દિલ્હીની વાત : કેન્દ્ર સરકારના ઉઘાડી પાડવા કાશ્મીરથી દિલ્હી આવ્યા
કેન્દ્ર સરકારના ઉઘાડી પાડવા કાશ્મીરથી દિલ્હી આવ્યા
નવી દિલ્હી,તા.27 ઓગસ્ટ 2019, મંગળવાર
કોંગ્રેસના નેતા ડો.કરણ સિંહે વડા પ્રધાન મોદી અનેં ખાવા માટે અનાજ નથી, શાળાઓમાં બાળકો જઇ શકતા નથી, બહાર જવા માટે કર્ફ્યુ પાસની જરૂર પડે છે અને તમામ કાશ્મીરીઓ મુસીબતમાં મૂકાયા છે. જો કે તેઓ કોઇ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા નથી, પરંતુ પોતાની તકલીફોને વાચા આપવા સૌ પ્રથમ ડાબેરી નેતાઓને મળ્યા હતા. તેઓ કહે છે કે વાહનવ્યવહાર બંધ, રોજગાર બંધ અને રાજ્યપાલ એમ કહે છે કે અમે ઘેર ઘેર ખાવાનું પહોચાડીઇ છીએ, પરંતુ સાચી વાત એ છે કે આવી કોઇ વ્યવસ્થા જ નથી.આંતરિયાળ વિસ્તારના ઘરોને જેલમાં ફેરવી દેવાયા છે.
રિઝર્વ બેંકના નિર્ણયથી રાજકીય ગરમાવો
સરકારને રૂ.૧.૬૭ લાખ કરોડ આપવાના રિઝર્વ બેંકના નિર્ણયથી રાજકીય ગરમાવો આવી ગયો હતો. સીપીએમના સિતારામ યેચુરીએ સરકારી સંસ્થાઓ પર વધારનું દબાણ નાંખવાનો આરોપ મૂક્યો હતો. અર્થતંત્ર અને જીવન પર નિર્દયી ફટકો મારવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન પર સ્વ-નિર્મિત મુશ્કેલીનો કેવી રીતે ઉકેલ લાવવો તે અંગે મંઝાયલા હોવાનો આક્ષેપ કર્યો હતો. આમ રાજકીય ચર્ચા શરૂ થઇ હતી.
શત્રુએ ફરી મોદી પર નિશાન તાક્યો
મોદીના કટ્ટર શત્રુ મનાતા શત્રુઘ્ન સિંહાઅ તાજેતરમાં ે ભલે મોદીની પ્રશંસા કરી હોય પરંતુ ફરીથી તેમણે મોદીની ટીકા કરી હતી. તેમણે કથળતી જતી અર્થ વ્યવસ્થા અંગે કહ્યું હતું કે 'દરેક જણ આ અંગે જ વાત કરે છે.શું તમને નથી લાગતું કે આપણે કંઇ કરવું જોઇએ'.
મોદી-જગન વચ્ચેની ખાઇ પહોળી થઇ
થોડી દિવસો પહેલાં આંઘ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન જગન રેડ્ડીની મોદીએ એમ કહીને ટીકા કરી હતી કે રૂ.૩૭૦૦૦ કરોડની બેડ લોન માટે જગન જવાબદાર છે. હજ અને જેરૂસસલામની બસની તિરૂપતિ મંદિરની ટિકિટની પાછળ જાહેર ખબર અંગે ભાજપે તેની ટીકા કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે જગન બિન હિન્દુ છે , હિન્દુ વિરોધી અને લઘુમતીઓને ખુશ કરવા ગતકડા કરે છે. આ જાહેરખબરો લઘુમતી મંત્રાલયે જારી કરી હતી.
કરણ સિંહે સિતાની પ્રતિમા પણ રાખવા માગ કરી કોંગ્રેસના નેતા ડો.કરણ સિંહે વડા પ્રધાન મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગીને પત્ર લખી માત્ર રામની જ નહીં, પણ સાથે સાથે સિતાને ન્યા મળે એ માટે તેમની પણ પ્રતિમા બનાવાવ માગ કરી હતી.'માત્ર રામની જંગી પ્રતિમા ઊભી કરવાને બદલે તમે સિતાની પણ અર્ધ પ્રતિમાં બનાવી શકયા હોત. ત્યાં રામ અને સિતા એમ ડબલ સ્ટેચ્યુ હોવા જોઇએ. આટલા વર્ષોના ગાળા પછી અયોધ્યામાં તો એ મહાન સ્ત્રીની સ્મૃત્તિ રાખો'એમ કાશ્મીરના પૂર્વ મહારાજાએ લખ્યું હતું.
ઇન્દર સાહની
Comments
Post a Comment