આજથી બજેટ સત્ર શરૂ: સોનિયા ગાંધીની આગેવાનીમાં સંસદ ભવનની બહાર CAA વિરોધી દેખાવો

નવી દિલ્હી તા.31 જાન્યુઆરી 2020, શુક્રવાર

નાગરિકતા અંગેના નવા કાયદા (સીએએ)ની વિરુદ્ધ દેશના વિપક્ષોએ આજે શુક્રવારે સવારે સંસદ ભવનની બહાર દેખાવો કર્યા હતા. આ દેખાવોની આગેવાની કોંગ્રેસના સોનિયા ગાંધીએ લીધી હતી.

આજથી સંસદના બજેટ સત્રનો આરંભ થઇ રહ્યો છે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ આજે સંસદનાં બંને ગૃહોને સંબોધવાના છે. એવા સમયે વિપક્ષોએ સંસદ ભવનની બહાર દેખાવો કર્યા હતા. 

સંસદ ભવનના પટાંગણમાં રાષ્ટ્રપિતા ગાંધીજીની પ્રતિમાની સામે વિપક્ષો હાથમાં બેનર્સ અને પાટિયાં લઇને ઊભાં હતા. આ પાટિયાં પર લોકશાહીને બચાવો એવું તથા કાળો કાયદો નાબૂદ કરો એવાં લખાણ હતાં.

આજથી શરૂ થનારું સંસદનું બજેટ સત્ર એપ્રિલની ત્રીજી તારીખ સુધી ચાલશે. આવતી કાલે પહેલી ફેબ્રુઆરીએ 2020-21ના નાણાંકીય વર્ષનું બજેટ રજૂ થશે. વિપક્ષો આર્થિક મંદી, બેકારી, સીએએ અને એનઆરસી જેવા મુદ્દે સરકારને ઘેરવા થનગની રહ્યા હતા.

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ 10.55 કલાકે સંસદ ભવન પહોંચશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા તેમની સાથે હશે. 11 વાગ્યે રાષ્ટ્રપતિ સંસદને સંબોધવાનુઁ શરૂ કરશે. એમના પ્રવચન પછી અર્ધા કલાકનો વિરામ રહેશે.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો