Budget 2020: નાણા મંત્રી નિર્મલા સીતારમણ સંસદ ભવન પહોંચ્યા, મોદી કેબિનેટની બેઠક શરૂ

નવી દિલ્હી, તા. 01 ફેબ્રુઆરી 2020 શનિવાર

પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે. બજેટ 2020-2021ની પ્રિન્ટેડ કોપીઓ સંસદ ભવન લાવવામાં આવી ચૂકી છે. 11 વાગે મોદી સરકાર 2.0નું બીજું બજેટ રજૂ કરવામાં આવશે.

કેબિનેટ મીટિંગ માટે નિર્મલા સીતારમણ સંસદ ભવન પહોંચ્યા છે. તેમની સાથે નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુર પણ છે.


નાણા મંત્રી નિર્મલા સીતારમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળી બજેટ રજૂ કરવા માટે મંજૂરી મેળવી લીધી છે.

યૂનિયન કેબિનેટ સેક્રેટરી રાજીગ ગૌબા સંસદ ભવન પહોંચ્યા.

બજેટમાં નિર્મલા સીતારમણે ગ્રામ્ય વિસ્તારોમાં ખર્ચ વૃદ્ધિ માટે કેટલીક જાહેરાત કરી શકે છે. આ ઉપરાંત ઘર ખરીદી અને બજારના રોકાણકારો માટે પણ કેટલીક જાહેરાતો કરી શકે છે

મોદી સરકારે બજેટની 92 વર્ષની પરંપરા બદલી હતી

મોદી સરકારે પોતાના પ્રથમ કાર્યકાળમાં તત્કાલીન નાણા પ્રધાન અરૂણ જેટલીએ 92 વર્ષની પરંપરા બદલી હતી. વર્ષ 2017 પહેલા રેલવે બજેટની જાહેરાત પણ નાણા મંત્રી સામાન્ય બજેટમાં જ કરવા લાગ્યા હતા.

આ પહેલા રેલવે પ્રધાન સામાન્ય બજેટના એક દિવસ પહેલા જ રેલવે બજેટની જાહેરાત કરતા હતા, પરંતુ સામાન્ય બજેટમાં રેલવે બજેટને ભેગુ કરવાની સાથે જ જેટલીએ બજેટ જાહેર કરવાની તારીખને પણ બદલી નાખી હતી. હવે બજેટ લગભગ 1 મહિના પહેલા જાહેર થઈ જાય છે અને આર્થિક સર્વે પણ 31 જાન્યુઆરીથી શરૂ થઈ ગાય છે.

બજેટ નહીં, બહીખાતુ 

હંમેશાથી બજેટની કોપીને સુટકેસમાં લઈ જવાની પરંપરા હતી, પરંતુ નાણા મંત્રી નિર્મલા સીતારમણે આ પરંપરાને બદલી નાખી હતી. તેઓ જ્યારે બજેટ રજુ કરવા પહોંચ્યા ત્યારે તેમના હાથમાં અશોક ચિહ્ન વાળું એક લાલ રંગનું કાપડ હતું. જેમાં બજેટની કોપીને વીંટવામાં આવી હતી.

આ પ્રથમ વખત બન્યું જ્યારે સુટકેસની જગ્યાએ બજેટના દસ્તાવેજ એક લાલ રંગના કપડામાં સંસદ ભવનમાં લાવવામાં આવ્યા હોય. સાથે જ બજેટ નહી પરંતુ બહીખાતુ કહેવામાં આવી રહ્યું હતું. તેથી જ હવે કહી શકાય છે કે, આ વખતે મોદી સરકાર સંસદમાં બજેટ નહી, પરંતુ બહીખાતુ રજુ કરશે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજુ કરતા સમયે નાણા મંત્રી નિર્મલા સીતારમણે સુટકેશની પરંપરાને બદલી દીધી હતી. નાણા મંત્રી જ્યારે બજેટની કોપી લઈને નીકળ્યા ત્યારે તેમના હાથમાં સુટકેશની જગ્યાએ લાલ રંગના કાપડમાં બજેટની કોપી વીંટેલી જોવા મળી હતી.

દેશની જનતાને આ બજેટમાં મોદી 2.0 પાસેથી ઘણી આશાઓ છે, ત્યારે આ બજેટમાં સરકારને સૌથી મોટો પડકાર દેશના આર્થિક તંત્રને પાટા પર લાવવાનો છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે