ધૂળેની કેમિકલ કંપનીમાં વિસ્ફોટ : 13ના મોત, 65 ઘાયલ


ધડાકાને લીધે આસપાસના ઘરો ખાલી કરાવવામાં આવ્યા

ઘટનાના સમયે ફેક્ટરીમાં ઓછામાં ઓછા 100 કામદારો હતા

એક જ સ્થળે મોટા પ્રમાણમાં નાઈટ્રોજન ગેસ સિલિન્ડર અને કેમિકલ રાખવાથી સર્જાયેલી દુર્ઘટના

કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા ઘટના સ્થળની આસપાસ મોટા પ્રમાણમાં પોલીસ તૈનાત

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 31 ઓગસ્ટ, 2019, શનિવાર

ધૂળેના શિરપૂરમાં આજે સવારે કેમિકલ કંપનીમાં જોરદાર સ્ફોટ થતા 13 જણ મોતને ભેટયા હતા. મૃતકમાં મહિલા અને બાળકનો સમાવેશ છે. જ્યારે અંદાજે 65 જણ જખમી થયા હતા. ઇજાગ્રસ્તમાંથી અમ ૂકની હાલત ગંભીર છે.

આ બનાવમાં મૃતકની સંખ્યા વધી શકે છે. સ્ફોટનો અવાજ અંદાજે 15 કિલોમીટર સુધી સંભળાયો હતો. પોલીસ, અગ્નિશામક દળના જવાનો, એનડીઆરએફની ટીમ બચાવ કામગિરી હાથધરી હતી. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

શોર્ટ સર્કિટને લીધે આ ઘટના બની હોવાનું કહેવાય છે. પોલીસે મામલાની નોંધ લઇ વધુ તપાસ આધરી છે. બીજી તરફ સુરક્ષાના પગલે આસપાસની ઘર ખાલી કરવામાં આવ્યા છે. સ્ફોટના લીધે ભેંસ અને અન્ય જાનવરના પણ મોત થયા હતા, એમ પોલીસે કહ્યું હતું. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રત્યેક મૃતકના પરિવારને પાંચ લાખ રૂપિયાની મદદ જાહેર કરી હતી. 

શિરપૂર પોલીસ સ્ટેશનના પીએસઆઇ કિરણે જણાવ્યું હતું કે 'ધૂળેના શિરપૂર ખાતે વાઘાડી ગામમાં રૂમીત કોમિસિંઘ કેમિકલ કંપની છે. આ કંપનીમાં દવા બનાવવામાં આવે છે અહીં આજે સવારે અંદાજે 9.45 વાગ્યે કર્મચારીઓ કામમાં મશગૂલ હતા. ત્યારે કંપનીમાં સ્ફોટ થયો હતો. ધડાકાને લીધે લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.

કંપનીમાં સ્ફોટ બાદ આગ ભભૂકી હતી. આ ઘટનામાં કંપનીમાં કામ કરતા કર્મચારીઓએ જીવ ગુમાવ્યો હતો. સ્ફોટના લીધે આસપાસના ખેતરમાં મજૂરો અને કંપનીના કર્મચારીને ઇજા થઇ હતી. કંપનીની નજીકના ઘરમાં તિરાડ પડી ગઇ હતી. લોકો જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતાં. 

આ બનાવની જાણ થતા પોલીસ, ફાયરબ્રિગેડ, એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. શિરપૂર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શિવાજી બુધવંતે જણાવ્યું હતું કે ફાયરબ્રિગેડે કલાકો બાદ સાંજે આગ પર કાબૂ મેળવી લીધો હતો. સ્ફોટના કારણે કંપનીનો અમૂક હિસ્સો તૂટી પડયો હતો. ઇજાગ્રસ્ત અને મૃતકને બહાર કાઢીને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. 

દરમિયાનમાં આ ગમખ્વાર ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને  મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પાંચ-પાંચ લાખ રૂપિયાની આર્થિક મદદ જાહેર કરી છે.

રસાયણ કારખાનામાં થયેલા ભીષણ વિસ્ફોટના લીધે શિરપૂર શહેર સહિત આજુબાજુના ગામ હચમચી ગયા હતા. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ધૂળેના કારખાનામાં થયેલા વિસ્ફોટ ઘટના બદલ દુ:ખ વ્યક્ત કર્યુંહતું.તેમજ મૃતકના પરિવારજનોની પાંચ લાખ રૂપિયાની મદદ અપાશે એવું ટ્વિટ તેમણે કર્યું હતું.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો