આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનો વિજય: યુરોપિયન યુનિયનમાં CAA વિરૂદ્ધ મતદાન નહીં થાય

નવી દિલ્હી, તા. 30 જાન્યુઆરી 2020, ગુરૂવાર 

નાગરિકતા અંગેના નવા કાયદાના મુદ્દે ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એક ઝળહળતી સફળતા મેળવી હતી. યૂરોપિયન યુનિયનમાં આ કાયદા વિરુ્દ્ધ રજૂ થયેલા પ્રસ્તાવ પર મતદાન નહીં થાય.

યૂરોપિયન યુનિયને ગયા સપ્તાહની આખરે ભારતમાં ઘડાયેલા આ કાયદાની ટીકા કરી હતી અને એને ભેદભાવયુક્ત ગણાવ્યો હતો. યૂરોપિયન યુનિયનના આ દોઢ ડહાપણનો ભારતે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. ભારતે કહ્યું હતું કે આ અમારી અંગત અને આંતરિક બાબત છે. યૂસોપિયન યુનિયનને અમારી આ બાબત સાથે કશી લેવાદેવા નથી.

ભારત અને એના મિત્ર દેશોએ યૂરોપિયન યૂનિયન પર પ્રચંડ દબાણ સર્જ્યું હતું. એના પરિણામે આજે ગુરૂવારે સીએએ વિરુદ્ધના પ્રસ્તાવ પર થનારું મતદાન ટળી ગયું હતું. હવે આ મતદાન માર્ચમાં થશે એવી ઔપચારિક જાહેરાત યુનિયન તરફથી કરવામાં આવી હતી. 

યૂરોપિયન યુનિયનના આ નિર્ણયને બિરદાવતાં ભારતે કહ્યું હતું કે ભારતના દોસ્તો ખરે ટાણે કામ આવ્યા છે અને પાકિસ્તાનની મેલી મુરાદ ધૂળમાં મળી ગઇ હતી.

ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ કાયદો લોકશાહી ઢબે સંસદનાં બંને ગૃહોએ મંજૂર કર્યા બાદ રાષ્ટ્રપતિની સહી દ્વારા બન્યો હતો અને એ સંપૂર્ણપણે ભારતીય બંધાણને અનુરૂપ હતો એટલે યુરોપિયન યુનિયને એમાં માથું મારવાની કશી જરૂર નથી.

આ પ્રસ્તાવ બ્રિટિશ સાંસદ (મૂળ પાકિસ્તાની કૂળના ) શફ્ફાક મુહમ્મદ લાવ્યા હતા અને એના પર બુધવારે ચર્ચા થયા બાદ આજે ગુરૂવારે એના પર મતદાન થવાનું હતું.


Comments

Popular posts from this blog

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો ધબડકો, 208ના ટાર્ગેટ સામે 64 રનમાં ઓલઆઉટ