આસામઃ 592 ગામોમાં મેઘ તાંડવ, વાવાઝોડા-વીજળી પડવાથી અત્યાર સુધીમાં 14ના મોત


- 853 કાચા મકાનો અને 27 પાકા મકાનો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયા 

દિસપુર, તા. 17 એપ્રિલ 2022, રવિવાર

આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA)ના અહેવાલ પ્રમાણે રાજ્યમાં તેજ આંધી, વીજળી પડવાથી અને ભારે વરસાદના કારણે મરનારાઓનો આંકડો 14 થઈ ગયો છે. અગાઉ શનિવારે મૃતકોની સંખ્યા 8 જેટલી હતી. 

592 ગામના 20,286 લોકો પ્રભાવિત

ગત 15 એપ્રિલના રોજ ડિબ્રુગઢ જિલ્લાના ટિંગખોંગ વિસ્તારમાં 4 લોકોના મોત થયા હતા જ્યારે બારપેટા જિલ્લામાં 3 અને 14 એપ્રિલના રોજ ગોલપારા જિલ્લામાં એક વ્યક્તિનું મોત થયું હતું. 

ગોલપારા, બારપેટા, ડિબ્રુગઢ, કામરૂપ (મેટ્રો), નલબાડીના 592 ગામોમાં કુલ 20,286 લોકો પ્રભાવિત થયા છે. ASDMAના શનિવારના અહેવાલ પ્રમાણે ચિરાંગ, દરાંગ, કછાર, ગોલાઘાટ, કાર્બી આંગલોંગ, અદલગુરીસ કામરૂપ જિલ્લામાં ભીષણ તોફાન સર્જાયું છે. 

અનેક મકાનો તબાહ

ડિબ્રુગઢ જિલ્લાના ટિંગખોંગ વિસ્તારમાં આંધીના કારણે વાંસના ઝાડ ઉખડી જવાથી એક સગીરા સહિત 4 લોકોના મોત થયા છે. ગોલપાડા જિલ્લાના મટિયા વિસ્તારમાં એક 15 વર્ષીય સગીરનું વીજળી પડવાના કારણે મોત થયું છે. 

રિપોર્ટ પ્રમાણે 5,809 કાચા મકાનો અને 655 પાક્કા મકાનો આંશિકરૂપે ક્ષતિગ્રસ્ત થયા છે જ્યારે 853 કાચા મકાનો અને 27 પાકા મકાનો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયા છે. તે સિવાય પ્રદેશના 12 જિલ્લાઓના 34 અન્ય સ્થળો પણ ભારે વરસાદ અને ભીષણ વાવાઝોડાથી પ્રભાવિત થયા છે. 


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે