370મી કલમ રદ થઇ એ પહેલાં જમ્મુ કાશ્મીર ભારતનો હિસ્સો નહોતોઃ પીડીપી

શ્રી નગર, તા. 28 જાન્યુઆરી 2020 મંગળવાર

પીડીપીના નેતા અને રાજ્યસભાના સાંસદ ફૈયાઝ અહમદે આક્રોશભેર જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરના તાજેતરના પ્રવચનને પડકાર્યું હતું કે 370મી કલમ રદ થઇ એ પહેલાં શું અમે પાકિસ્તાનનો એક હિસ્સો હતા ?

રવિવારે 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનના સમારોહમાં બોલતાં જમ્મુ કશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર જી સી મુર્મુએ કહ્યું હતું કે ગયા વર્ષે 370મી કલમ રદ થઇ ત્યારબાદ જમ્મુ કશ્મીર ખરા અર્થમાં ભારતનો એક અવિભાજ્ય હિસ્સો બન્યું. 

તેમના આ વિધાનથી ફૈયાઝ અહમદ છેડાઇ પડ્યા હતા અને ગવર્નરના વિધાનને પડકાર્યું હતું. તેમણે કહ્યું કે તમારા કહેવાનો અર્થ શું એેવો છે કે પહેલાં જમ્મુ કશ્મીર ભારતનો એક હિસ્સો નહોતું ? શું અમે પાકિસ્તાનનો એક હિસ્સો હતા ? પરિસ્થિતિ ખરેખર નોર્મલ હોય તો અટકાયતમાં રાખેલા પોલિટિકલ લીડર્સને છોડવામાં કેમ નથી આવતા ? 

ફૈયાઝે એવો દાવો કર્યો હતો કે ઊલટું જમ્મુ કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા પછી આમ લોકોની તકલીફો વધી હતી. અગાઉ શાસક પક્ષ કહેતો હતો કે અમે વિભાજનવાદી નેતાઓ સાથે વાત નહીં કરીએ. પરંતુ હવે તો મુખ્ય ધારા સાથે સંકળાયેલા પોલિટિકલ નેતાઓ સાથે પણ વાત નથી કરતા. આ કઇ જાતનો વિકાસ છે એ સમજાતું નથી. આવાં બેવડાં ધોરણ ક્યાં સુધી ચાલવાનાં છે એવો સવાલ તેમણે કર્યો હતો.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે