દેશમાં વીજળીનો વપરાશ વધીને ઓલટાઈમ હાઈ ૨,૦૭,૧૧૧ મેગાવોટ થયો
દેશભરમાં વીજળીની ભારે અછત સર્જાઈ ગઈ છે. કેટલાય રાજ્યોમાં કલાકોનો વીજકાપ મૂકાઈ રહ્યો છે. એ દરમિયાન કેન્દ્ર સરકારના આંકડાં જાહેર થયા હતા. એ પ્રમાણે દેશમાં વીજળીની ડિમાન્ડ ઓલટાઈમ હાઈ થઈને ૨,૦૭,૧૧૧ મેગાવોટે પહોંચી ચૂકી છે. આકરી ગરમી વચ્ચે દેશભરમાં વીજળીની માગમાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો છે. કેન્દ્ર સરકારના આંકડાં પ્રમાણે વીજળીની માગમાં ભારે ઉછાળો આવ્યો છે. પહેલી વખત વીજળીની ડિમાન્ડ ઓલટાઈમ હાઈ થઈ ગઈ હતી. શુક્રવારે બપોર સુધીમાં ૨,૦૭,૧૧૧ મેગાવોટ વીજળીનો ખપ પડયો હતો. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે દેશના પાવર પ્લાન્ટ્સ પાસે ૨.૨ કરોડ ટનનો કોલસાનો જથ્થો છે. ત્યાં સુધીમાં બીજો જથ્થો પહોંચાડી દેવાના પ્રયાસો પણ હાથ ધરાયા છે. દિલ્હી : દિલ્હીની સરકારે કેન્દ્ર સરકારને વીજળીની માગણી કરતો પત્ર લખ્યો છે. દિલ્હીના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને દિલ્હી સચિવાલયમાં ઈમરજન્સી બેઠક બોલાવી હતી. દિલ્હીને વીજળી પૂરી પાડતા નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનના બંને પાવર પ્લાન્ટસમાં કોલસાની અછત સર્જાઈ છે. હરિયાણા : રાજ્યના વીજળી મંત્રીએ કહ્યું હતું કે હરિયાણા તેની વીજળીની જરૃરિયાતને પહોંચી વળવા ખાનગી...