ઈન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 6.0ની તીવ્રતા નોંધાઈ
- નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (NCS)ના જણાવ્યા પ્રમાણે ભૂકંપના આંચકા સવારે 6:53 વાગ્યે અનુભવાયા હતા
જકાર્તા, 19 એપ્રિલ 2022, મંગળવાર
ઈન્ડોનેશિયામાં મંગળવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઈન્ડોનેશિયાની ધરતી ભૂકંપથી હચમચી ગઈ હતી. ભૂકંપના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. મળતી માહિતી મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.0 નોંધાઈ હતી.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (NCS)ના જણાવ્યા પ્રમાણે ભૂકંપના આંચકા સવારે 6:53 વાગ્યે અનુભવાયા હતા. NCSએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર સુલાવેસીથી 779 કિમી દૂર હતું.
એજન્સીના જણાવ્યા અનુસાર ભૂકંપના કારણે કોઈપણ પ્રકારના નુકસાન અંગે કોઈ માહિતી સામે નથી આવી. વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો, લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા.
ગયા મહિને તાઈવાનની રાજધાની તાઈપેમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી પ્રમાણે રાજધાની તાઈપેથી લગભગ 182 કિલોમીટર દક્ષિણમાં ધરતી ધ્રૂજી ગઈ હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.7 ટકા નોંધાઈ હતી.
Comments
Post a Comment