દિલ્હીની વાત : સોનિયાનું મૌન કોંગ્રેસ માટે ચિંતાજનક

સોનિયાનું મૌન કોંગ્રેસ માટે ચિંતાજનક
નવી દિલ્હી,તા.26 ઓગસ્ટ 2019,
વડા પ્રધાન મોદીની ટીકા નહીં કરવાને લઇને કોંગ્રેસીઓમાં શબ્દયુધ્ધ ચાલી રહ્યું છે. જેરામ રમેશે રાજીવ ગાંધીના ૭૫માં જન્મદિને મોદીને રાક્ષસ ચિતરવા અંગે વિરોધ કર્યો હતો. એવી જ રીતે અભિષેક સંીધવી અને શશી થરૂર ેપણ રમેશને ટેકો આપ્યો હતો. કેરળના રમેશ ચેન્નીથાલા અને પંજાબના સુનીલ ગાંધી તેમજ અન્ય નેતાઓએ ઉપરોક્ત ત્રણે નેતાઓ સામે બળાપો કાઢ્યો હતો.
ગુજરાતના કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કર્યું હતું કે 'પ્લાઝ મોદીને પિડીતા ના બતાવ અને તેના કામની પ્રશંસા ના કરો. આખી ગેંગ પાસે તેમની કેડર અને ટીવી ચેનલો છે. તો કપિલ સિંબલે કહ્યું હતું કે'શું કોઇ ભાજપનો નેતા વડા પ્રધાન અને તેમના પક્ષને વિરોધીઓને રાક્ષસ ચિતરતા રોક્યો હતો? આ તમામ કારણોસર સોનિયા ગાંધીનું મૌન સૌને ચિંતાઉપજાવે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કહે છે કે મોદીની ટીકા એ કાઉન્ટર પ્રોડ્ક્ટિવ સાબીત થશે.
મોદી સરકારની થીંક ટેંકમાં ગાબડું
હજુ તો માંડ બે દિવસ પહેંલા જ નીતિ આયોગના ચેરમેન રાજીવ કુમારે સરકારની કેટલીક પોલીસીઓની ટીકા કરી હતી. હવે કેન્દ્રના મંત્રી નીતિન ગડકરી એ પણનીતિ આયોગની ચોક્કસ વર્ગના વાહનોના પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિબંધ લાદવાની વાતને ફગાવી દીધી હતી. તેમણે ચોખવટ કરી હતી કે કેન્દ્ર કોઇ પણ વાહન પર પ્રતિબંધ નહીં લાદે.'આવા નિર્ણયો વાહન વ્યવહાર મંત્રીએ લેવાના હોય છે, નીતિ આયોગે નહીં. એટલું જ નહીં એવી પણ ચર્ચા ચાલે છે કે રાજીવ કુમારની રોકડની કટોકટીની વાતના જવાબમાં જ નાણા મંત્રી નિર્મલા સિતારમણને મંદ પડી રહેલા અર્થતંત્રને જીવંત કરવા પગલાં ભરવાની જાહેરાત કરવાની ફરજ પડી હતી.
આસામમાં એનઆરસી માટે વકીલો અને આરએસએસ મુસ્લિમોને મદદ કરશે
આસામમાં એનઆરસીની પ્રસિધ્ધી થોડા દિવસો પછી કરાશે અને આશરે ૨૦૦ મુસ્લિમ વકીલો અને આરએસએસ એ યાદીમાંથી બાકાત રહી ગયેલાઓની મદદ કરવા ઓફર કરી હતી.'જો તેમના નામ અંતિમ યાદીમાં ના હોય તો અમે તેમને આવી રીતે છોડી શકીએ નહીં'એમ સંઘના એક અધિકારીએ કહ્યું હતું. તો આ તરફ મુસ્લિમ વકીલો પણ મુસ્લિમોને એનઆરસીમાં નામ નોધાવવામાં મદદ કરી રહ્યા છે.
જેટલી ચૂંટણી હારતા શાહ રડી પડેલા
૨૦૧૪માં જ્યારે અરૂણ જેટલી પંજાબમાં અમરિન્દર સિંહ સામે લોકસભાની ચૂંટણી હારી ગયા ત્યારે અમીત શાહ અને તેમના પત્ની સોનલ શાહ ખૂબ રડયા હતા.
ઇન્દર સાહની
Comments
Post a Comment