NSEમાં ટ્રેડિંગ દરમિયાન ટેક્નિકલ ખામી, ટૂંકા ગાળાની પોઝિશન રાખનાર રોકાણકારો નુકસાની વેઠવાનો વારો

નવી દિલ્હી, તા. 24 ફેબ્રુઆરી 2021, બુધવાર
દેશમાં અગ્રણી સ્ટોક એક્સચેંજ NSE (નેશનલ સ્ટોક એક્સચેન્જ)માં આજે એક ટેક્નિકલ ખામીના કારણે ઇન્ડેક્સ પ્રાઇસ ફીડ અપડેટ થવામાં મુશ્કેલી આવી રહીં છે જેને લઇને ટ્રેડિંગ કરવામાં મુશ્કેલી આવી રહીં છે.
રિટેલ ટ્રેડરને જે અપડેટ સતત મળતી રહેવી જોઇએ તેને લઇને રોકાણકારો અને બ્રોકર હાઉસ ફરિયાદ કરી રહ્યાં છે. શેર બ્રોકરો અને રોકાણકારો ટ્વીટર પર સતત આ ટેક્નિકલ ખામીને લઇને ફરિયાદ કરી રહ્યાં છે.
દેશના એક અગ્રણી બ્રોકર ફર્મે ટ્વીટર પર જણાવ્યું કે એનએસઇો સૂચકાંકનો લાઇવ ડેટા અપડેટ થઇ રહ્યો નથી. તેણે આગળ કહ્યું કે ખાસ કરીને Nifty 50, Nifty Bank સંબંધી લાઇવ અપડેટ મેળવવામાં મુશ્કેલી થઇ રહીં છે.
ટેક્નિકલ ફોલ્ટને કારણે ટૂંકા ગાળાની પોઝિશન રાખનાર રોકાણકારો પ્રાઇસ ફિડના આધારે માર્જિન ઓનલાઇન મેળવી શકતા ન હોતા અને તેના લીધે તેમને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.
શેરબજારમાં ટેક્નિકલ ફોલ્ટને લીધે રોકાણકારોને નુકશાન થઇ રહ્યું છે. વર્તમાન સમયમાં બજારમાં ટ્રેડિંગ ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 28 સપ્ટેમ્બર 2019ના રોજ દેશના અગ્રણી શેરબજાર નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના પ્લેટફોર્મ ઉપર ટેકનિકલ ખામીને કારણે કેટલાંક સમય સુધી ટ્રેડિંગમાં મુશ્કેલી સર્જાઇ હતી. આ ટેકનિકલ ખામીને લીધે રોકાણકારોને રિયલ ટાઇમ અપટેડ નહોતી મળી રહી.
Comments
Post a Comment