44 અબજ ડોલરમાં ટ્વીટર હવે મસ્કની માલિકીની: સ્વતંત્રતા અભિવ્યક્તિ સામે પ્રશ્ન
નવી દિલ્હી, તા. 26 એપ્રિલ 2022
થોડી આનાકાની પછી, સામાન્ય વિરોધ પછી ટ્વીટરના વર્તમાન મેનેજમેન્ટ દ્વારા અબજોપતિ ઇલોન મસ્કની ઑફરનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ટેસ્લાના માલિક ઈલોન મસ્ક ટ્વીટરને ખરીદવા માટે 44 અબજ ડોલર ચૂકવશે. લિસ્ટેડ કંપની હવે ખાનગી કંપની બની જશે.
છેલ્લા 16 વર્ષથી અનેક વિવાદ વચ્ચે ટ્વીટર દુનિયામાં અબજો લોકો માટે પોતાના વિચાર, ધૃણા, ટેકો અને ટીકા માટે મુક્ત અભિવ્યક્તિનું સાધન હતી હવે તેના ભવિષ્ય અંગે અમેરિકન બૌદ્ધિકો સવાલ કરી રહ્યા છે કે એક મૂડીવાદી આ કંપની ખરીદી રહ્યા છે તો શું કંપની અને પ્લેટફોર્મ આ ઓળખ જાળવી શકશે કે કેમ?
સોમવારે મોડી રાત્રે ટિવટરના બોર્ડ દ્વારા મસ્કની કંપનીના બધા જ શેર ૪૪ અબજ ડોલરમાં રોકડેથી ખરીદી લેવાની ઓફરનો સત્તાવાર સ્વીકાર કર્યો હતો.
ટ્વીટરના શેર સોમાવરે 5.7 ટકા વધી 51.70 ડોલર બંધ રહ્યા હતા અગાઉ મસકએ 9 ટકાં શેર ખરીદી પોતાના ખરીદી ભાવથી 40 ટકા ઊંચા ભાવે સંપૂર્ણ કંપની ખરીદી લેવા આ ઑફર કરી હતી.
ઇલોન માસ્ક ઓફરના સ્વીકાર બાદ જણાવ્યું હતું કે લોકશાહી જીવંત રહેવા માટે વાણી સ્વતંત્રતા આધારશિલા છે. માનવ જાતના ભવિષ્યની ચર્ચા માટે ટ્વીટર એક ડિજિટલ ગામનો ચોરો છે.
Comments
Post a Comment