પડોશી દેશોમાં વસતા શીખોના હિતમાં સીએએ કાયદો લાવવામાં આવ્યો: મોદી


- શીખોના દસમાં ગુરુ તેગબહાદુરની 400મી તિથિ નિમિત્તે મોદીનું સંબોધન

- અત્યાચારી શાસન સામે કેમ ચટ્ટાનથી ઊભા રહી શકાય છે તે ગુરુ તેગબહાદુરસિંહે બતાવ્યું છે: પીએમ મોદી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શીખોના દસમાં ગુરુ તેગબહાદુરના ૪૦૦માં પ્રકાશપર્વ  પર દેશને સંબોધન કર્યુ હતું. તેમણે પોતાના સંબોધનમાં સીએએની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે પડોશમાં વસતા શીખોને ધ્યાનમાં રાખી આ નિર્ણય લીધો છે. 

પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારતે ક્યારેય કોઈ દેશ કે સમાજ માટે ભય સર્જયો નથી. આજે પણ અમે સમગ્ર વિશ્વના કલ્યાણનો વિચાર કરીએ છીએ. તેથી વડાપ્રધાને શીખ સમાજના લોકોના હક્કમાં નિર્ણય લીધો હોવાનું કહ્યું હતું. 

મોદીએ જણાવ્યું હતું કે ભારતે કોઈપણ દેશ કે સમાજ માટે ભય સર્જયો નથી. આજે પણ અમે સમગ્ર વિશ્વના કલ્યાણ માટે વિચારીએ છીએ. ગુરુગ્રંથસાહિબજીએ આપણા આત્મકલ્યાણ માટે પથદર્શક બનવાની સાથે-સાથે ભારતની વિવિધતા અને એક્તાનું સ્વરુપ પણ જીવંત રાખ્યું છે. 

તેમણે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં પેદા થયેલું સંકટમાં ગુરુગ્રંથસાહિબ લાવવાનો પ્રસ્તાવ હોય તો તો તેમા અમે અમારી પૂરી તાકાત લગાવી દીધી છે. ગુરુદ્વારા શીશગંજસાહિબ તેગબહારની શહીદીના સ્થાનથી થોડે જ દૂર બનાવાયું છે. આ સમગ્ર કાર્યક્રમ ગુરુ તેગબહાદુરને સમર્પિત છે. તેમણે જણાવ્યું હતું કે ભારત ક્યારેય બીજા માટે સંકટબન્યું છે. તે જ્યારે જ્યારે ઉભર્યુ છે ત્યારે તેણે હંમેશા વિશ્વમાં બીજાને મદદ કરી છે. ગુરુ તેગબહાદુર ઉદાહરણ છે કે તેઓ અન્યાયી અને અત્યાચારી શાસન સામે કેટલી નીડરતાથી ઊભા થઈ ગયા હતા. તેમણે એકલા હાથે મુઘલ સલ્તનતના પાયા હચમચાવી નાખ્યા હતા.

તેમણે આતતાયી ઔરંગઝેબના અસ્તાચારાને પંજાબમાંથી ખતમ કર્યા હતા. તેઓ ઓરંગઝેબ સામે ચટ્ટાનની જેમ ઊભા રહી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે તેમનું વ્યક્તિત્વ દર્શાવે છે કે વિપરીત સંજોગોની સામે કેટલી મજબૂતાઈથી ઊભા રહી શકાય છે અને ભલભલા મજબૂત શાસનના મૂળિયા હલાવી શકાય છે.  તેમણે જણાવ્યું હતું કે ગુરુ નાનકદેવે સમગ્ર દેશને એક સૂત્રમાં બાંધ્યો હતો. 

મોદીએ આ ઉપરાંત સિવિલ સર્વન્ટ્સને નેશન ફર્સ્ટના અભિગમ સાથે કામ કરવા અપીલ કરી હતી. તેમણે જમાવ્યું હતું કે દેશની એક્તા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરી શકાય નહી.

 તેમણે જણાવ્યું હતું કે દેશના લોકશાહી માળખામાં ત્રણ ધ્યેયો પ્રત્યે આપણે પ્રતિબદ્ધ છીએ. પહેલું ધ્યેય દેશના સામાન્ય લોકોના જીવનના સ્તરે ઉચકવાનું છે. બીજું ધ્યેય ભારતની વૃદ્ધિનું અને તેની પ્રોફાઇલ બદલવાનું છે. ત્રીજું ધ્યેય આપણે જે પણ સિસ્ટમમાં છે ત્યાં દેશની એક્તા અને અખંડિતતા આપણા માટે અત્યંત મહત્ત્વની બાત છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે