અસમ: NRCની અંતિમ લિસ્ટમાંથી 19 લાખ બહાર, 144 લાગુ

દિસપુર, તા. 31 ઓગસ્ટ 2019 શનિવાર

અસમમાં આજે નેશન સિટિજન રજિસ્ટર એટલે કે NRCની અંતિમ યાદી જારી કરી દેવાઈ છે. NRCની સ્ટેટ કો-ઑર્ડિનેટર પ્રતીક હજેલાએ જાણકારી આપી છે કે NRCની યાદીમાં 3.11 કરોડ (3,11,21,004) લોકોને સામેલ કરવામાં આવ્યા છે જ્યારે યાદીમાંથી 19 લાખ (19,06,657) લોકોને બહાર રાખવામાં આવ્યા છે. તે અનુસાર આ લોકોએ પોતાના ક્લેમ આપ્યા નથી. આ લોકો હવે ફૉરેન ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકે છે. 

આ ફાઈનલ યાદીના લગભગ 40 લાખ લોકોના ભવિષ્ય નક્કી નથી. જોકે જેનું નામ આ યાદીમાં સામેલ નથી, તે ફૉરેન ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકે છે. અસમમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. અસમની રાજધાની ગુવાહાટી સહિત રાજ્યના કેટલાક અન્ય સંવેદનશીલ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે.

અસમમાં 3 કરોડ 29 લાખ લોકોએ NRCમાં નામ સામેલ કરવાનું આવેદન કર્યુ હતુ પરંતુ ગત વર્ષે જારી ડ્રાફ્ટ લિસ્ટમાં આમાંથી માત્ર 2 કરોડ 90 લાખ લોકોના નામ જ સામેલ કરવામાં આવ્યા હતા કેમ કે બાકીના લગભગ 40 લાખ લોકો પોતાની નાગરિકતા સાબિત કરનારા કોઈ દસ્તાવેજ આપી શક્યા નથી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો