દિલ્હીની વાત : કેન્દ્રના બંને પગલાં પર લટકતી તલવાર
કેન્દ્રના બંને પગલાં પર લટકતી તલવાર
નવી દિલ્હી,તા.31 ઓગસ્ટ 2019, શનિવાર
જમ્મુ-કાશ્મીરનો દાયકા જુનો ખાસ દરજ્જો આપતો કાયદો નાબુદ કર્યાના સપ્તાહો પછી કેન્દ્ર સરકારેએનઆરસી યાદી આજે જાહેર કરી જેમાં ૧૯ લાખ લોકોના નામ જ નથી. પરંતુ મોદી સરાકરના બંને પગલાં પર તલવાર એટલા માટે લટકે છે કે તેને કોર્ટમાં ચેલેન્જ કરાશે.
એક તો યાદી જાહેર કર્યાના થોડા સમયમાંજ વેબસાઇટ ક્રેશ થઇ જેમાં જેમનો સમાવેશ કરાયો હતો તે અને જેમને બાકાત રાખવામાં આવ્યા હતા તેમના નામ પણ નહતા. સરકારેને ફોરેનર્સ ટ્રીબ્યુનલની મુદ્દત ૬૦ થી વધારી ૧૨૦ દિવસની કરવાની ફરજ પડી હતી.વધુ નોંધનીય બાબત એ છે કે ખૂદ આસામની ભાજપની સરકાર પણ મુંઝવણમાં છે.
મુખ્ય મંત્રી સર્વાનંદ સોનોવલને આશા છે કે કેન્દ્ર સરકાર કંઇ નવો ઉકેલ લઇને આવશે અને યાદીમાં સ્થાન મેળવી શકેલા વિદેશીઓને બહા કાડશે જ.ભાજપના અનેક નેતાઓએ બળાપો કાઢ્યો હતો કે બંગાળી ભાષી હજારો હિન્દુઓ યાદીમાંથી બાકાત રખાયા હતા. આસામના વરિષ્ઠ મંત્રી ભાજપના હેમંતા બિશ્વાસ સરમો કહ્યું હતું કે આ યાદીનીે આસામી સમાજ માટે લાલ પત્ર તરીકે ના જોવી જોઇએ.તેમને બહુ આશા નથી કે આ યાદીના સહારે વિદેશીઓથી પીછો છોડાવી શકાશે. પૂર્વ મુખ્ય પ્રધાન તરૂણ ગોગોઇએ પણ કહ્યું હતું કે મોટી સંખ્યામાં ભારતીયોને બાકાત કરાયા હતા.
ઉર્મીલા માંતોડકરે પણ કાશ્મીર મુદ્દ કેન્દ્રની ટીકા કરી
કાશ્મીરમાં કલમ ૩૭૦ નાબુદ કરતા ફિલ્મ અભિનેત્રી-રાજકારણી ઉર્મીલા માતોંડકરે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી.'મારા પતિ મોહસીન અખ્તર મીર અને હું છેલ્લા ૨૩ દિવસોથી તેમના માતા પિતા સાથે વાત પણ કરી શકતા નથી.તેમના માતા-પિતા ડાયાબિટીસથી અને બ્લડ પ્રેશરથી પીડાય છે.
એનઆઇએ દિલ્હીના ડોકટરને પણ ના છોડયા
દિલ્હીના એક કાર્ડીઓલોજીસ્ટ અને દેશના જાણીતા ડોકટર ઉપેન્દ્ર કૌલની નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ અર્ધા કલાક સુધી પૂછપરછ કરી હતી. કારણ એ હતું કે એનઆઇએ એ જેકેએલએફના નેતા યાસીમ મલિકના એક ટેકસ્ટ મેસેજનો અર્થઘટન ખોટું કર્યું હતું. પદ્મશ્રી એવોડ વિજેતા ડો. કૌલે એક વાર મલિકની સારવાર કરી હતી જેમાં રૂપિયા ૨.૭૮નો ઉલ્લેખ હતો. એનઆઇએ વાળા એમ સમજ્યા કે રૂપિયા ૨.૭૮ કરોડ હવાલાથી ટ્રાન્સફર કરાયા હતા. પરંતુ આ સમાચારની બીજી બાજુ એ છે કે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં આ વાતને એ રીતે જોવામાં આવે છે કે ડો.કૌલે કલમ ૩૭૦ નાબુદ કરવાના કેન્દ્રના નિર્ણયની ટીકા કરી હતી એટલા માટે તેમને દબાણમાં લેવામાં આવ્યા હતા.'પૈસા તબ્દીલી અંગે મારી પાસે જે માહિતી હતી તેને લઇને આવવા માટે મને કહેવામાં આવ્યું હતું'એમ ડો.કૌલે કહ્યું હતું. ત્યાર પછી એનઆઇએની એમ કહીને ટીકા કરવામાં આવે છે કે એનઆઇએ પહેલાં હોમવર્ક કરવાની જરૂર હતી,
લખનઉનો વિદ્યાર્થી ચંદ્રયાનની લેન્ડિંગ જોવા પસંદ થયો
લખનઉની દિલ્હી પબ્લીક સ્કુલની વિદ્યાર્થી રાશમી વર્મા સાતમી સપ્ટેમ્બરે વડા પ્રધાન મોદી સાથે બેંગલુરૂમાં ચંદ્રની સપાટી પર ચંદ્રયાનને ઉતરતો જોવા માટે પસંદ કરાઇ હતી.ઓનલાઇન ક્વીઝના આધારે તેની પસંદગી કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશમાંથી પસંદ થયેલા બીજા વિદ્યારથીનું નામ જાણી શકાયું નહતું. રશ્મીએ કહ્યુ હતુ કે તે ખૂબ જ ઉત્સાહી છે અને તક મળશે તો મોદી સાથે વાત પણ કરશે. તેને આઇએએસ અધિકારી બનવું છે.
કાશ્મીરનો મુખ્ય નાયક રાજીવ ગૌબા
આર.કે. સિંહાની નિવૃત્તિ પછી ગઇ કાલે નવા કેબિનેટ સચિવનો પદભાર ંસંભાળનાર ઝારખંડ કેડરના આઇએએસ રાજીવ ગૌબા કેન્દ્રના કાશ્મીર અંગેના નિર્ણય પર અમલ કરાવનાર મુખ્ય નાયક હતો. આ કાયદાના સરળ અને સાદા અમલ માટે જ એમને જ ક્રેડિટ અપાય છે.એક નાનકડી ટીમ સાથે તેમણે બંધારણ અને કાનુની પાસાઓને સ્વરૂપ આપ્યો હતો.
- ઇન્દર સાહની
Comments
Post a Comment