આજે કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતોનું ભારત બંધ, ટ્રેડ યુનિયન્સનું સમર્થન


કૃષિ કાયદાઓના અમલને એક વર્ષ 

હોસ્પિટલ, એમ્બ્યુલન્સ જેવી ઇમર્જન્સી સેવાઓ ચાલુ રહેશે, બજારો, દુકાનો વગેરે બંધ રહેશે : કિસાન મોરચા

નવી દિલ્હી : કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓની વિરૂદ્ધમાં ખેડૂતોએ 27મી તારીખે ભારત બંધની જાહેરાત કરી હતી. ખેડૂતોના ભારત બંધને બધા જ વિપક્ષોએ સમર્થન આપ્યું છે. સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ)ની આગેવાનીમાં 40 ખેડૂત સંગઠનોએ 27મીના ભારત બંધને સમર્થન આપવા લોકોને અપીલ કરી છે. ખેડૂતોના ભારત બંધથી કૃષિ કાયદા વિરૂદ્ધના આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે. 

ભારત બંધ દરમિયાન વિવિધ સૃથળોએ ખેડૂતો દ્વારા રેલીઓ કાઢવામાં આવશે તેમજ ધરણા પ્રદર્શન પણ કરવામાં આવશે. સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું છે કે ભારત બંધનું આયોજન સવારે છ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી ચાલશે. આ દરમિયાન દરેક સરકારી અને ખાનગી કચેરીઓ, શિક્ષણ અને અન્ય સંસૃથાઓ, દુકાનો, ઉધ્યોગ અને વેપારી સંસૃથાઓ બંધ રહેશે.

જ્યારે બીજી તરફ બંધ દરમિયાન હોસ્પિટલ, ઇમર્જન્સી સેવાઓ, મેડિકલ સ્ટોર્સ, રાહત તેમજ બચાવ કાર્યો વગેરે ખુલ્લા રહેશે. જે પણ વિસ્તારોમાં ખેડૂતો ધરણા પ્રદર્શન પર બેઠા હોય ત્યાંથી જો કોઇ એમ્બ્યૂલંસ પસાર થવાની હોય તો તુરંત જ રસ્તો કરી આપવામાં આવશે. માલવાહક મોટર વહીકલને દિલ્હીની અંદર કે બહાર જવા નહીં દેવાય.

સંયુક્ત કિસાન મોરચાના સમર્થનમાં અનેક પ્રાઇવેટ ટ્રાંસપોર્ટ અસોસિએશન પણ જોડાયા છે. વિપક્ષોએ ખેડૂતોના ભારત બંધને સમર્થન આપ્યું છે. દરમિયાન ખેડૂત નેતાઓએ લોકોને અપીલ કરી છે કે તેઓ કારણ વગર ઘરની બહાર ન નિકળે કેમ કે ઘરની બહાર નિકળવાથી તેમને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. 

લોકોને ભારત બંધમાં સમર્થન આપવાની અપીલ પણ કરવામા આવી છે. ખેડૂતોએ અપીલ કરી છે કે નાનાથી લઇને મોટા વેપારીઓ ભારત બંધમાં જોડાય અને પોતાની દુકાનો, માર્કેટ, વેપાર વગેરેને બંધ રાખે અને એક દિવસ માટે આ બંધમાં જોડાય. 

દરમિયાન ઉત્તર પ્રદેશના પશ્ચિમી હિસ્સામાં ઘટનાક્રમ બહુ જ તેજ બની ગયો છે. ખેડૂતોનો ગઢ અને ખાસ કરીને શેરડીનો પાક લઇ રહેલા ખેડૂતોનો ગઢ ગણાતા પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં મહાપંચાયતોનો દોર જારી છે. થોડા દિવસ પહેલા જ રાકેશ ટિકૈતે મહાપંચાયત બોલાવી હતી. ત્યાં જ હવે ફરી મહાપંચાયત યોજાઇ છે. જેમાં મુળ મુદ્દો કૃષિ કાયદાનો વિરોધ નહીં પણ ખેડૂતોની સમસ્યાઓ છે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો