ફાઈવ ટ્રિલિયન ઈકોનોમીનું સપનું પૂરું નહીં થાય


નવી દિલ્હી, તા. 31 જાન્યુઆરી 2020, શુક્રવાર

નિર્મલા સીતારામને શુક્રવારે રજૂ કરેલા આથક સર્વેમાં જીડીપી વિકાસ દર સાત ટકા રહેશે એવો અંદાજ રજૂ કર્યો. દેશની આથક હાલત ખરાબ છે એ જોતાં સાત ટકાનો વિકાસ દર બહુ ઉંચો છે એવું આથક નિષ્ણાતો માને છે.

જો કે મહત્વની વાત એ છે કે, આ આથક વિકાસ દર રહેવાનો હોય તો મોદીએ ૨૦૨૪ સુધીમાં દેશને ફાઈવ ટ્રિલિયન ઈકોનોમી બનાવવાનું સપનું જોયું છે તેને ભૂલી જવું પડે. ફાઈવ ટ્રિલિયન ઈકોનોમી બનવા સતત ૮ ટકા આથક વિકાસ દર હાંસલ કરવો પડે. મોદી સરકાર પોતે જ સાત ટકાનો આથક વિકાસ દર રહેશે એવો અંદાજ મૂકતી હોય તો તેનાથી ઉંચો વિકાસ દર શક્ય ના જ હોય. સરકારમાં બેઠેલા લોકો પણ આ વાત સ્વીકારે જ છે. મોદી સરકારના મુખ્ય આથક સલાહકાર કે. સુબ્રમણ્યમે તો કબૂલી પણ લીધું કે, વૈશ્વિક મંદીની અસર હેઠળ દેશમાં આથક મંદી આવી જ છે.

બળાત્કારીઓના વકીલે નિર્ભયાની માને શું ચેલેન્જ આપી ?
શુક્રવારે પટિયાલા કોર્ટે નિર્ભયાના બળાત્કારીઓને નવો આદેશ ના થાય ત્યાં લગી ફાંસી આપવા સામે સ્ટે આપી દીધો. એ સાથે જ બળાત્કારીઓને શનિવારે ફાંસી થશે કે નહીં એ સસ્પેન્સનો અંત આવી ગયો. બળાત્કારીઓના વકીલ એ.પી. સિંહ ફરી પોતાના અસીલોને મોતના મોંમાં જતા રોકવામાં સફળ રહ્યા. આ ચુકાદા પછી નિર્ભયાનાં માતા આશા દેવી રડી પડયાં ને ન્યાયની આશા જ નહીં હોવાનું કહીને બળાપો કાઢયો. તેમણે આક્ષેપ પણ મૂક્યો કે, સિંહે તેમને ચેલેન્જ આપી છે કે આ ચારેય બળાત્કારીને કદી ફાંસી નહીં થાય.

સિંહે આવી ચેલેન્જ આપી હોય તો એ ન્યાયતંત્રની ક્રૂર મજાક કહેવાય. ચારેય બળાત્કારીઓનો અપરાધ સાબિત થઈ ગયો છે. આ સંજોગોમાં માત્ર ટેકનિકલ આધાર પર ફાંસીની સજાનો અમલ લંબાયા કરે છે. બળાત્કારીઓના વકીલ એક પછી એક પેંતરા રમીને ન્યાયતંત્રને વામણું સાબિત કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે આ બાબતની નોંધ લઈને તમામ અવરોધો દૂર કરવા જોઈએ એવો મત કાનૂની નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

જેડીયુએ હવે એનપીઆર મુદ્દે ભાજપ સામે તલવાર તાણી
નીતિશ કુમારે પ્રશાંત કિશોર અને પવન ગુપ્તાને સીએએ વિરોધી વલણ બદલ તગેડી મૂક્યા તેના કારણે ભાજપ વિરોધી સૂર શમી જશે એવું મનાતું હતું પણ એ આશા ફળી નથી. હવે બીજા એક નેતા લલનસિંહે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર  (એનપીઆર) સામે વાંધો લીધો છે. એનપીઆરમાં વ્યક્તિનાં માતા-પિતાને લગતી વિગતો પૂછાઈ છે તેની સામે વાંધો લઈને તેમણે આ સવાલો દૂર કરવા કહ્યું છે.

શુક્રવારે એનડીએના સાથી પક્ષોની બેઠકમાં લલનસિંહે આ મુદ્દો ઉઠાવીને તાત્કાલિક આ સવાલો દૂર કરવા ઉગ્ર રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં અકાલી દળના સાંસદો પણ જોડાતાં આ મુદ્દો ઉગ્ર બનતાં અમિત શાહે સૌને શાંત પાડવા દરમિયાનગીરી કરવી પડી. શાહે કહ્યું કે, સરકાર પહેલાં જ સ્પષ્ટતા કરી ચૂકી છે કે, માતા-પિતાની જન્મતારીખ તથા સ્થળ અંગેના સવાલોના જવાબ આપવા ફરજિયાત નથી. એ છતાં સભ્યો શાંત ના પાડતાં શાહે છેવટે એવી ખાતરી આપવી પડી કે, આ અંગે ચોક્કસ ચર્ચા કરાશે.

જામિયાના શૂટરને વિરોધીઓનો  માણસ ગણાવવા હોડ
દિલ્હીમાં હવે જામિયા મિલિયા યુનિવસટી પાસે ગોળીબાર કરનારા છોકરાને વિરોધ પક્ષનો સમર્થક સાબિત કરવાની હોડ જામી છે. કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીએ તેને ભાજપનો સમર્થક જાહેર કરી દીધો છે ત્યારે હવે ભાજપે તેને આમ આદમી પાર્ટીનો કાર્યકર અથવા શાહીના બાગનો રહેવાસી ગણાવ્યો છે. મનોજ તિવારીએ પત્રકાર પરિષદ કરીને આ દાવો કર્યો. રસપ્રદ વાત એ છે કે, દિલ્હી પોલીસે આ છોકરાને ઉત્તર પ્રદેશના જેવરનો ગણાવ્યો છે ત્યારે તિવારી તેને દિલ્હીનો ગણાવી રહ્યા છે.

જો કે છોકરાના સોશિયલ મીડિયા પ્રોફાઈલ પરથી તે ભાજપનો સમર્થક હોવાની શક્યતા વધારે લાગે છે. તેના સોશિયલ મીડિયા પરનો ફોટો તેણે ભાજપનો કેસરી ખેસ પહેરેલો છે. આ ઉપરાંત કટ્ટરવાદી હિંદુ નેતાઓનાં વખાણ અને તસવીરો પણ મોટા પ્રમાણમાં છે. આ છોકરો તેમનાથી પ્રભાવિત હોય એ પ્રકારની પોસ્ટ્સ પણ  મોટા પ્રમાણમાં મૂકાયેલી છે.

સીએએને ગાંધીજી સાથે  જોડવાની ભાજપની વ્યૂહરચના
સંસદના સંયુક્ત સત્રને સંબોધતાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દાવો કર્યો કે, સીએએ બનાવીને સંસદે મહાત્મા ગાંધીની ઈચ્છા પૂરી કરી છે. કોવિંદે કહ્યું કે, ગાંધીજીએ કહેલું કે, પાકિસ્તાનમાં રહેવા નહીં માગતા હિંદુ અને સીખ ભારત આવી શકે છે. આ હિંદુ-સીખો સામાન્ય જીંદગી જીવે એ જોવાની ભારત સરકારની ફરજ છે. મોદીએ પશ્ચિમ બંગાળમાં સ્વામી વિવેકાનંદની જન્મ જ્યંતિએ આ વાત કરી હતી તેથી રાષ્ટ્રપતિએ નવી વાત કરી નથી પણ તેમણે રાજકીય પક્ષોને ગાંધીજીની વાતને અનુસરવા કહ્યું એ વાત નવી છે.

રાજકીય વિશ્લેષકો આ વાતને સીએએ સામેના વિરોધને નબળો પાડવાની વ્યૂહરચના માને છે. ભારતમાં ગાંધીજીની વાતનો વિરોધ કરવાની હિંમત હજુ રાજકીય પક્ષો બતાવતા નથી. સીએએને ગાંધીજી સાથે જોડવાથી રાજકીય પક્ષો ઢીલા પડશે ને સીએએનો ખુલ્લો વિરોધ પડતો મૂકશે એવું મોદી સરકાર માને છે.

કેજરીવાલે મોદી સ્ટાઈલમાં ભાજપને જવાબ આપ્યો
અરવિંદ કેજરીવાલ દિલ્હીની ચૂંટણીમાં બિલકુલ નરેન્દ્ર મોદીની સ્ટાઈલમાં પ્રચાર કરી રહ્યા છે. મોદીની જેમ કેજરીવાલ પણ વિપક્ષની ટીકાઓને પોતાના ફાયદામાં ફેરવી નાંખવાનો દાવ ખેલી રહ્યા છે. કેજરીવાલ પોતાને 'દિલ્લી કા બેટા' ગણાવે છે તેની સામે ભાજપના નેતા ડો. હર્ષવર્ધને કરેલી ટીપ્પણીનો ઉપયોગ કેજરીવાલે એ રીતે પોતાના ફાયદા માટે કરી લીધો. ડો. હર્ષવર્ધને કોમેન્ટ કરી હતી કે, અરવિંદ કેજરીવાલનો જન્મ હરિયાણાના હિસ્સારમાં થયો ને એ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી અણ્ણા હઝારેના આંદોલન સાથે જોડાયા પછી 'દિલ્લી કા બેટા' કઈ રીતે બની ગયા ?

કેજરીવાલે મોદી સ્ટાઈલમાં તેનો જવાબ આપ્યો છે કે, ડોક્ટર સાહેબ તમને મારા માટે નફરત હોય તો મને ગાળો આપો, પણ હરિયાણા તથા ઉત્તર પ્રદેશથી આવેલાં લોકોને તમે બહારના કઈ રીતે ગણાવી શકો ? ભાજપ માટે એ લોકો બહારના હશે પણ આ શહેર માટે તો પરિવાર જ છે. અમે દિલ્લીવાસીઓએ એ બધાંને અપનાવીને તેમને પરિવારનો હિસ્સો બનાવી લીધા છે. 

બજેટ ૨૦૨૦ ભારતની આર્થિક સમસ્યા દૂર કરશે?
પાટનગર દિલ્હીમાં આજકાલ આ જ વાતની ચર્ચા ચાલે છે કે આવતી કાલે રજૂ થનારા બજેટ દ્વારા દેશની આર્થિક સ્થિતી દૂર થશે? સંકેતો તો એવા મળે છે કે બજેટ 'હલવો' તો નહીં જ હોય. નિષ્ણાતો કહે છે કે અત્યંત ખરાબ મંદીનો સામનો કરી રહેલા દેશ માટે સ્વીટ પણ હશે અને સૌર (ખોટું) પણ હશે. ટુંકમાં શક્યતા એવી છે કે બજેટ ૨૦૨૦માં કોઇ જ આક્રમક પગલાં નહીં હોય, પરંતુ ગ્રાહકોની ક્ષમતા વધારવા માટે તેઓ  પ્રયાસ જરૂર કરશે.

કેટલાક નિષ્ણાતો કહે છે કે મોદી એ પણ પોતાના બીજા કાર્યકાળમાં આવા જ મોટા વાયદા કર્યો હતો અને સરકારની ગાડીને ફરી પાટા પર લાવવા અને ઘરેલું વેપાર તેમજ વૈશ્વિક રોકાણને ભારતમાં લાવવાનો પ્રયાસ કર્યા હતા, પરંતુ પરિણામ આપણી સામે છે.આઠ મહિના પછી તેમણે કહ્યું હતું કે  અનેક પ્રકારના નિવેદનો જારી કરાઇ રહ્યા છે. આ વખતનું બજેટ સુઘારાની તક આપશે, એવું નિષ્ણાતો કહે છે.

સિતારમણ સાથે કામ કરનાર અધિકારીઓસપ્ટેમ્બર,૨૦૧૭માં નાણા સચિવનો પદ ગ્રહણ કરનાર રાજીવ કુમાર સિતારમણની ટીમના નેતા છે. તેમને બેન્કીંગ સેકટર અંગે કામગીરી સોંપાઇ હતી. ૧૯૮૭ની બેચના ટી વી ોસમનાથ ખર્ચ વિભાગના સચિવ છે. તેમને સરકારી ખર્ચાઓ પર અવી રીતે કાપ મૂકવા કહેવાવમાં આવ્યું હતું કે જેનાથી નકામો   ખર્ચ ઓછો થાય અને માગ વધે. એમની સાથે અન્ય અધિકારીઓ પણ છે જે પોતપોતાના ક્ષેત્રે નિષ્ણાંત મનાય છે. પણ મૂળ વાત એ છે કે શું વૃધ્ધિમાં વધારો થશે?

ગ્રોથ ખૂબ ઓછો થવાની શક્યતા
સરકારની આવકમાં વધારો કરવા માટે સરકારી ઉપક્રમોમાંથી ડિસઇન્વેસ્ટમેન્ટનો જ રસ્તો છે. લોકસભામાં આજે રજૂ કરાયેલા બજેટ પહેલાનો સર્વે કહે છે કે ' સપત્તિની વહેંચણી માટે, પહેંલા સંપતિ ભેગી કરવી પડે અથવા ઊભી કરવી પડે. સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે  ડૂંગળી જેવા જીવનજરૂરી ચીજના ભાવ પર નિયંત્રણ માટે સરકારે કરેલી મધ્યસ્થી અસરકારક રહી નહતી. ગ્રાથ વધારવા માટે તેમણે ઉત્પાદન એકમો પર ભાર મૂક્યો હતો જ્યાં રોજગારીની તકો ઊભી કરી શકાય છે. 

વેપારને વધુ સરળ બનાવવા સર્વેમાં નિકાસને પ્રોત્સાહન આપવા બંદરો ખાતે રેડટેપીઝમ દૂર કરવા તેમજ સ્ટાર્ટ અપ બિઝનેસ માટે સરળ પ્રક્રિયા કરવાની માગ કરાઇ હતી. વેપારની સરળ બનાવવા માટે સર્વેમાં સંપતિની નોંધણી સરળ કરવા, કર ચૂકવવા અને કરાર પર અમલ કરવાના પગલાં સરળ બનાવવાનું સુચન કરાયું હતું.ઉપરાંત જાહેર ક્ષેત્રની બેન્કોમાં તેમજ અન્ય  એકમોમાં વહીવટમાં સુધારો કરવા કહેવામાં આવ્યું હતું.

સંસદનું સત્ર તોફાની બનવાની શક્યતા
સોનીયા ગાંધીએ આજે સીએએ વિરોધી રેલીનું સંસદ ભવનમાં નેતૃત્વ કર્યું હતું. સીએએ, એનસીઆર અને આનપીઆરનો આખા દેશમાં થઇ રહેલા વિરોધ તેમજ ભાજપના નેતાઓ દ્વારા કરાઇ રહેલા બિનસંસદીય નિવેદનો વચ્ચે આજથી શરૂ થયેલો સંસદના સત્ર તોફાની બને તેની પુરેપુરી શક્યતા દેખાય છે.સર્વ પક્ષીય બેઠક પછી રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા ગુલામનબી આઝાદે કેન્દ્ર સરકાર પરધરણા કરી રહેલા લોકો સાથે વાત નહીં કરવા બદલ  ઘમંડી હોવાનો આક્ષેપ કર્યો હતો.

ઉપરાંત જમ્મુ-કાશ્મીરના નેતા ફારૂક અબ્દુલ્લાહને તાત્કાલિક છોડી દેવાની માંગણી કરી હતી કે જેથી તેઓ સંસદમાં હાજરી આપી શકે.તેમણે સરકાર પર સર્જરી ખોટી કરી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. જમ્મુ અને કાશ્મીરના લોકોની અપેક્ષાઓ પર સરકાર નિષ્ફળ ગઇ હતી. ભારતના ૨૦ કરોડ મુસ્લિમોને એ ડર છે કે હિન્દુ બહુમતી ધરાવતા દેશમાં બિન સામપ્રદાયીક બંધારણને નબળો બનાવે છે. નાગરિકતા મેળવવા માટે ૧.૩ અબજ લોકોને પોતાના દસ્તાવેજો રજૂ કરવા પડશે તેની વિરૂધ્ધમાં આખા દેશમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.

જામીયા શૂટરના બજરંગ દળ સાથે સંપર્ક
જામીયા નગરમાં શાંત પ્રદર્શન કરી રહેલા લોકો પર ફાયરિંગ કરનાર યુવોને પોતાની જાતને બજરંગ દળનો કાર્યકર્તા બતાવ્યો હતો. એના ફેસબુક એકાઉન્ટ પરથી એ પણ સાબીત થાય છે કે આ કાંડ માટે તેણે અગાઉ થી તૈયારી કરી હતી. તેણે લખ્યું હતું કે વિરોધીઓનો ખેલ ખતમ.. શાહીબાગ તારી રમત પુરી.

મારી લાશ પર તિરંગો લપેટજો અને જયશ્રી રામના નારા બોલજો. હુમલાખોરે પત્રકારોને પોતાનું નામ રામ ભક્ત બતાવ્યું હતું. પરંતુ હમેંશની જેમ બંજરંગ દળે એ વાતનો ઇનકાર કર્યો હતો. આધાર કાર્ડ અનુસાર, તેનો જન્મ ૧૮ એપ્રિલ, ૨૦૦૨માં થયો હતો.

સુખબીરે પલ્ટી મારતા કેપ્ટને તેની ટીકા કરી
પંજાબના મુખ્ય મંત્રી કેપ્ટન અમરિનદર સિંહે શીરોમણી અકાલી દળ પર પોતાના નિર્ણય થી ફરી જવા બદલ ભારે ટીકા કરી હતી.પોતાના રાજકીય હિતને પુરૂં કરવા માટે યુ ટર્ન કરી ભાજપને ટેકો આપયો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. દિલ્હીની ચૂંટણીમાં શીરોમણી અકાલી દળ ભાજપની સાથે છે એવા સુખબીર સિંહના નિવેદન પર તેમણે પ્રહાર કર્યો હતો.

'શીરોમણી અકાલી દળના પલ્ટી મારવાના નિર્ણયથી એવો સંકેત મળે છે કે તેમણે પોતાનો રાજકીય લાભ લેવા સીએએ સબંધમાં કોઇ સોદાબાજી કરી છે.તેમના આ પક્ષપલટા પાછળ લોકો સાથે છેતરપીંડી જ કારણ ભૂત હોય એવું મનાય છે.

- ઇન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો