જૈવિક હથિયારો બનાવવાના પ્રયોગોમાંથી કોરોના પેદા થયો : ઈઝરાયેલી 'જેમ્સ બોન્ડ'


તેલ અવિવ, તા. 28 જાન્યુઆરી, 2020, મંગળવાર

ઈઝરાયેલના વાઈરોલોજિસ્ટ (વાઈરસ નિષ્ણા) જાસૂસ અને વિજ્ઞાનીએ દાવો કર્યો છે કે કોરોનાએ ચીની સરકારે પેદા કરેલું બાયોલોજિકલ (જૈવિક) હથિયાર છે. દુશ્મનનો સામુહિક ખાત્મો કરવા માટે રોગચાળો ફેલાવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. આધુનિક યુગમાં આ પરંપરા બાયોલોજિક વૉરફેર તરીકે ઓળખાય છે.

હથિયારથી દુશ્મનને મારવાને બદલે દુશ્મન વિસ્તારમાં વાઈરસ છોડી દેવામાં આવે, તો ઘણાના મોત થાય. બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાની સેનાએ ચીન પર આક્રમણ કર્યું ત્યારે અને જળાશયોમાં ઝેર ભેળવ્યું હતું. તેનો ઉદ્દેશ કોલેરા અને ટાઈફોડના વાઈરસ મટાડવાનો હતો, પરંતુ આવુ પાણી કોઈ અજાણાતા પીવે તો તેનું મૃત્યુ થાય. ઇતિહાસમાં આવા ઘણા પ્રસંગો નોંધાયેલા છે. 

ઈઝરાયેલની મિલિટરી ઇન્ટેલિજન્સ (જાસૂસી)માં કામ કરી ચૂકેલા દાની સોહામનું કહેવું છે કે વુહાનમાં આવેલી લેબોરેટરીમાંથી આ વાઈરસ લીક થયા છે. વુહાનમાં આવેલી ધ વુહાન ઈન્સ્ટિટયૂટ ઑફ વાઈરોલોજિ એકમાત્ર લેબોરેટરી છે, જ્યાં ઘાતક વાઈરસ પર સંશોધન થઈ રહ્યું છે.

દાનીના કહેવા મુજબ ભવિષ્યના યુદ્ધો માટે ચીન અહીં ઘાતક વાઈરસ તૈયાર કરતું હતું. પરંતુ પોતાનો વાઈરસ પોતાને ભારે પડે એવી સ્થિતિ ઉભી થઈ છે. કેમ કે વાઈરસ લેબોરેટરીમાંથી લીક થઈ જતાં હવે સર્વત્ર રોગચાળો ફેલાઈ રહ્યો છે.

દાવો કરનારા દાની 1970થી 1991 સુધી ઈઝરાયેલની બાયોલોજિક વેપન્સનો અભ્યાસ કરતી ટીમમાં કામ કરી ચૂક્યા છે. માટે તેમના દાવામાં ઘણા લોકોને રસ પડયો છે. કેમ કે ચીન વાઈરસ અંગે ઘણી માહિતી છૂપાવી રહ્યું છે. બીજી તરફ વાઈરસ એક્ઝેટ ક્યાંથી આવ્યો એ જાણી શકાતું નથી.

ત્રીજી તરફ ચીન કંઈ પણ કરી શકે એવો દેશ છે, માટે આવા ન કરવા જેવા પ્રયોગો કરતો હોય તેની કોઈ નવાઈ નથી. પોતાને મહાસત્તા માનતી ખુદ ચીની સરકાર પણ વાઈરસ અંગે મુંઝાયેલી છે. વૈશ્વિક સંધિ પ્રમાણે તો કોઈ દેશે બાયોલોજિકલ કે કેમિકલ્સ વેપન્સ તૈયાર કરવાની છૂટ નથી. પરંતુ ઘણા દેશો ખાનગી રાહે પ્રયોગો કરતાં હોય છે.

ચીનમાં જૈવિક હથિયાર પર સંશોધન ચાલે જ છે

આ વાઈરસ ચીને તૈયાર કર્યો હોય કે ન હોય પરંતુ ચીન બાયોલોજિકલ વેપન્સ પર કામ કરે છે. ભૂતકાળમાં ચીન પર એવો પણ આક્ષેપ થઈ ચૂક્યો છે કે તેણે બાયોલોજિકલ વેપન્સની સામગ્રી ઇરાન જેવા દેશોને પુરી પાડી હતી. હાનિકારક કેમિકલ્સની હેરાફેરી માટે 3 ચીની લેબોરેટરીને અમેરિકામાં કામ કરવા પર અમેરિકાએ 2002માં પ્રતિબંધ પણ મુક્યો હતો. 

સંશોધકોને મુંઝવતો કોરોના વાઈરસ છે શું?

ડિસેમ્બર માસથી ફેલાઈ રહ્યો હોવા છતાં કોરોના અંગે ચીની તબીબો નક્કર માહિતી આપવામાં નિષ્ફળ રહ્યાં છે. હજુ સુધી એ સવાલનો જ જવાબ શોધી શકાયો નથી કે કોરોના વાઈરસ આવ્યો ક્યાંથી? સાપ આૃથવા ચામાચિડીયા એ બે પ્રાણીના નામ અપાય છે. પરંતુ એ અંગેના નક્કર પુરાવા પ્રાપ્ત થયા નથી.

વાઈરસની હાજરી બ્રિટનમાં કામ કરતા ચીની ડૉક્ટર પૂન લીટે છેક 2003માં પારખી હતી. પરંતુ એ વખતે વાઈરસ સુશુપ્તાવસૃથામાં હતો. માટે તેનાથી કોઈ ખતરો ન હતો. 

કોરોના શબ્દનો આૃર્થ ક્રાઉન થાય છે. આ વાઈરસ માઈક્રોસ્કોપ નીચે ક્રાઉન (રાજમુગટ) જેવો દેખાય છે, માટે નામ અપાયું છે. તીવ્ર તાવ, છાતીનો દુખાવો, કફ.. જેવા આ વાઈરસના લક્ષ્ણો છે. પરંતુ ચીનમાં ઘણા કિસ્સામાં આ લક્ષણો સામે આવે એ પહેલા જ મોત થઈ રહ્યા છે.

વાઈરસ નવા પ્રકારનો હોવાથી હજુ સુધી તેની કોઈ રસી કે દવા શોધી શકાઈ નથી. અલબત્ત, જેને વાઈરસ લાગુ પડે એ દરેક વ્યક્તિના મોત થતા નથી. તો પણ અત્યારના તબક્કે તો સાવધાની એ એકમાત્ર ઉપાય છે.

દર સો વર્ષે રોગચાળો ત્રાટકે છે?

2019માં શરૂ થયેલા કોરોનાની વ્યાપક અસર 2020માં જોવા મળી રહી છે. ભૂતકાળમાં જઈને જોઈએ તો દર સદીએ એકાદ રોગચાળાની ઘટના નોંધાઈ છે. સદી પહેલા 1920માં ઈન્ફ્લુએન્ઝા (સ્પેનિશ ફ્લુ)એ હાહાકાર મચાવ્યો હતો. તેની શરૂઆત 1918માં થઈ હતી. ડિસેમ્બર 1920માં રોગચાળો કાબુમાં આવ્યો ત્યાં સુધીમાં 5 કરોડથી વધુ લોકો (પહેલા વિશ્વયુદ્ધમાં મૃત્યુ પામનાર કરતા પણ વધુ) લોકોનો ભોગ લઈ ચૂક્યો હતો. નામ સ્પેનિશ હતું, પરંતુ તેનોય ઉદ્ભવ ચીનમાં થયો હતો. 

ઈતિહાસમાં વધુ પાછળ જઈએ તો તેનીય એક સદી પહેલા 1820ના ગાળમાં જગતમાં કોલેરાનો ઉપદ્રવ જોવા મળ્યો હતો. કોલેરા એશિયાઈ દેશોમાં ફેલાયો હતો અને લાખો લોકોના જીવ ગયા હતા.

1720માં ફ્રાન્સના માર્સેલી શહેરમાંથી પ્લેગનો રોગ ફેલાવાની શરૂઆત થઈ હતી. પ્લેગ ત્યારે ફ્રાન્સમાં જ ફેલાયો હતો. તેનાથી સવા લાખ જેટલા મોત થયા હતા. એ પહેલા 1616થી 1620 વચ્ચે ઈંગ્લેન્ડમાં ફ્લુ ફેલાયો હતો, જેનાથી દક્ષિણ ઈંગ્લેન્ડની 30 ટકા વસતીને અસર થઈ હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો