આજે દિવંગત મહાણારી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કાર કરવામાં આવશે
- કિંગ ચાર્લ્સ તૃતિયએ મહારાણીના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે અનેક ડઝન નેતાઓનું સ્વાગત કર્યું
લંડન, તા. 19 સપ્ટેમ્બર 2022, સોમવાર
મહારાણી એલિઝાબેથ દ્વિતીયના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેના પહેલા કિંગ ચાર્લ્સ તૃતિયએ રવિવારના રોજ બકિંગહામ પેલેસ ખાતે સમગ્ર વિશ્વના નેતાઓનું સ્વાગત કર્યું હતું. ત્યાં ઉપસ્થિત અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પણ તે પ્રસંગે દિવંગત મહારાણીને અંતિમ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
તે સમયે જો બાઈડને પત્ની જિલ બાઈડન સાથે એક ગેલેરીમાં ઉભા રહીને લંડનના વેસ્ટમિંસ્ટર હોલમાં બ્રિટિશ ઝંડામાં લપેટાયેલા કોફિન તરફ ક્રોસ કરીને હૃદય પર હાથ રાખ્યો હતો.
અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડને બકિંગહામ પેલેસ જતા પહેલા મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ તેમને પોતાની માતાની યાદ અપાવી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
શોક પુસ્તિકા પર હસ્તાક્ષર કર્યા બાદ બાઈડને કહ્યું હતું કે, 'ઈંગ્લેન્ડના તમામ લોકો, યુનાઈટેડ કિંગ્ડમના તમામ લોકો હવે આપણાં સૌનું દિલ આપણાં બધાથી દૂર થઈ રહ્યું છે, તમે સૌ સૌભાગ્યશાળી છો કે 70 વર્ષ સુધી તમને તેમનું સાનિધ્ય પ્રાપ્ત થયું. આપણે સૌએ તેમનો પ્રેમ મેળવ્યો કારણ કે તેમના માટે દુનિયા શ્રેષ્ઠ હતી.'
ત્યાર બાદ તેઓ બકિંગહામ પેલેસ ખાતે પહોંચ્યા હતા જ્યાં કિંગ ચાર્લ્સે જાપાનના સમ્રાટ નારૂહિતો ઉપરાંત ફ્રાંસીસી રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોં સહિતના અનેક ડઝન નેતાઓ જે મહારાણીના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે આવ્યા હતા તેમનું સ્વાગત કર્યું હતું.
આ પણ વાંચોઃ દ્રોપદી મૂર્મુ લંડન પહોંચ્યા, બાઈડન સહિત અનેક વર્લ્ડ લીડર મહારાણી એલિઝાબેથને આપશે અંતિમ વિદાય
Comments
Post a Comment