કેરળના રાજ્યપાલ વિરૂદ્ધ વિધાનસભામાં ધાંધલ, CAA અને NRC મુદ્દે ખેંચતાણ

કોચી, તા. 29 જાન્યુઆરી 2020, બુધવાર

સીએએ અને એનઆરસી વિરૂદ્ધ કેરળ રાજ્ય સરકાર અને કેરળના રાજ્યપાલ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ પૂરી થવાનું નામ લેતી નથી. એનો વરવો દાખલો આજે બુધવારે સવારે જોવા મળ્યો.

આજથી કેરળ વિધાનસભાની બજેટ બેઠક શરૂ થઇ હતી. વિધાનસભાને સંબોધવા રાજ્યપાલ આરિફ મુહમ્મદ ખાન જેવા વિધાનગૃહમાં પ્રવેશ્યા કે તરત સીએએ અને એનઆરસી વિરોધી સૂત્રોચ્ચાર શરૂ થઇ ગયા હતા.

રાજ્યપાલ મંચ તરફ જઇ રહ્યા હતા ત્યારે યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના ધારાસભ્યોએ એમને અટકાવવાનો પ્રયાસ કરતાં ગો બેકના સૂત્રો પોકાર્યા હતા. વિધાનસભાના માર્શલોએ આ ધારાસભ્યોને દૂર ખસેડીને રાજ્યપાલનો માર્ગ ખાલી કરાવ્યો હતો.

આજે રાજ્યપાલ રાજ્ય સરકારની નીતિ વિશે બોલવાના છે ત્યારે રાજ્ય સરકારે સીએએ અને એનઆરસી વિરૂદ્ધ પસાર કરેલા ઠરાવ બાબત શું બોલી શકે છે એ જોવાનું રસપ્રદ થઇ પડશે એમ રાજકીય પંડિતો માનતા હતા. 

રાજ્યપાલ આ ઠરાવનો ઉલ્લેખ પોતાના પ્રવચનમાં ન કરે તો રાજ્ય સરકાર રાષ્ટ્રપતિને વિનંતી કરી શકે કે આ રાજ્યપાલને પાછા બોલાવો.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો