બિહારમાં મોટી દુર્ઘટના, નાવ પલટી જવાથી 22 તણાયા, 6ના મૃતદેહ મળ્યા


નવી દિલ્હી,તા.26.સપ્ટેમ્બર,2021

બિહારના મોતિહારી જિલ્લામાં સર્જાયેલી એક કરુણાંતિકમાં નદીમાં નાવ ડુબવાના કારણે 22 લોકો વહી ગયા છે.6 લોકોના મૃતદેહ અત્યાર સુધીમાં મળી આવ્યા છે.

આજે સવારે આ દુર્ઘટના બની હતી.બોટ નદીમાં ડુબી ત્યારે તેમાં 22 લોકો સવાર હતા.આ પૈકીના 6 મૃતદેહ હાથ લાગ્યા છે.નાવ પલટી જવાની સૂચના મળ્યા બાદ તંત્રના અધિકારીઓ તેમજ રેસ્ક્યુ ટીમો સ્થળ પર પહોંચી હતી.સ્થાનિક ડુબકીમારોની પણ લોકોની શોધખોળ માટે મદદ લેવાઈ રહી છે.એવુ કહેવાય છે કે, બોટ ચલાવી રેલો વ્યક્તિ તરીને કિનારે પહોંચવામાં સફળ રહ્યો હતો.

આ પહેલા પણ બિહારમાં મૂર્તિ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી અને તેમાં સાત બાળકીઓના મોત થયા  હતા .


Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન