છેલ્લા એક વર્ષમાં બેંક ફ્રોડમાં 15 ટકાનો વધારો
નવી દિલ્હી, તા. 30 ઓગસ્ટ 2019 શુક્રવાર
બેંકોમાં થતા કૌભાંડો રોકવાના કેન્દ્ર સરકારના ભરપુર પ્રયાસો છતાં છેલ્લા એક વર્ષમાં બેંકોમાં થતી છેતરપીંડીના કેસમાં 18 ટકાનો વધારો થયો હોવાનું જાહેર થયું હતું. રકમની દ્રષ્ટિએ જુઓ તો કૌભાંડોમાં 78 ટકાનો વધારો થયો હતો.
રિઝર્વ બેંકના વાર્ષિક રિપોર્ટમાં જણાવાયા મુજબ 2018-19 ના વર્ષમાં આર્થિક કૌભાંડોનો આંકડો 6,801 જેટલો થયો હતો. આ છેતરપીંડીના પગલે કુલ 71,542.93 કરોડ રૂપિયાની ગોલમાલ થઇ હતી.
સૌથી વધુ ગોલમાલ સરકારી બેંકો મારફત થઇ. સરકારી બેંકો દ્વારા થયેલી ગોલમાલના 3,766 કેસ થયા જેમાં 64,509.43 કરોડ રૂપિયા સલવાયા હતા. દેશમાં બેંકના કરજમાં સૌથી વધુ હિસ્સો રાષ્ટ્રીયકૃત અર્થાત્ સરકારી બેંકોનો હતો.
રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે મોટા ભાગના કૌભાંડો પકડાયા હતા. પરંતુ કેટલાય કૌભાંડો વરસો જૂના હતા. અગાઉની સરકારોએ આ કૌભાંડો પકડવાના કોઇ પગલાં લીધાં નહોતાં.
Comments
Post a Comment