દિલ્હીમાં અચાનક વરસાદ વરસતા ઠંડીમાં વધારો, મોસમ બદલાયુ

નવી દિલ્હી તા.28 જાન્યુઆરી 2020, મંગળવાર

પાટનગર નવી દિલ્હીમાં સોમવારે સવારે અચાનક મોસમ બદલાઇ હતી અને શરૂમાં ગાઢ ધૂમ્મસ સાથે વાદળિયું વાતાવરણ હતું. પછી રાત્રે ઓચિંતો વરસાદ ત્રાટકી પડ્યો હતો અને સડકો પર પાણી ભરાઇ ગયાં હતાં.

પરિણામે ઉષ્ણતામાનનો પારો નીચે ઊતરી જતાં ઠંડી વધી હતી. હવામાન વિભાગે એવી આગાહી કરી હતી કે આવતા ત્રણેક દિવસ આવુંજ હવામાન રહેવાની શક્યતા છે. ઠંડી વધશે. જો કે 30મી જાન્યુઆરીએ તડકો નીકળવાની શક્યતા હતી.

હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ પહાડી વિસ્તારોમાં થયેલી ભારે હિમવર્ષાના પગલે આ વિસ્તારમાં પણ હવામાનમાં પરિવર્તન થયું હતું. સોમવારે મહત્તમ તાપમાન વીસ ડિગ્રી સેલ્સિયસ હતું અને લઘુતમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ હતું. 

પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થતી હતી જ્યારે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો હતો. 


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે