દિલ્હીની વાત : શીખ યુવતીનુ ધર્માંતરણ કરતારપુર પ્રોજેક્ટ માટે અવરાધ
શીખ યુવતીનુ ધર્માંતરણ કરતારપુર પ્રોજેક્ટ માટે અવરાધ
નવી દિલ્હી,તા.૩૦ ઓગસ્ટ 2019, શુક્રવાર
પાકિસ્તાનના લાહોરમાં નાનકા સાહેબમાં એક શીખ ગ્રંથીની ૧૯ વર્ષની પુત્રી જગજીત કૌરનું અપહરણ અને પછી બળજબરીથી કરવામાં આવેલું ધર્માંતરણ ત્યાર પછી જમાત ઉદ દાવાના વડા હાફીઝ સઇદના પરિવારના એક યુવાન સાથે તેના લગ્ને ભારતના શીખ સમુદાયમાં બેચેની ઊભી કરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી એ યુવતી લાપતા હતા. કમનસીબે આ ઘટના એવા સમયે બની જ્યારે ભારત અને પાકિસ્તાન ૧૨ નવેમ્બર પહેલાં કરતારપુર કોરીડોરને પુરૂં કરવા પ્રયાસો કરી રહ્યા છે. જગજીત કૌરના ભાઇ મનમોહન સિંહે કહ્યું હતું કે આ ઘટનાની કરતારપુર કોરિડોર પર અવળી અસર પડી શકે છે. શીખ સમુદાયે નાનકા સાહેબ ખાતે વિરોધ પ્રદર્શન કર્યો હતો. પંજાબના મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહે પાક.ના વડા પ્રધાન ઇમરાન ખાનને સખ્ત પગલાં લેવા વિનંતી કરી હતી. ઉપરાંત શીખ સમુદાયે વિદેશ મંત્રી જયશંકરને પણ તેમના પાકિસ્તાની સમકક્ષ સાથે આ અંગે વાત કરવા વિનંતી કરી હતી.
બિહારી સાથે લગ્ન કરનારી બે કાશ્મીરી બહેનોની સમસ્યા
કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ને નાબુદ કર્યા પછી હરિયાણાના મુખ્ય પ્રધાન ખટ્ટર સહિત ભાજપના અનેક નેતાઓ કહેતા હતા કે હવે તમે નિરાંતે કાશ્મીરની ગોરી છોકરીઓ સાથે લગ્ન કરી શકશો. પરંતુ એક વાસ્વિકતાને તમે જાણો. પરવેઝ અને તબરેઝ નામના બે બિહારી ખેત મજુરો કોઇ અજાણી જગ્યાએ જઇ મુસ્લિમ રીતી અનુસાર બે કાશ્મીરી બહેનો સાથે લગ્ન કર્યા હતા. કોઇ પણ જાતના દબાણ વિના લગ્ન કરનાર પુખ્ત કાશ્મીરી યુવતીઓ એ માનતી હતી કે કાશ્મીર બહારના યુવાન સાથે લગ્ન કરી તેઓ સુખી થશે. તેમના વચ્ચે કોઇ જ કાયદાકીય નડતર નહીં હોય. પરંતુ ખરી મુશ્કેલી હવે જ શરૂ થઇ.
લગ્ન કરીને ૧૬ ઓગસ્ટના રોજ તેઓ બિહારના સુપોલ આવ્યા હતા. પરંતુ યુવતીઓના પિતાએ પોલીસમાં ફરીયાદ લખાવતા બિહાર પોલીસની મદદથી કાશ્મીર પોલીસે અપહરણના આરોપસર ે બિહારી યુવાનોની ધરપકડ કરી હતી.બંને બહેનોએ પોલીસને કહ્યું પણ હતું કે અમે અમારી મરજીથી લગ્ન કર્યા છે, પરંતુ કોર્ટે બંને યુવતીઓને કાશ્મીર પરત લઇ જવા ઓર્ડર કર્યો હતો. આમ હવે લોકો એમ વિચારે છે કે કાયદાને સ્પષ્ટ કરવાની જરૂર છે અને કલમ ૩૭૦ નાબુદ કરતા તેની કેવી અસરો પડી શકે છે તે જોવાની પણ તાતી જરૂર છે કે જેથી ભવિષ્યમાં અન્ય કોઇ આવી ગુચવઁણનો ભોગ ના બને. આમ ૩૭૦ કલમના ભોગ બિન કાશ્મીર યુવાનો જ બન્યા છે.
પ્રજ્ઞાા ઠાકુર પર લગામ લગાવવાની જરૂર
ભાજપની ભોપાલની સાંસદ પ્રજ્ઞાા ઠાકુરને વડા પ્રધાન મોદી સહિત અન્ય નેતાઓએ અનેક વખતે વિવાદાસ્પદ નિવેદનો નહીં કરવા મોવડી મંડળે ઠપકો આપ્યો હતો. હવે સ્થિતિ એવી ઊભી થઇ છે કે પ્રજ્ઞાા પક્ષમાં જ એકલી પડી ગઇ છે અને ભાજપે તેને જાહેરમાં કંઇ પણ નહીં બોલવા આદેશ કર્યો હતો. હમણા છેલ્લે છેલ્લે તેમણે ભાજપના નેતાઓના મોત પર એવી વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી કે વિરોધ પક્ષોએ જેટલી અને સુષમા સ્વરાજ તેમજ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી બાબુલાલ ગૌર સહિત ભાજપના નેતાઓને મારવા કાળો જાદુ કર્યો હતો. આમ પ્રજ્ઞાાએ ફરી વિવાદનો મધપુડો છંછેડયો હતો.
જનરલ ક્લેર દિલ્હીથી જયપુર સાયકલ પર જશે
ભારતીય સેનાના વરિષ્ઠ નેતાઓ પૈકીના એક જનરલ આલોક ક્લેર સેનાના દક્ષિણ કમાન્ડનો હવાલો લેવા દિલ્હીથી ૨૭૦ કિમી સાયકલ ચલાવી જયપુર જશે. હાલમાં તેઓ મિલિટ્રી ટ્રેનિંગ ડાયરેકટરેટમાં છે.તેમની સાથે તેમના બે પુત્રો આઇમન અને અરમાન પણ સાયકલ ચલાવીને જયપુર જશે. લગભગ ૧૪ કલાકમાં તેઓ જયપુર પહોંચશે.
શશી થરૂરનો ખુલાસો
વડા પ્રધાન મોદીની પ્રશંસા કરવા બદલ કેરળ કોંગ્રેસે નોટસી ફટકારતા કોંગ્રેસના નેતા શશી થરૂરે કેરળ એકમના વડાને ઇમેલ કરી ખુલાસો કર્યો હતો. થરૂરે લખ્યું હતું કે તેમણે મોદીની પ્રશંસા કરી છે તેવા અનેક મેલ મળતા હું મુંઝાઇ ગયો હતો. મારી વાતને ખોટી રીતે રજૂ કરાઇ હતી. ખરેખર તો તેમણે જયરામ રમેશ અને અભિષેક મનુ સિંઘવીની ટ્વિટ પર જવાબ લખ્યો હતો. છતાં હું મારા નિવેદન પર ્અડગ છું અને કહું છું કે સારા કામની પ્રશંસા કરવીજ જોઇએ. જો કે કોંગ્રેસે આ અંગે કોઇ જ પ્રતિક્રિયા વ્યક્ત કરી ન હતી.
ઇન્દર સાહની
Comments
Post a Comment