વિસ્તારમાં આતંકવાદી તાલીમ શિબિર ચાલી રહી છે. બાંગ્લાદેશના કોક્સ બજાર વિસ્તારમાં અત્યારે હજ્જારો રોહિંગ્યા 

શરણાર્થીઓ ડેરાતંબુ નાખીને પડ્યા છે. જૈશનો કમાન્ડર સાબિર અહમદ હાલ કોક્સ બાજાર વિસ્તારમાં છે અને રોહિંગ્યા મુસ્લિમોને ભારત વિરોધી ભડકાવી રહ્યો છે. 

સાબિરને પાકિસ્તાનની બદનામ આઇએસઆઇ ગુપ્તચતર સંસ્થાનં પીઠબળ છે. સાથોસાથ આઇએસઆઇ બાંગ્લાદેશમાં રહેલા સ્લીપર સેલને પણ ભારત સામે ઉશ્કેરી રહી છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન