આરબીઆઈને ખાલસા કરી, દેશ આર્થિક કટોકટીના પંથે : કોંગ્રેસ


સરકારનો નિર્ણય ગોળીથી થયેલી ઇજા પર પાટાપિંડી જેવો, સરકારે આરબીઆઈમાંથી ચોરી કરી પણ અર્થતંત્રને કોઇ ફાયદો નહીં થાય : રાહુલનો આક્ષેપ 

નવી દિલ્હી, તા. 27 ઓગસ્ટ, 2019, મંગળવાર

રિઝર્વ બેંક દ્વારા સરકારને મોટી અનામત રકમ આપવાના નિર્ણયની કડક ટીકા કરતા કોંગ્રેસે જણાવ્યું છે કે મોદી સરકારે દેશને આિર્થક ઇમરજન્સીમાં ધકેલી દીધું છે. કોંગ્રેસ નેતા આનંદ શર્માએ મંગળવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે સરકારના દબાણમાં રિઝર્વ બેંકે પોતાની સરહદ ક્રોસ કરી છે અને તેનું પરિણામ ભયાનક આવી શકે છે.

કોંગ્રેસે આૃર્થતંત્રની સિૃથતિ પર એક સપ્તાહની અંદર શ્વેતપત્ર લાવવાની માગ કરી છે.  આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરબીઆઇ પાસેથી આટલી મોટી રકમ  લેવાના સરકારના નિર્ણયની ટીકા કરી હતી.

રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે પોતાના હાથે સર્જેલા ઐાિર્થક સંક્ટમાં વડાપ્રધાન અને નાણા પ્રધાન ફસાઇ ગયા છે અને તેમને બહાર નીકળવાનો માર્ગ દેખાઇ રહ્યો નથી.

 તેમણે સરકાર પર આરબીઆઇમાંથી નાણા ચોરી કરવાનો આરોપ મૂક્યો છે. રાહુલે જણાવ્યું છે કે સરકારને આ નિર્ણયથી પણ સફળતા મળશે નહીં. રાહુલે જણાવ્યું છે કે સરકારનો આ નિર્ણય બંદૂકની ગોળીથી થયેલી ઇજા પર દવાખાનામાંથી બેન્ડ-એડ લગાવવા જેવો છે. 

રિઝર્વ બેંકનો નિર્ણય ખતરાની ઘંટડી

આનંદ શર્માએ જણાવ્યું છે કે રિઝર્વ બેંકની સમગ્ર અનામત રકમને એક સાથે સરકારને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં છેલ્લા એક વર્ષની રિઝર્વ બેંકની આવક પણ સામેલ છે. બેકારી અત્યાર સુધીના રેકોર્ડ સ્તર પર છે. દેશની નિકાસ પાંચ વર્ષના અગાઉના સ્તરે છે. સરકાર પાસે રોકાણ કરવા માટેના નાણા નથી. બેંકો પાસે લોન આપવા માટે નાણા નથી. આવા સમયે આરબીઆઇએ જે નિર્ણય લીધો છે તે ખતરાની ઘંટી છે. રિઝર્વ બેંકે સરકારના દબાણમાં આવીને આ નિર્ણય લીધો છે. 

આર્જેન્ટિના પાસેથી શીખ લેવાની જરૂર

આનંદ શર્માના જણાવ્યા અનુસાર રિઝર્વ બેંકે કન્ટિજન્સી ફંડના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ ઇમરજન્સી માટે હોય છે. જ્યારે ૨૦૦૮માં મંદી આવી હતી ત્યારે અમારી પાસે આ પ્રકારનો પૂરતો ભંડોળ હોવાને કારણે દેશને સંભાળી શકાયું હતું. તેમણે જણાવ્યું હતું કે તમામ કમિટીઓએ અગાઉ કન્ટિજન્સી ફંડ ૮ થી ૧૨ ટકા રાખવા જણાવ્યું હતું. જેને આરબીઆઇએ ઘટાડીને ૬.૪ ટકા કરી દીધું હતું. હવે તેને ઘટાડીને ૫.૫ ટકા કરવામાં આવ્યું છે. તેને ખતરાના નિશાનથી નીચે લાવવામાં આવ્યું છે. 

તેમણે જણાવ્યું હતું કે રઘુરામ રાજન સહિતના તમામ પૂર્વ ગવર્નરોએ તેનો વિરોધ કર્યો હતો. ડો. સુબ્બારાવ, ડો. રેડ્ડી, ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યે તેને વિનાશકારી ગણાવ્યું હતું. વિશ્વમાં જ્યારે કોઇ મોટું સંકટ આવે છે ત્યારે આવું કરવામાં આવે છે. આર્જેન્ટિનાએ તાજેતરમાં આવું કર્યુ હતું તો ત્યાંનું આૃર્થતંત્ર નાશ પામ્યું હતું. આ નિર્ણયના વિરોધમાં જ ઉર્જિત પટેલે પણ રાજીનામું આપ્યું હતું. આ નિર્ણયના વિનાશકારી પરિણામો જોવા મળશે. 

મોદી સરકારે અર્થતંત્રની સિૃથતિ બગાડી

આનંદ શર્માએ જણાવ્યું હતું કે મોદી સરકારની નીતિઓને કારણે ભારતીય આૃર્થતંત્ર  સતત મંદીમાં ઘેરાઇ રહ્યું છે. દેશના જીડીપીમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા ક્વાર્ટરમાં જીડીપી માત્ર ૫.૮ ટકા રહ્યો હતો. ડોલરની સરખામણીમાં રૂપિયાનું મૂલ્ય સતત ઘટી રહ્યું છે. બેકારી સૌથી ઉંચા સ્તરે છે. વાસ્તવમાં બેકારી ૨૦ ટકા પહોંચી ગઇ છે. ઓટો અને એનબીએફસી સેક્ટરની સિૃથતિ સૌથી ખરાબ છે. કૃષિ પછી સૌથી વધુ રોજગારી આપતા ટેક્સટાઇલ સેક્ટરની સિૃથતિ પણ ખરાબ છે. 

બજેટના આકંડા બેલેન્સ કરવા રિઝર્વ બેંકની મદદ લેવાઇ 

સરકારના બજેટ અંદાજ અને ઇકોનોમિક સર્વેમાં ઘણું મોટુ અંતર છે. ગયા વર્ષના બજેટના સંશોિધત અંદાજમાં ૧૭.૩ લાખ કરોડની આવકનો અંદાજ રજૂ કર્યો છે. બીજી તરફ ઇકોનોમિક સર્વેમાં આ રકમ ૧૫.૬ લાખ કરોડ બતાવવામાં આવી છે. એટલે કે અંદાજે ૧.૭ લાખ કરોડ રૂપિયાની ઘટ છે. લગભગ આટલી જ રકમ સરકાર રિઝર્વ બેંક પાસેથી લઇ રહી છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો