UPના 38 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર


- આ દરમિયાન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે

લખનૌ, તા. 25 સપ્ટેમ્બર 2022, રવિવાર 

અમૌસી સ્થિત ઝોનલ હવામાન વિભાગના કેન્દ્રે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાકમાં રાજ્યના 38 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે 26 સપ્ટેમ્બર સુધી વરસાદ થવાની આગાહી કરી છે. ત્યાર બાદ હવામાન ચોખ્ખું થઈ જશે. જોકે, આ દરમિયાન હળવો વરસાદ પણ પડી શકે છે.

ચોમાસાની વિદાય પહેલા યુપીના તમામ જિલ્લાઓમાં મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર ઉત્તર પ્રદેશમાં 12.9 મિલી લીટર વરસાદ વરસ્યો છે. આ સરેરાશ અંદાજ કરતાં 300% વધુ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ શ્રાવસ્તીમાં થયો હતો.


આ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગોંડા, બલરામપુર, સિદ્ધાર્થનગર, મહારાજગંજ, ગોરખપુર, દેવરિયા, બસ્તી, સંત કબીરનગર, સીતાપુર, લખીમપુર ખેરી, શાહજહાંપુર, પીલીભીત, બરેલી, બદાઉન, ફારુખાબાદ, કન્નૌજ, જાલૌન, ઈટાવા, કાનપુર, કાનપુર, ઔરૈયા. દેહાત, ઉન્નાવ, આગ્રા, ફિરોઝાબાદ, કાસગંજ, હરદોઈ, મથુરા, હાથરસ, અલીગઢ, બુલંદશહર, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, મેરઠ, મુરાદાબાદ, રામપુર, લખનૌ, બિજનૌર, વારાણસી અને મુઝફ્ફરનગરમાં 25 અથવા 26 સપ્ટેમ્બર સુધી વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

11 જિલ્લાના 228 ગામ પૂરની લપેટમાં

છેલ્લા થોડા દિવસોથી પડી રહેલા વરસાદના કારણે પૂરનો કહેર વર્તાય રહ્યો છે. નદીઓમાં જળ સ્તર વધવાના કારણે પ્રદેશના અનેક જિલ્લાઓમાં પૂરની લપેટમાં આવી ગયા છે. સતત વરસી રહેલા વરસાદના કારણે યુપીના 11 જિલ્લાઓના 228 ગામો પૂરની લપેટમાં આવી ગયા છે. એટલું જ નહીં સેંકડો હેક્ટરનો પાક પણ બરબાદ થવાનો અંદાજ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો