વધુ અંક પ્રાપ્ત કરનારા OBC ઉમેદવારો સામાન્ય શ્રેણીની બેઠકોના હકદારઃ સુપ્રીમ કોર્ટ
- પીઠે જણાવ્યું કે, 2 ઉમેદવારો આલોક કુમાર યાદવ અને દિનેશ કુમાર જે ઓબીસી શ્રેણી સાથે સંબંધિત છે તેમને સામાન્ય શ્રેણીમાં સમાયોજિત કરવામાં આવે તેની જરૂર છે કારણ કે, તેઓ સામાન્ય શ્રેણીના નિયુક્ત ઉમેદવારોની યાદીમાં અંતિમ ઉમેદવારોની સરખામણીએ વધુ મેઘાવી છે
નવી દિલ્હી, તા. 29 એપ્રિલ 2022, શુક્રવાર
સુપ્રીમ કોર્ટે ગુરૂવારે જણાવ્યું હતું કે, અન્ય પછાત વર્ગ (OBC) શ્રેણીના એવા ઉમેદવારોને સામાન્ય શ્રેણીમાં સમાયોજિત કરવાની આવશ્યકતા છે જેઓ સામાન્ય શ્રેણીના નિયુક્ત અંતિમ ઉમેદવારોની સરખામણીએ વધારે મેઘાવી છે.
સર્વોચ્ય અદાલતે જણાવ્યું કે, આવી પરિસ્થિતિઓમાં આરક્ષિત બેઠકો (Reserve Seats) માટે ઓબીસી ઉમેદવારોની નિયુક્તિ પર વિચાર નહોતો કરી શકાતો. પરિણામ સ્વરૂપ સામાન્ય શ્રેણીમાં તેમની નિયુક્તિઓ પર વિચાર કર્યા બાદ આરક્ષિત બેઠકોને યોગ્યતાના આધાર પર અન્ય શેષ આરક્ષિત શ્રેણીના ઉમેદવારોથી ભરવામાં આવે તે આવશ્યક છે.
ન્યાયમૂર્તિ એમ.આર. શાહ અને ન્યાયમૂર્તિ બી.વી. નાગરત્નાની પીઠે 1992ના ઈન્દ્રા સાહની વર્સીઝ ભારત સંઘ સહિત સર્વોચ્ય અદાલતના વિભિન્ન નિર્ણયો પર ધ્યાન આપ્યું હતું. પીઠે નિર્ણયો પર વિશ્વાસ રાખીને આરક્ષિત શ્રેણીના એક ઉમેદવાર તરફથી રજૂ કરવામાં આવેલા વરિષ્ઠ વકીલ રાજીવ ધવનની એ દલીલ સ્વીકારી હતી કે, આરક્ષિત શ્રેણીના ઉમેદવારોને સામાન્ય શ્રેણીના ઉમેદવારોની યાદીમાં અંતિમ ઉમેદવાર કરતા વધારે અંક પ્રાપ્ત કરવા પર સામાન્ય શ્રેણીના ક્વોટા અંતર્ગત સમાયોજિત કરવા જોઈએ. તેમના કહેવા પ્રમાણે આવા ઉમેદવારોની સામાન્ય શ્રેણી અંતર્ગત વિચારણા કરવામાં આવે તે જરૂરી છે.
પીઠે જણાવ્યું કે, 2 ઉમેદવારો આલોક કુમાર યાદવ અને દિનેશ કુમાર જે ઓબીસી શ્રેણી સાથે સંબંધિત છે તેમને સામાન્ય શ્રેણીમાં સમાયોજિત કરવામાં આવે તેની જરૂર છે કારણ કે, તેઓ સામાન્ય શ્રેણીના નિયુક્ત ઉમેદવારોની યાદીમાં અંતિમ ઉમેદવારોની સરખામણીએ વધુ મેઘાવી છે અને તેમની નિયુક્તિઓ પર આરક્ષિત શ્રેણી અંતર્ગત બેઠકો માટે વિચાર ન કરી શકાય.
Comments
Post a Comment