RBIએ સતત ચોથી વખત વ્યાજદર વધાર્યા : લોન મોંઘી થશે
- મેથી અત્યાર સુધીમાં ચાવીરૂપ વ્યાજદરમાં કુલ 1.90 ટકાનો વધારો - 0.50 ટકાના વધારા પછી રેપો રેટ વધીને 5.90 ટકા : ત્રણ વર્ષની ઉંચી સપાટી વર્તમાન નાણાકીય વર્ષ માટે ફુગાવાનો અંદાજ 6.70 ટકા જાળવી રખાયો - નાણાકીય વર્ષ 2022-23 માટે જીડીપીનો અંદાજ 7.2 ટકાથી ઘટાડી 7 ટકા કરાયો મુંબઈ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)એ ત્રણ દિવસની બેઠકના અંતે આજે વ્યાજ દરમાં અપેક્ષા પ્રમાણે અડધા ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. એમપીસીએ છેલ્લી ચાર બેઠકમાં કુલ ૧૯૦ બેઝિસ પોઈન્ટનો વધારો કરી હવે વ્યાજ દર ૫.૯૦ કર્યો છે. જે છેલ્લા ત્રણ વર્ષનો સૌથી ઊંચો છે. મે ૨૦૨૨ની બેઠકમાં ચાલીસ બેઝિસ પોઈન્ટ બાદ સતત ત્રણ બેઠકમાં દરેકમાં અડધા ટકા (પચાસ બેઝિસ પોઈન્ટ)નો વધારો કરાયો છે. વર્તમાન નાણાં વર્ષ માટે ફુગાવાનો દર ૬.૭૦ ટકા જાળવી રખાયો છે જ્યારે આકાર પામી રહેલા વૈશ્વિક ઘટનાક્રમોને ધ્યાનમાં રાખી વર્તમાન નાણાં વર્ષ એટલે કે ૨૦૨૨-૨૩ માટેના આર્થિક વિકાસ દરના અંદાજને ૭.૨૦ ટકા પરથી ઘટાડી ૭ ટકા કરાયો હોવાનું રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે બેઠક બાદ જારી કરેલા નિવ...