બજેટ સત્ર LIVE: જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 રદ કરવાનો નિર્ણય ઐતિહાસિક- રાષ્ટ્રપતિ
નવી દિલ્હી, તા. 31 જાન્યુઆરી 2020, શુક્રવાર
સંસદનું બજેટ સત્રનું પહેલુ સત્ર આજથી શરૂ થઇ રહ્યું છે. બજેટ સત્રથી પહેલા સંસદના બંને સદનોની સંયુક્ત બેઠકને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંબોધિત કરી રહ્યાં છે. બજેટ સત્રનું પહેલું ચરણ 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. ત્યાર બાદ એક વિરામ બાદ બીજુ સત્ર 2 માર્ચથી 3 એપ્રિલ સુધી ચાલશે.
બજેટ સત્ર શરૂ થયા પહેલા કોંગ્રેસે સંસદ ભવનની બહાર સીએએ વિરોધી દેખાવ કર્યા હતા. આજથી શરૂ થઇ રહેલું બજેટ સત્રમાં કેટલાય મુદ્દે હંગામો થાય તેવી આશંકા છે. વિપક્ષના તેવર જોતા લાગી રહ્યું છે કે નાગરિકતા સંશોદન કાયદો, એનઆરસી અને મોંઘવારી જેવા મુદ્દા પર સરકારને ઘેરવાના પ્રયાસ કરશે.
વિરોધના નામ પર થઇ રહેલી હિંસા દેશને કમજોર કરે છેઃ રાષ્ટ્રપતિ
Comments
Post a Comment