દિલ્હીની વાત : શાહ અને જયશંકરના વિરોધી નિવેદનો


શાહ અને જયશંકરના વિરોધી નિવેદનો

નવી દિલ્હી, તા. 28 ઓગસ્ટ 2019, બુધવાર

ભારતમાં બાંગ્લાદેશી નિરાશ્રીતોના વિવાદાસ્પદ મુદ્દે બાંગ્લોદશ અંગે ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયનુંવલણ વિરોધાભાસી  હોય તેવું લાગે છે. બે એક સપ્તાહ પહેલાં ભારતની મુલાકાતે આવેલા બાંગ્લાદેશના ગૃહ પ્રધાન અંગે   શાહે કડક વલણ અપમાવ્યું હતું.જ્યારે જયશંકરે સમાધાનકારી વાત કરી હતી. તેમણે બાંગ્લાદેશને ખાતરી આપી હતી કે ભારત તેમના નાગરિકોને પાછા નહીં મોકલે. તો બીજી તરફ હજુ પણ શાહ એમજ કહે છે કે તેઓ બાંગ્લાદેશીઓને પાછા તેમના વતન મોકલી દેશે.

શા માટે ઉર્જીત પટેલે  રિઝર્વ બેંક છોડી 

રિઝર્વ બેંકનો રૂ.૧.૬૭ કરોડ કેન્દ્ર સરકારને આપવાના મામલે રાજકીય ગરમાવો થયો છે ત્યારે બેંકના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ નામ નહીં આપવાની શરતે કહે છે કે  પૂર્વ ગવર્નર ઉર્જીત પટેલ અને નાયબ  ગવર્નર વિરલ આચાર્ય રિઝર્વ (રકમ ) પર ત્રાપ મારવાના નાણા મંત્રાલયના પક્ષમાં નહતા.ગયા વર્ષે પોતાના એક ભાષણમાં આચાર્યે કહ્યું હતું કે સરકારે રિઝર્વ સાથે ચેડાં ના કરવા જોઇએ. સરકાર રિઝર્વની સ્વાયત્તાનું સન્માન કરતી નથી.પરિણામે આજે નહીં તો કાલે નાણા બજારમાં ભારે ભીડ સર્જાશે.આર્થિક કટોકટી સર્જાશે અને અર્થ તંત્ર બરબાદ થઇ જશે. તેના થોડા દિવસો પછી જ ઉર્જીત પટેલ નોકરી છોડી ગયા હતા.ઉર્જીત પટેલ પર જેટલા હુમલા થયા હતા એટલા કોઇ સ્વતંત્ર નિયામક સહન કરી શકે નહીં.મોદી સરકારે અનેક સંસ્થાઓ પર  કરેલા હુમલા અન્ય કોઇ સહન ના કરી શકે. તેઓ કહે છે કે  સરકારે પટેલ અને આચાર્ય બંનેને ગુમાવ્યા હતા.

સરકારને આરબીઆઇના પૈસા શા માટે જોઇએ?

 સરકારી વર્તુળોમાં એવી ચર્ચા ચાલે છે કે  અર્થતંત્રના  પોતા જ સર્જેલી મિસમેનેજમેન્ટ ઉપરાંત સરકારે કરમાંથી મેળવેલી રકમ ક્યાં જાય છે તેની પરવા કર્યા વગર ચૂંટણી જીતવા પોતાના ખર્ચાઓમાં ખૂબ વધારો કરી દીધો હતો. આખા દેશમાં નોકરીઓમાં કાપ છે, મંદીનો માહોલ છે,ગ્રામીણો બરબાદ થઇ રહ્યા છે અને લોકોના પગાર વધતા નથી.

ટીકાથી ગભરાઇ રાહુલે પલ્ટી મારી

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને યુએન સુરક્ષા પરિષદમાં રાહુલ ગાંધીની વાતને કહેતા આખા દેશમાં રાહુલને ટીકાઓનો સામનો કરવો પડયો હતો. પરંતુ ત્યાર પછી રાહુલે પલ્ટી મારી અને હવે તેઓ પાકિસ્તાન વિરોધી નિવેદનો આપી રહ્યા છે.તેઓ કહે છે 'કાશ્મીર ભારતનો જ એક ભાગ છે અને રહેશે. પાકિસ્તાને દખલગીરી કરવાની જરૂર નથી. કાશ્મીરમાં જે હિંસા થાય છે તે પાક. ના આતંકીઓ દ્વારા કરાય છે'ઉલ્લેખનીય છે કે  દસમી ઓગસ્ટે રાહુલ ગાંધીએ કહ્યું હતુ ંકે કાશ્મીરમાં ખૂબ જ ખરાબ થઇ રહ્યું છે. ૨૪ ઓગસ્ટે તેમણે કહ્યું હતું કે હજુ પણ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય બની નથી.

દિલ્હીમાં દલિત મતનું રાજકારણ

આગામી ફેબ્રુઆરીમાં યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ માટે ૨૫ લાખ દલિત મતો માટે કેજરીવાલ અને ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદ વચ્ચે  લડાઇ શરૂ થઇ ચૂકી છે.

૨૦૦૭માં જ્યારે માયાવતી ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બન્યા હતા ત્યાર પછીથી દિલ્હીના દલિતોએ માયાવતી તરફ પોતાની વફાદારી દર્શાવી હતી.પરંતુ બસપાની ઉપરાઉપરી હારથી તેઓ નિરાશ થયા છે. ૨૦૧૫માં તેમણે કેજરીવાલને મત આપ્યા હતા, પરંતુ રામલીલા મેદાનમાં જે કંઇ બન્યુ એનાથી લાગે છે કે તેઓ કોઇ નવા ચહેરા તરફ જુએ છે.તુઘલકાબાદમાં એક દલિત મંદિરને તોડી પડાતાં આઝાદ અને કેજરીવાલ વચ્ચે લડાઇ વધુ ઉગ્ર બની હતી. ગયા સપ્તાહે યોજાયેલી રેલીમાં એ વાત સ્પષ્ટ રીતે દેખાતી હતી. આગમી વિધાનસભાની ચૂંટણીમાં આ મુદ્દો જરૂર છવાશે.

ઇન્દર  સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો