જમ્મુ-કાશ્મીર, લદ્દાખમાં બરફ વર્ષા જ્યારે પંજાબ, દિલ્હી, હરિયાણામાં વરસાદ



(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૮

ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદ અને પર્વતીય વિસ્તારોમાં ફરીાૃથી બરફ વર્ષા શરૃ ાૃથઇ ગઇ છે. ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીરમાં બરફ વર્ષા જ્યારે દિલ્હી, પંજાબ અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડયો હતો. 

ભારતીય હવામાન વિભાગે પણ ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. દિલ્હીના સફદરગંજમાં ૫.૭ મીમી અને પાલમમાં ૪.૪ મીમી વરસાદ પડયો હતો. સવારે ૮.૩૦ વાગ્યે દિલ્હીમાં તાપમાન ૧૦.૫ ડિગ્રી સેલ્સિયસ નોંાૃધવામાં આવ્યું હતું. જે સામાન્ય કરતા બે ડિગ્રી સેલ્સિયસ વાૃધારે હતું. તે સમયે ભેજનું પ્રમાણ ૧૦૦ ટકા હતું. 

શ્રીનગરમાં લઘુતમ તાપમાન માઇનસ ૦.૬ ડિગ્રી સેલ્સિયસ નોંાૃધવામાં આવ્યું હતું. દક્ષિણ કાશ્મીરના કાઝીગંજમાં પણ લઘુતમ તાપમાન ૦.૬ ડિગ્રી સેલ્સિયસ નોંાૃધવામાં આવ્યું હતું. ઉત્તર કાશ્મીરના ગુલમર્ગમાં લઘુતમ તાપમાન માઇનસ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંાૃધવામાં આવ્યું હતું. 

હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર અને કારગીલમાં આવતીકાલ સુાૃધી બરફ વર્ષા ચાલુ રહેશે. વરસાદ અને બરફ વર્ષાને પગલે ાૃથોેડાક સમય માટે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પણ બંાૃધ રાખવામાં આવ્યો હતો. 

પંજાબ અને હરિયાણાના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડયો હતો. ચંડીગઢમાં આજે ૨.૫ મિમી વરસાદ પડયો હતો. આજે અહીં ૧૨.૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંાૃધવામાં આવ્યું હતું. કર્નાલમાં ૧૩.૬ મિમી, ભટિન્ડામાં ૮ મિમી, રોહતકમાં ૭ મિમી, હિસારમાં ૬.૬ મિમી, લુિાૃધયાણામાં ૩.૫ મિમી વરસાદ પડયો હતો.

હરિયાણાની વાત કરીએ તો અંબાલા અને હિસારમાં અનુક્રમે ૧૦.૨ અને ૧૦.૪ મિમી વરસાદ પડયો હતો. પંજાબન અમૃતસર, લુિાૃધયાણા અને પટિયાલામાં અનુક્રમે ૧૦૪, ૧૦.૬ અને ૧૧.૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંાૃધવામાં આવ્યું હતું. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો