ભારતમાં રેસ્ટોરાં ખોલવા કરતાં બંદૂકનું લાઈસન્સ મેળવવું સરળ !


ભારતમાં રેસ્ટોરાં શરૂ કરવા માટે વિશ્વના કોઇ પણ દેશ કરતાં સૌથી વધુ મંજૂરી લેવાની જરૂર પડે છે : સિતારમન આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું બીજું બજેટ રજૂ કરશે 

નવી દિલ્હી, તા. 31 જાન્યુઆરી, 2020, શુક્રવાર

બજેટના એક દિવસ અગાઉ એટલે કે આજે આિર્થક સર્વે 2019-20  રજૂ કરવામાં આવ્યું હતું. આિર્થક સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં રેસ્ટોરન્ટનું લાયસન્સ લેવા કરતા બંદૂકનું લાયસન્સ લેવુ વધુ સરળ છે. સરકાર ભલે દાવો કરતી હોય કે લાયસન્સ રાજ સમાપ્ત થઇ ગયો છે અને બિઝનેસ કરવું સરળ થઇ ગયું છે પરંતુ વાસ્તવમાં હકીકત તદ્દન ભિન્ન છે. 

જો તમારે દેશના કોઇ પણ ભાગમાં રેસ્ટોરન્ટ ખોલવી હશે તો તમારી પાસે બદૂકના લાયસન્સ માટે જેટલા દસ્તાવેજ માગવામાં આવે છે તેનાથી પણ વધારે દસ્તાવેજ માગવામાં આવે છે. આ વાત નાણા મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા આિર્થક સર્વેમાં જણાવવામાં આવી છે. 

નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા(એનઆરએઆઇ)ના જણાવ્યા અનુસાર બેંગાલુરૂમાં એક રેસ્ટોરન્ટ શરૂ કરવા માટે 36 મંજૂરી, દિલ્હી માટે 26 અને મુંબઇ માટે 22 મંજૂરીની જરૂર પડે છે.

આ ઉપરાંત દિલ્હી તથા કોલકાતામાં રેસ્ટોરન્ટ શરૂ કરવા માટે એક પોલિસ ઇટિંગ હાઉસ લાયસન્સની પણ જરૂર પડે છે. દિલ્હી પોલીસ પાસેથી આ લાયસન્સ પ્રાપ્ત કરવા માટે 45 દસ્તાવેજોની જરૂર પડે છે. બીજી તરફ બંદૂક અને અન્ય મોટા હિથયારનું લાયસન્સ મેળવવા માટે અનુક્રમે 19 અને 12 દસ્તાવેજોની જરૂર પડે છે. 

સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં રેસ્ટોરન્ટ શરૂ કરવા માટે વિશ્વના અન્ય કોઇ પણ દેશની સરખામણીમાં સૌથી વધુ મંજૂરી લેવી પડે છે. ચીન તથા સિંગાપોરમાં માત્ર ચાર મંજૂરી લેવાની જરૂર પડે છે. 

સર્વે મુજબ છેલ્લા 13 વર્ષોમાં શાકાહારી થાળી 29 ટકા અને માંસાહારી થાળી 18 ટકા સસ્તી થઇ છે. દિવસમાં બે થાળી ખાનારા સરેરાશ પાંચ વ્યકિતઓના સામાન્ય પરિવારોે દર વર્ષે લગભગ 10,887 રૂપિયા અને માંસાહાર ખાનારા પરિવારને દર વર્ષે સરેરાશ 11,787 રૂપિયાનો લાભ થશે.

આર્થિક સર્વે 2019-20ના મહત્ત્વપૂર્ણ મુદ્દા

નાણાકીય વર્ષ 2019-20માં જીડીપી પાંચ ટકા રહેવાનો અંદાજ

નાણાકીય વર્ષ 2020-21માં જીડીપી 6 ટકાથી 6.5 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ

2025 સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટે નૈતિક સંપત્તિનું સર્જન મહત્ત્વપૂર્ણ

2024-25 સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રકચર સેકટરમાં 1.4 ટ્રિલિયન ડોલરનું રોકાણ જરૂરી 

2011-12થી 2017-18 સુધીમાં 2.62 કરોડ નવી નોકરીઓનું સર્જન

2011-12ની સરખામણીમાં 2017-18માં મહિલાઓની નિયમિત રોજગારીમાં આઠ ટકાની વૃદ્ધિ

એપ્રિલ-નવેમ્બર, 2019માં જીએસટી કલેકશનમાં 4.1 ટકાની વૃદ્ધિ

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો