Posts

Showing posts from August, 2022

બારામૂલામાં એનકાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓ ઠાર

Image
-  ગોળીબારમાં એક નાગરિક પણ ઘાયલ થયો છે શ્રીનગર, તા. 01 સપ્ટેમ્બર 2022, ગુરૂવાર જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોર વિસ્તારમાં સુરક્ષા દળો સાથે રાત્રિ દરમિયાન થયેલી અથડામણમાં જૈશ-એ-મોહમ્મદ (JeM)ના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યા બાદ બુધવારે રાત્રે સોપોર શહેરના બોમાઈ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું. તેમણે કહ્યું કે, સુરક્ષાકર્મીઓએ આ અભિયાનમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. ગોળીબારમાં એક નાગરિક પણ ઘાયલ થયો છે. તેમને શ્રીનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે ત્યાં તેમની હાલત સ્થિર બતાવવામાં આવી રહી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હતા અને બંને નાગરિકો પર હુમલાની યોજના બનાવી રહ્યા હતા. 

એપ્રિલ-જૂન કવાર્ટરમાં જીડીપી 13.5 ટકા : છેલ્લા એક વર્ષનું સૌથી વધુ

ચીનની અવળચંડાઈ : પેંગોગ લેક નજીક પુલ સહિતનું બાંધકામ શરૂ કર્યું

Image
- પુલના લીધે ચીનનું લશ્કર 12 કલાકનું અંતર ચાર કલાકમાં કાપી શકશે ગલવાન ઘાટીમાં માર ખાધા પછી પણ ચીન હજી સુધર્યુ હોય તેમ લાગતું નથી. ચીન પેંગોંગ લેક પાસે ગેરકાયદેસર પુલ બનાવી રહ્યું છે. તેની ચોંકાવનારી સેટેલાઇટ ઇમેજ સામે આવી છે. આ તસ્વીરો પરથી ખબર પડે છે કે ચીન એલએસીની જોડે નવા માર્ગો, પુલ અને ટાવર્સ બનાવી રહ્યું છે. તેનું મોટાભાગનું બાંધકામ તે સ્થળ પર થઈ રહ્યુ છે જેના પર ચીને ૬૦ વર્ષ પહેલા ગેરકાયદેસર કબ્જો કર્યો હતો. ફોટોમાં બનતા માર્ગ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. પુલનો હિસ્સો પણ સ્પષ્ટ દેખાય છે. નવુ બાંધકામ લેકના દક્ષિણ કિનારાને રુટોગમાં ઉત્તરના કિનારા સાથે જોડશે, જ્યાં ચીનનું લશ્કર ગોઠવાયેલું રહે છે. આ પુલ બનતા ચીનના લશ્કરને પહેલા જ્યાં પહોંચતા બાર કલાક લાગતા હતા ત્યાં તે ચાર કલાકમાં પહોંચી જશે. ચીનના નવા બાંધકામને જોઈને લાગે છે કે તે અગાઉના વખતની તકલીફોને અતિક્રમી જવા માંગે છે. તે સમયે ચીન તે ઊંચી જગ્યાએ પહોંચી શક્યું ન હતું જ્યાંથી દક્ષિણના હિસ્સાને અંકુશમાં લાવી શકાય. આ ઊંચાઈ પર ભારતીય જવાનો પહેલા પહોંચી ગયા હતા, જેના લીધે ચીને વાતચીત કરીને આ મડાગાંઠ ઉકેલવી પડી. ચીન હજી પણ પોતાની ખામીઓ

દિલ્હીઃદેશની પ્રથમ વર્ચ્યુઅલ સ્કૂલનો આરંભ, કોઈ પણ રાજ્યના વિદ્યાર્થીને મળશે પ્રવેશ

Image
- જે સ્ટૂડન્ટ વર્ચ્યુઅલ સ્કૂલમાં એડમિશન મેળવવા ઈચ્છે છે તેઓ www.dmbs.ac.in પર વિઝિટ કરી એપ્લાઈ કરી શકે છે નવી દિલ્હી, તા. 31 ઓગષ્ટ 2022, બુધવાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પ્રથમ વર્ચ્યુઅલ સ્કૂલનું લોન્ચ કરવાનું એલાન કર્યું છે. આ વર્ચ્યુઅલ સ્કૂલમાં ક્લાસિસ સંપૂર્ણપણે ઓલલાઈન હશે. સ્ટૂડન્ટ પોતાના ઘરેથી જ અભ્યાસ કરી શકશે. આ સ્કૂલનું નામ 'દિલ્હી મોડલ વર્ચ્યુઅલ સ્કૂલ' હશે. શરૂઆતમાં તેમાં વર્ગ 9થી 12 સુધીનો અભ્યાસ કરાવાશે. આ અવસર પર મુખ્યમંત્રીએ કહ્યું કે, અનેક છોકરીઓના પેરેન્ટ્સ ભણાવતા નથી. આવી સ્થિતિમાં છોકરીઓ ઘરે બેસીને શિક્ષણ લઈ શકશે. કોરોના કાળમાં વર્ચ્યુઅલ ક્લાસિસ થતા હતા ત્યારથી પ્રેરણા લઈને વર્ચ્યુઅલ સ્કૂલ શરૂ કરવામાં આવી રહી છે. आज हम दिल्ली बोर्ड ऑफ स्कूल एजुकेशन के तहत भारत का पहला वर्चुअल स्कूल 'दिल्ली मॉडल वर्चुअल स्कूल' की शुरूआत कर रहे हैं। आज से कक्षा 9 के नामांकन के लिए आवेदन शुरू किया जा रहा है। देश भर के इसके लिए आवेदन कर सकते हैं: दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल pic.twitter.com/w7I4Szs048 — ANI_HindiNews (@AHindinews) August

આગ્રા મ્યુનિ. કોર્પો.માં 'તાજ મહેલ'નું નામ 'તેજો મહાલય' કરવા થશે વિચારણા

Image
- શોભારામના કહેવા પ્રમામે શાહજહાંની બેગમ મુમતાજ મહલનું અસલી નામ અંજુમ બાનો હતું આગ્રા, તા. 31 ઓગષ્ટ 2022, બુધવાર ફરી એક વખત આગ્રા સ્થિત તાજ મહેલનું નામ બદલવા માટેની કવાયત શરૂ થઈ ગઈ છે. આગરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે તાજ મહેલનું નામ બદલીને તેજો મહાલય કરવા માટેનો મુદ્દો ગરમાઈ શકે છે. કોર્પોરેશનમાં આજે તાજ મહેલનું નામકરણ કરવા મામલે ચર્ચા થઈ શકે છે. ભાજપના કાઉન્સિલર શોભારામ રાઠૌરે આજે ચર્ચા માટે પ્રસ્તાવ મુક્યો છે.  શોભારામના પ્રસ્તાવને આજે સદનમાં રાખવામાં આવે અને તેના પર ચર્ચા થાય તેવી શક્યતા છે. જોકે કાયદાકીય પાસાઓ અંગે વિચારણા બાદ જ પ્રસ્તાવને મોકલી શકાશે. આગ્રા મ્યુનિ. કોર્પોરેશનમાં આ પ્રસ્તાવને રજૂ કરવા માટે બપોરના 3:00 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે.  આ પણ વાંચોઃ   જાણો તાજ મહેલના વિવાદિત 22 રૂમ અંગે શું માન્યતા છે? શોભારામે રજૂ કર્યા પુરાવા આગ્રા કોર્પોરેશનમાં તાજગંજ વોર્ડ 88ના ભાજપના કાઉન્સિલર શોભારામે તાજ મહેલનું નામ તેજો મહાલય કરવા માટેનો પ્રસ્તાવ આપ્યો હતો. આ સાથે જ તેમણે પોતે જે આધાર પર તાજ મહેલને તેજો મહાલય માને છે તે તથ્યોને પણ રજૂ કર્યા હતા.  મુમતાજ મહલનું અસ

APTET Answer Key 2022 To Release Today @aptet.apcfss.in: Check Latest Updates Here

APTET Answer Key 2022 will be released by The Government of AP, Department of School Education on 31 August. Check Steps to Download, Result Date Here.

હવે તેઓ અન્ના હજારેના ખભે રાખીને બંદૂક ફોડી રહ્યા છેઃ કેજરીવાલ

Image
- ભાજપ કહે છે કે, લિકર પોલિસીમાં કૌભાંડ થયું છે પરંતુ સીબીઆઈ કોઈ કૌભાંડ ન થયું હોવાનું કહે છેઃ કેજરીવાલ નવી દિલ્હી, તા. 31 ઓગષ્ટ 2022, બુધવાર વરિષ્ઠ સમાજસેવક અન્ના હજારેએ પોતાના એક સમયના સાથીદાર એવા આપના સંયોજક અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે જે ખૂબ ચર્ચિત બન્યો છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તે પત્ર મામલે ભાજપ પર નિશાન સાધ્યું છે.  કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ અન્ના હજારેએ પ્રથમ વખત પત્ર લખીને તેમના પર જોરદાર શાબ્દિક પ્રહારો કર્યા હતા. પત્રની શરૂઆતમાં અન્ના હજારેએ લખ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીની લિકર પોલિસી મામલે જે સમાચારો સામે આવી રહ્યા છે તે વાંચીને દુઃખ થાય છે.    કેજરીવાલના આરોપ પ્રમાણે આપ સરકારને બદનામ કરવા માટે ભાજપ અન્ના હજારેનો ઉપયોગ કરી રહ્યું છે. અન્ના હજારે દ્વારા લગાવવામાં આરોપો બાદ કેજરીવાલે જણાવ્યું કે, 'તેઓ (ભાજપ) કહે છે કે, લિકર પોલિસીમાં કૌભાંડ થયું છે પરંતુ સીબીઆઈ કોઈ કૌભાંડ ન થયું હોવાનું કહે છે. જનતા ભાજપનું નથી સાંભળી રહી અને હવે તેઓ અન્ના હજારેજીના ખભે રાખીને બંદૂક ફોડી રહ્યા છે. રાજકારણમાં આ સામાન્ય વાત

મદદનીશને ડામ આપવાના, પેશાબ ચટાડવાના આક્ષેપો બાદ BJPના સસ્પેન્ડેડ નેતાની ધરપકડ

Image
- આરોપ છે કે, સીમા પાત્રાએ વિકલાંગ આદિવાસી યુવતીને પોતાના ઘરે બંધક બનાવીને રાખી હતી અને 8 વર્ષથી તેને હેરાન કરવામાં આવી રહી હતી રાંચી, તા. 31 ઓગષ્ટ 2022, બુધવાર ઝારખંડમાં ઘરેલુ મદદનીશને પ્રતાડિત કરવાના આરોપસર સસ્પેન્ડેડ ભાજપના નેતા સીમા પાત્રાની ધરપકડ કરી લેવાઈ છે. સીમા પાત્રા પર એવો આરોપ છે કે, તેમણે પોતાની ઘરેલું મદદનીશને ગોંધી રાખી હતી અને તેના સાથે ખૂબ જ ક્રૂરતાપૂર્વક વ્યવહાર કરવામાં આવ્યો હતો.  સીમા પાત્રા ભાજપના મહિલા વિંગના રાષ્ટ્રીય કાર્યસમિતિ સદસ્ય હતા. સાથે જ તેઓ બેટી બચાઓ-બેટી પઢાઓના રાજ્ય સંયોજક પણ હતા. જ્યારે તેમના પતિ મહેશ્વર પાત્રા એક સેવાનિવૃત્ત આઈએએસ અધિકારી છે. સોશિયલ મીડિયામાં ઘરેલુ મદદનીશનો અત્યાચારનો આરોપ લગાવતો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.  8 વર્ષથી આપવામાં આવી રહ્યો હતો ત્રાસ એવો આરોપ છે કે, સીમા પાત્રાએ વિકલાંગ આદિવાસી યુવતીને પોતાના ઘરે બંધક બનાવીને રાખી હતી અને 8 વર્ષથી તેને હેરાન કરવામાં આવી રહી હતી. પીડિત મહિલાના શરીર પર ઈજાના અનેક નિશાનો છે અને તેણે પોતાને અનેક વખત ગરમ તવાથી ડામ આપવામાં આવ્યા હોવાનો દાવો કર્યો હતો.  પેશાબ ચાટવા કરાઈ હતી મજબૂર

UPSC CDS 2 2022: Top 7 Preparation Tips for Elementary Mathematics Section (100 Marks)

Check Top 7 Preparation Tips for Elementary Mathematics Section in the UPSC CDS 2 2022 Written Exam that will be held on 4th September 2022 for admission to IMA, INA, AFA, OTA.

DSSSB Teacher Recruitment 2022: Check General Intelligence & Reasoning Preparation Strategy for TGT, PGT & Other Posts

DSSSB Recruitment 2022 Exam Dates to be announced soon for TGT, PGT, Manager (Accounts), and various other posts.

RRB Group D 2022 Memory Based General Science Paper PDF: Download Chemistry/ Physics/Biology Questions with Answers

RRB Group D 2022 Exam Memory Based General Science Questions (PDF Download): Get the memory-based questions with answers from the General Science section that came in the RRB Group D 2022 CBT Exam including Chemistry, Physics & Biology subjects. 

રિલાયન્સ દિવાળી સુધીમાં ચાર મેટ્રોમાં 5G સર્વિસ શરૂ કરશે

Image
- મુકેશ અંબાણીએ 5Gમાં બે લાખ કરોડના રોકાણની જાહેરત કરી - પાવર ઈલેક્ટ્રોનિક્સ સહિતની કંપનીઓમાં રૂ.75,000 કરોડનું રોકાણ  ઉત્તરાધિકારીઓની જાહેરાત, રીટેલ ઈશાને, એનર્જી અનંતને, આકાશને જીઓ સોંપાયા મુંબઈ : રિલાયન્સ જિયાની ફાઈવ-જી સર્વિસિઝ દિવાળી સુધીમાં દેશના મેટ્રો શહેરોમાં શરૂ થઈ જશે અને કંપની ફાઈવ-જી સર્વિસિઝ ક્ષેત્રે રૂ.૨,૦૦,૦૦૦ કરોડનું જંગી રોકાણ કરશે. આ સાથે કંપની તેના ઓઈલ થી કેમિકલ્સ(ઓ ટુ સી) બિઝનેસ ક્ષમતાના વિસ્તરણ માટે રૂ.૭૫,૦૦૦  કરોડનું રોકાણ કરશે એમ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની આજે યોજાયેલી ૪૫મી વાર્ષિક સામાન્ય સભા(એજીએમ)માં કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર મુકેશ અંબાણીએ વિવિધ બિઝનેસોમાં મહત્વાકાંક્ષી યોજના જાહેર કરતાં જણાવ્યું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગ્રીનર ફયુલ સ્ત્રોતો તરફ વળવા પ્રતિબદ્વ હોવાનું જણાવી તેમણે કહ્યું હતું કે, રિલાયન્સ પાવર ઈલેક્ટ્રોનિક્સ માટે નવી ગીગાફેકટરીનું નિર્માણ કરશે. જે ટેલીકોમ્યુનિકેશન્સ, ક્લાઉડ કોમ્પ્યુટીંગ અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ(આઈઓટી) પ્લેટફોર્મ્સ માટે એફોર્ડેબલ અને વિશ્વસનીય પાવર ઈલેક્ટ્રોનિક્સની ડિઝાઈન અને મેન્યુફેકચરીંગ કરશે. ગત વર્ષે કંપન

ચીને લદ્દાખ પાસે ભારતીયોને પશુઓ ચરાવતા અટકાવ્યા

Image
- સરહદે ડ્રેગનની અવળચડાઇ યથાવત્ : વાટાઘાટો વચ્ચે ફરી વિવાદ સર્જ્યો - દેમચોક વિસ્તારની ઘટના ૨૧મીની હોવાના અહેવાલ, બન્ને દેશોની સૈન્ય બેઠકમાં ભારતે મામલો ઉઠાવ્યો - સ્વદેશી બનાવટનાં શસ્ત્રોથી ભારતીય ભૂમિ દળ બનશે આધુનિક અને લડાયક નવી દિલ્હી : લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ફરી વિવાદ વધી રહ્યો છે. એલએસી પાસે દેમચોકમાં ચીની સૈનિકો દ્વારા ભારતીય પશુપાલકોને પશુ ચરાવતા રોકવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના ૨૧મી ઓગસ્ટની હોવાના અહેવાલો છે. આ ઘટના બાદ દેમચોક વિસ્તારમાં બન્ને દેશોના જવાનો જોવા મળી રહ્યા છે અને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.   જાણકારી અનુસાર લદ્દાખના દેમચોક સ્થિત ચરાગાહ વિસ્તારમાં પશુઓને ચરાવતા કેટલાક ભારતીયોને ચીની સૈનિકોએ અટકાવ્યા હતા અને સ્થળ પરથી જતા રહેવા માટે કહ્યું હતું. જ્યારે આ પશુ ચરાવતા લોકો ભારતીય વિસ્તારમાં જ હતા, તેઓએ એલએસી પાર નહોતી કરી. આ વિવાદ મુદ્દે બાદમાં ૨૬મી ઓગસ્ટના રોજ ભારત અને ચીની સૈન્ય વચ્ચે બેઠક યોજાઇ હતી, જેમાં ભારતે આ મામલો ઉઠાવ્યો હતો.  બન્ને દેશોના જવાનો વચ્ચે યોજાયેલી બેઠકમાં આ મામલાને શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોક

DRDO CEPTAM 10 Recruitment 2022: 1901 Vacancies Notified for Sr Technical Assistant and Technician Posts

DRDO CEPTAM 10 DRTC Recruitment 2022 Notification:  Defence Research and Development Organization is soon going to release DRDO CEPTAM 10 DRTC Recruitment Notification 2022 on its website i.e.  drdo.gov.in, Read details here.

Telangana Police Constable Cut-off 2022: Check Expected and Previous Years’ Cut-off Marks

Telangana Police Constable Prelims 2022 held successfully on 28th August 2022  for posts of PC (Civil) and/or equivalent, Transport Constables and Prohibition & Excise Constables.

2024ની લોકસભા ચૂંટણી સુધી જેપી નડ્ડા જ BJPનું રાષ્ટ્રીય અધ્યક્ષ પદ સંભાળે તેવી શક્યતા

Image
- ભૂપેન્દ્ર યાદવને કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે તેથી પાર્ટીના અનેક લોકો પ્રધાનને ભાજપના નવા પ્રમુખ તરીકે જોઈ રહ્યા છે નવી દિલ્હી, તા. 29 ઓગષ્ટ 2022, સોમવાર ભાજપના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા આગામી 2024ની લોકસભા ચૂંટણી સુધી પાર્ટીની કમાન સંભાળે તેવી શક્યતા જણાઈ રહી છે. આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરાઈ પરંતુ પાર્ટી તેમને વધુ એક વર્ષ માટે જવાબદારી સોંપે તેવી શક્યતા જણાઈ રહી છે. સાથે જ તેમના પછી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને તે પદ સોંપવામાં આવે તેવી અટકળો પણ લગાવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2023માં જેપી નડ્ડાનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે.  એક અહેવાલ પ્રમાણે જેપી નડ્ડા 2024 સુધી પાર્ટીના પ્રમુખ બની રહે તેવી શક્યતા છે. આ પ્રકારની સંભાવનાઓ પાછળનું મુખ્ય કારણ એ છે કે, નડ્ડા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધો ખૂબ જ સારા છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ તેમને સારો સુમેળ છે. જોકે તેમને વધુ એક કાર્યકાળ માટે ફરી અધ્યક્ષ બનાવાશે કે નહીં તે હાલ સ્પષ્ટ નથી. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સામે નડ્ડાની છબિ અને સંબંધો ખૂબ જ સ

ડોલર સામે રૂપિયો 80.12ની સૌથી નીચી સપાટીએ ખુલ્યો

Image
અમદાવાદ, તા. 29 ઓગષ્ટ 2022, સોમવાર શુક્રવારે અમેરિકાના ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે ફુગાવો ડામવા માટે વ્યાજ દર વધારવા જ પડશે એવો સ્પષ્ટ સંકેત આપ્યા બાદ શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી છે. આ વેચવાલી સાથે અમેરિકન ડોલર મજબૂત થઈ ગયો છે. ડોલર વધતા ભારતીય રૂપિયો ફરી એકવાર 80ની સપાટી તોડી નીચે ઉતરી ગયો છે. આ સાથે રૂપિયો 80.12ની ઇતિહાસની સૌથી નીચી સપાટીએ ખુલ્યો છે. ભારતમાં શેરબજારમાં કામકાજ શરૂ થાય અને એમાં ઘટાડો જોવા મળે એવી સ્થિતિમાં ડોલર સામે રૂપિયો 21 પૈસા તૂટી 80.12ની સપાટી ઉપર ખુલ્યો છે. શુક્રવારે જ્યારે અમેરિકન બજાર તૂટી રહ્યા હતા ત્યારે નોન ડિલિવરીબલ ફોરવર્ડ માર્કેટમાં રૂપિયો 80ના સ્તરથી નીચે હતો. ભારતમાં આયાત વધી રહી છે એટલે ફોરેક્સ રિઝર્વ ઘટી રહ્યા છે ત્યારે શેરબજારમાં કડાકા સાથે રૂપિયો હજી ઘટી શકે છે.  આ પણ વાંચોઃ આર્થિક કટોકટી- રૂપિયો 80 નજીક, ભારતનું ફોરેક્સ રિઝર્વ 2 વર્ષના તળિયે

Telangana Police Constable Exam Analysis 2022: Check Prelims Good Attempts & Difficulty Level

Telangana Police Constable Prelims 2022 held successfully on 28th August 2022  for posts of PC (Civil) and/or equivalent, Transport Constables and Prohibition & Excise Constables.

JIPMER Hall Ticket 2022 (Released) for Nursing Officer and Other @jipmer.edu.in, Check Download Link

Jawaharlal Institute of Post Graduate Medical Education and Research (JIPMER),Puducherry has released the Admit Card for the various Group B&C Posts on its official website-jipmer.edu.in.Download Link available here.

HPPSC Recruitment 2022: 100 Vacancies for Ayurvedic Medical Officer at hppsc.hp.gov.in, Apply Online

Himachal Pradesh PSC has released for 100 Ayurvedic Medical Officer post on its official website. Check application process, eligibility and other details here. 

TSPSC Extension Officer Recruitment 2022 For 181 Post, Apply Online at tspsc.gov.in, Check Eligibility

Telangana State Public Service Commission (TSPSC)  has invited online application for the 181 Extension Officer posts on its official website. Check TSPSC recruitment 2022 application process, age limit, qualification and other details here.

'ગુલામ' સાહેબ અત્યારે 'આઝાદ' થયા, અમેઠી 3 સાલ પહેલા થયું: સ્મૃતિ ઈરાની

Image
- 'પહેલાના અમેઠી અને આજના અમેઠીમાં એટલો જ તફાવત છે કે પહેલા લોકો અહીં સત્તાને પોતાની જાગીર સમજતા હતા જ્યારે આજે અમેઠીમાં સત્તા નહીં પણ સેવાનો ભાવ છે' નવી દિલ્હી, તા. 28 ઓગષ્ટ 2022, રવિવાર પોતાના સંસદીય ક્ષેત્રની મુલાકાતે પહોંચેલા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર જોરદાર પ્રહારો કર્યા હતા. સૂખી બાજગઢ અમૃત સરોવરના લોકાર્પણ બાદ સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસને ટાર્ગેટ કરીને કહ્યું હતું કે, ગુલામ નબી આઝાદ તો હવે 'આઝાદ' થયા પરંતુ અમેઠી તો ઘણાં સમય પહેલા જ 'આઝાદ' થઈ ચુક્યું છે.  સ્મૃતિ ઈરાનીને ગુલામ નબી આઝાદે કોંગ્રેસ છોડ્યું અને કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસીઓ જ પોતાના નેતૃત્વ અને ખાસ કરીને ગાંધી પરિવાર માટે ટિપ્પણી કરી રહ્યા છે, ત્યારે મારે ટિપ્પણી કરવાની કોઈ જરૂર જ નથી. બસ એટલું જ કહેવાનું છે કે, 'ગુલામ' સાહેબ અત્યારે 'આઝાદ' થયા, અમેઠી 3 સાલ પહેલા 'આઝાદ' થઈ ગયું હતું. આ સાથે જ તેમણે 'કુપોષણ

ભુજઃ PM મોદીએ 2001ના ભૂકંપની યાદ તાજી કરાવતા સ્મૃતિવન સ્મારકનું લોકાર્પણ કર્યું

Image
- વીર બાળક સ્મારકમાં 185 બાળકો અને 20 શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપતું મેમોરિયલ છે, તે સૌ બાળકો રેલી દરમિયાન જ ભૂકંપમાં દટાઈ ગયા હતા ભુજ, તા. 28 ઓગષ્ટ 2022, રવિવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2 દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ આજે ગાંધીનગરથી હેલિકોપ્ટર દ્વારા કચ્છ પહોંચ્યા હતા અને ભુજના જયનગરથી સ્મૃતિવન મેમોરિયલ સુધી 2.5 કિમી લાંબા રોડ શોમાં કચ્છીમાડુઓનું સ્વાગત ઝીલ્યું હતું.  ત્યાર બાદ વડાપ્રધાને સ્મૃતિવન મેમોરિયલનું લોકાર્પણ કર્યું હતું. સ્મૃતિવન મેમોરિયલ એ 2001માં જે ભયાનક ભૂકંપે કચ્છને ઘમરોળી નાખ્યું હતું તેની યાદગીરી માટેનું મ્યુઝિયમ છે. ભૂકંપ વખતે 13,000 લોકોના મોત થયા હતા અને એ થપાટ બાદ ફરી બેઠા થયેલા કચ્છીઓની ખુમારીને કેન્દ્રમાં રાખીને ભુજ ખાતે 470 એકર વિસ્તારમાં સ્મૃતિવન સ્મારક તૈયાર કરવામાં આવ્યું છે.  વડાપ્રધાને જિલ્લાના 948 ગામો અને 10 કસ્બાઓમાં સિંચાઈ માટેનું પાણી પૂરૂ પાડવા માટેની સરદાર સરોવર પરિયોજનાની કચ્છ શાખા નહેરનું પણ ઉદ્ઘાટન કર્યું.  સાથે જ સરહદ ડેરીના એક નવા સ્વચાલિત દૂધ પ્રસંસ્કરણ અને પેકિંગ પ્લાન્ટ, ભુજ ખાતે એક ક્ષેત્રીય વિજ્ઞાન કેન્દ્ર, ગાંધીધામ

તેલંગાણા: નેતાએ પાર્ટી છોડીને કોંગ્રેસના પતન માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યા

Image
- રાહુલ ગાંધીએ પાર્ટી કમિટીના ઉપાધ્યક્ષનું પદ સંભાળ્યા પછી પરિસ્થિતિ વણસી: એમએ ખાન નવી દિલ્હી, તા. 28 ઓગષ્ટ 2022, રવિવાર કોંગ્રેસમાં ચાલુ તણાવ વચ્ચે શનિવારે પાર્ટીના પૂર્વ રાજ્યસભા સાંસદ અને તેલંગાણા કોંગ્રેસના નેતા એમએ ખાને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. પાર્ટી હાઈકમાન્ડને લખેલા પોતાના પત્રમાં તેમણે કહ્યું કે, પાર્ટી જનતાને એ સમજાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે કે તે પોતાની જૂની સ્થિતિમાં પરત આવશે અને ફરી એક વાર દેશની આગેવાની કરશે.  તેમણે કહ્યું કે, જ્યારે તમે પાર્ટીના અધ્યક્ષના રૂપમાં સક્રિય રૂપે સેવા કરી રહ્યા હતા ત્યારે તમે પાર્ટીની અંદર પરામર્શ પ્રક્રિયાનું સાવધાનીપૂર્વક પાલન કર્યું છે. તમે વરિષ્ઠ નેતાની રાયને સર્વોચ્ચ મૂલ્ય આપ્યું છે જેમણે દાયકાઓથી પાર્ટીને પોતાનું જીવન સમર્પિત કર્યું છે. પાર્ટી હજુ પણ મજબૂત છે અને દેશની ભલાઈ માટે લડવા માટે સક્ષમ છે. તેમણે એ પણ કહ્યું કે, તેઓ પોતાના વિદ્યાર્થી જીવનથી પાર્ટી સાથે જોડાયેલા હતા. ખાને કહ્યું કે, વરિષ્ઠ નેતા પાર્ટી છોડવા માટે મજબૂર થયા છે કારણ કે, શીર્ષ નેતૃત્વ પાર્ટીના જમીની કાર્યકર્તાઓને ફરીથી સક્રિય કરવાનો કોઈ પ્રયત્ન નથી

आत्मनिर्भर भारत और राष्ट्रीय शिक्षा नीति $ 5 ट्रिलियन अर्थव्यवस्था लक्ष्य हासिल करने का एकमात्र तरीका है – श्री अश्विनी कुमार चौबे, माननीय केंद्रीय राज्य मंत्री

आत्मनिर्भर भारत और राष्ट्रीय शिक्षा नीति $ 5 ट्रिलियन अर्थव्यवस्था लक्ष्य हासिल करने का एकमात्र तरीका है – श्री अश्विनी कुमार चौबे, माननीय  केंद्रीय राज्य मंत्री

સસ્તી EV માટે સમય લાગશે ત્યાં સુધી હાઈબ્રીડ કે ઈથેનોલ ઉપર આધાર

Image
- 40 વર્ષથી મારૂતિ માટે કાર્યરત સૌથી વરિષ્ઠ ઓટો એક્ઝીક્યુટીવ આર. સી. ભાર્ગવનો મત અમદાવાદ તા. 28 ઓગષ્ટ 2022, રવિવાર  વિશ્વના ચોથા સૌથી મોટા કાર ઉત્પાદક દેશ ભારતમાં યુરોપ કે અમેરિકા જેટલી ઝડપથી ઇલેક્ટ્રિક વ્હીકલ ગ્રાહકો ખરીદી શકશે નહી એના માટે સમય લાગશે અને સમય દરમિયાન પર્યાવરણની જાળવણી માટે સરકાર અને ઉદ્યોગોએ કોઈ મધ્યમાર્ગ વિચારવો પડશે, એમ દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિ સુઝુકી લીમીટેડના ચેરમને આર.સી. ભાર્ગવે જણાવ્યું હતું.  “વિશ્વના અન્ય દેશો કરતા ભારતની બજાર અલગ છે. દુનિયાના મોટા વાહન બજારો વાળા દેશોમાં ભારત એકમાત્ર એવું બજાર છે કે જ્યાં ટુ વ્હીલર (સ્કુટર અને મોટરસાયકલ) વધારે વેચાય છે. લોકોની આવક ઓછી છે અને તેના કારણે મોટરકારની ખરીદી અને તેની જાળવણી હજુપણ મોંઘી લાગે છે. અમેરિકા કે યુરોપના બજારમાં હવે કારની માંગ એક ક્ષમતાથી વધારે વધી શકે એમ નથી. ત્યાં લોકોની આવક ભારત કરતા વધારે છે, વીજળીની ઉપલબ્ધિ છે, ચાર્જીગ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવું સરળ છે. ભારતમાં આમ કરતા સમય લાગશે. બીજું, ઇલેક્ટ્રિક વાહનની કિંમત નીચી આવે કે પેટ્રોલ વાહન કરતા ઘટે એ અત્યારની ટેકનોલોજીમાં શક્ય જણાતું નથી એ

DSSSB Recruitment 2022 For 547 Teacher and Other Posts, Last Day To Apply @dsssbonline.nic.in

If you have not applied yet for 547 post of TGT and others then you should know that today i.e 27th August 2022 is last day. Check process to apply with official website.

RECPDCL Recruitment 2022: Apply Online for Sr. Executive and Others at recpdcl.in,Check Eligibility

RECPDCL has invited online application for the 30 Senior Executive posts on its official website. Check RECPDCL recruitment 2022 application process, age limit, qualification and other details here.

102 વર્ષનો કાયદાકીય વારસો ધરાવતા યુયુ લલિત આજે 49માં CJI તરીકે શપથ ગ્રહણ કરશે

Image
- જસ્ટિસ યુયુ લલિત શનિવારે CJI તરીકે શપથ ગ્રહણ કરશે ત્યારે તે સમયે ત્રણ પેઢીઓ હાજર રહેશે નવી દિલ્હી, તા. 27 ઓગષ્ટ 2022, શનિવાર જસ્ટિસ ઉદય ઉમેશ લલિત (Uday Umesh Lalit ) 27 ઓગષ્ટ એટલે કે આજે દેશના 49માં મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ ગ્રહણ કરશે. તેઓ બે મહિના, બે અઠવાડિયા એટલે કે કુલ 75 દિવસ સુધી સુપ્રીમ કોર્ટનું નેતૃત્વ કરશે. ત્યારબાદ દેશના 50માં મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ પજ સંભાળશે. જસ્ટિસ ચંદ્રચૂડ ઠીક બે વર્ષ એટલે કે, 10 નવેમ્બર 2025 સુધી આ પદ પર રહેશે. મહારાષ્ટ્રના લલિત પરિવાર પાસે કાયદામાં 102 વર્ષનો વારસો છે. જસ્ટિસ યુયુ લલિતના દાદા રંગનાથ લલિત ભારતની આઝાદીના ઘણા સમય પહેલા સોલાપુરમાં વકીલ હતા. જસ્ટિસ યુયુ લલિત શનિવારે CJI તરીકે શપથ ગ્રહણ કરશે ત્યારે તે સમયે ત્રણ પેઢીઓ હાજર રહેશે. ન્યાયાધીશ યુયુ લલિતે ન્યાયતંત્રના વડા તરીકેના તેમના 74 દિવસના કાર્યકાળ દરમિયાન ત્રણ ક્ષેત્રો પર કામ કરવાનો તેમનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, તે સુનિશ્ચિત કરવા માટે સખત મહેનત કરશે કે, સુપ્રીમ કોર્ટમાં ઓછામાં ઓછી એક બંધારણીય બેંચ સમગ્ર વર્ષ દરમિયાન કાર્ય કરે. શનિવારે 49મા CJI બનન

લુસાને ડાયમંડ લીગ જીતીને નીરજ ચોપરાએ સર્જ્યો ઈતિહાસ

Image
- નીરજ ચોપરા ડાયમંડ લીગ મીટના લુસાને ફેઝનું ટાઈટલ જીતનારા પ્રથમ ભારતીય બન્યા સ્વિત્ઝરલેન્ડ, તા. 27 ઓગષ્ટ 2022, શનિવાર  ઓલમ્પિક ચેમ્પિયન ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરાએ શુક્રવારે ફરી એક વખત ઈતિહાસ સર્જ્યો છે. નીરજ ચોપરા ડાયમંડ લીગ મીટના લુસાને ફેઝનું ટાઈટલ જીતનારા પ્રથમ ભારતીય બન્યા છે. આ સાથે જ નીરજ આગામી 7 અને 8 સપ્ટેમ્બરના રોજ જ્યૂરિખ ખાતે રમાનારી ડાયમંડ લીગની ફાઈનલમાં પણ પહોંચી ગયા છે.  નીરજ ચોપરા આ સિદ્ધિ હાંસલ કરનારા પ્રથમ ભારતીય છે અને આ સાથે જ તેમણે હંગરીના બુડાપેસ્ટમાં 2023માં યોજાનારી વિશ્વ ચેમ્પિયનશિપ માટે પણ ક્વોલિફાઈ કર્યું છે.  ચોપરા (24)એ આ સિદ્ધિ હાંસલ કરવા માટે પ્રથમ પ્રયત્નમાં 89.08 મીટર અને રિપીટ 89.08 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. આ નીરજ ચોપરાના કરિયરનો ત્રીજો સર્વશ્રેષ્ઠ પ્રયત્ન છે. ઉલ્લેખનીય છે કે, ઈજાના કારણે તેઓ બર્મિંગહામ ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ નહોતા લઈ શક્યા.  વધુ વાંચોઃ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા ફેવરિટ નીરજ ઈજાના કારણે ખસી ગયો હરિયાણાના પાનીપતના રહેવાસી નીરજ ચોપરા ડાયમંડ લીગમાં ટાઈટલ જીતનારા પ્રથમ ભારતીય બન્યા છે. આ પહેલા ડિસ્ક થ્રો

OSSC Technical Assistant DV Admit Card 2021 (Released)@ossc.gov.in, Check Download Link

Odisha SSC has released the Admit Card for the DV round for the Technical Assistant on its official website- ossc.gov.in. Check download link.

વર્ષ 2004-05થી 2020-21 વચ્ચે પક્ષોને 15 હજાર કરોડનું ગુપ્ત દાન મળ્યું

Image
- 35 રાજકીય પક્ષોના વિશ્લેષણમાં એડીઆરનો દાવો - ચૂંટણી બોન્ડથી વર્ષ 2020-21માં આઠ રાષ્ટ્રીય પક્ષોને 426 કરોડ જ્યારે 27 સ્થાનિક પક્ષોને 263 કરોડ રૂ. મળ્યા  - રૂ. 178 કરોડ સાથે કોંગ્રેસ પ્રથમ, 100 કરોડ સાથે ભાજપ બીજા અને 96 કરોડ સાથે વાયએસઆર કોંગ્રેસ ત્રીજા ક્રમે નવી દિલ્હી : એડીઆરનો દાવો છે કે રાષ્ટ્રીય સ્તરના રાજકીય પક્ષોને વર્ષ ૨૦૦૪-૦૫ અને વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન અજાણ્યા સ્રોતોં પાસેથી ૧૫,૦૭૭.૯૭ કરોડ રૂપિયા પ્રાપ્ત થયા હતા. જેમાં વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન આ પક્ષોને કુુલ ૬૯૦.૬૭ કરોડ રૂપિયા પ્રાપ્ત થયા હતા. એડીઆર દ્વારા આ તારણ માટે આઠ રાષ્ટ્રીય પક્ષો અને ૨૭ સ્થાનિક પક્ષોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.   આ રાજકીય પક્ષોમાં ભાજપ, કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ, ડાબેરી પક્ષો, એનસીપી, બસપા વગેરેનો પણ સમાવેશ કરાયો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન કોંગ્રેસને અજાણ્યા સ્રોતો દ્વારા ૧૭૮.૭૮૨ કરોડ રૂપિયા મળ્યા હતા. જે પક્ષોને મળેલી કુલ રકમના ૪૧.૮૯ ટકા છે. ભાજપે અજાણ્યા સ્રોતો પાસેથી ૧૦૦.૫૦૨ કરોડ રૂપિયા મેળવ્યા હતા. જે પક્ષોને મળેલી કુલ રકમના ૨૩.૫૫ ટકા છે.  અન્ય પક્ષો જેમ કે વાયએસઆર કોંગ્રેસને ૯૬ કરોડ, ડીએમકે

કોંગ્રેસની બરબાદી માટે રાહુલ ગાંધી જવાબદાર

Image
- અંતે ગુલામ નબી કોંગ્રેસમાંથી 'આઝાદ', 50 વર્ષ સુધી કોંગ્રેસની સેવા કર્યા પછી બળાપો ઠાલવ્યો - ગુલામ નબી નવો પક્ષ બનાવશે, આઝાદના સમર્થનમાં જમ્મુ-કાશ્મીરમાં પાંચ પૂર્વ ધારાસભ્યોએ પણ પક્ષ છોડયો : કોંગ્રેસની આગામી આંતરિક ચૂંટણીને ફારસ ગણાવી - ગુલામ નબી આઝાદે રાહુલ ગાંધી પર બાળબુદ્ધિ, અપરિપક્વ, જૂથવાદી અને ચાપલૂસોથી ઘેરાયેલા રહેવાનો આક્ષેપ કર્યો - 2014માં હેમંત બિશ્વા સરમાથી અત્યાર સુધીમાં 33 મોટા નેતા સહિત 450 થી વધુ નેતાઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડયો નવી દિલ્હી : કોંગ્રેસમાં અસંતુષ્ટ નેતાઓના ગૂ્રપ જી-૨૩ની આગેવાની કરનારા ગુલામ નબી આઝાદે અંતે પક્ષ છોડી દીધો છે. તેમણે શુક્રવારે કોંગ્રેસ સાથે તેમનો ૫૦ વર્ષનો સંબંધ તોડી નાંખવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીને લખેલા પાંચ પાના લાંબા રાજીનામામાં બળાપો કાઢતા તેમણે પક્ષના નેતૃત્વ પર અનેક ગંભીર આક્ષેપો પણ કર્યા. અનેક ચૂંટણીઓમાં પરાજય માટે પણ સોનિયા ગાંધીની ટીકા કરી હતી. ૭૩ વર્ષીય આઝાદે છેલ્લા આઠ વર્ષમાં પક્ષની બરબાદી માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યા હતા. દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે એવા સમયે પક્ષમાંથી રાજીનામુ

આસામ પોલીસે અલ કાયદા સાથે જોડાયેલા 34 લોકોની ધરપકડ કરી

Image
- રાજ્યમાં કેટલાક નવા જૂથો ઉભરી રહ્યા છે અને ધર્માંધતા ફેલાવવા માટે યુવાનોનો ફાયદો ઉઠાવી રહ્યા છે: આસામ DGP ગુવાહાટી, તા. 26 ઓગષ્ટ 2022, શુક્રવાર મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ તાજેતરમાં જ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે, આસામ ઝડપથી જિહાદી ગતિવિધિઓનું કેન્દ્ર બનતું જઈ રહ્યું છે. તેમણે એ પણ કહ્યું હતું કે, જિહાદી વિચારધારા આતંકવાદી અને ઉગ્રવાદી ગતિવિધિઓથી અલગ અને ખતરનાક છે. આ દરમિયાન હવે રાજ્યની પોલીસે 34થી વધુ લોકોને આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા હોવાના આરોપમાં ધરપકડ કરી છે.  આસામ પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે સ્થાનિક પોલીસે રાજ્યમાં અલ-કાયદા સાથે સબંધિત 34થી વધુ લોકોની ધરપકડ કરી છે. આસામના DGP ભાસ્કર જ્યોતિ મહંતે કહ્યું કે, 'અલ-કાયદા સાથે જોડાયેલા 34થી વધુ લોકોની પહેલા જ ધરપકડ કરવામાં આવી ચૂકી છે. આસામ પોલીસ આવા ષડયંત્રોને સફળ થવા દેશે નહીં. બાંગ્લાદેશીઓ દ્વારા કેટલાક આર્મી તાલીમ શિબિરો સ્થાપવામાં આવી છે.' આસામના DGPએ એમ પણ કહ્યું કે રાજ્યમાં કેટલાક નવા જૂથો ઉભરી રહ્યા છે અને ધર્માંધતા ફેલાવવા માટે યુવાનોનો ફાયદો ઉઠાવી રહ્યા છે. असम में

BPSC Judicial Services Revised Interview Schedule 2022 (Released) at bpsc.bih.nic.in, Check Latest Update

Bihar PSC has released the Revised Interview schedule for the 31st Bihar Judicial Services Examination on its official website-bpsc.bih.nic.in. Download PDF. 

BPSC Judicial Services Revised Interview Schedule 2022 (Released) at bpsc.bih.nic.in, Check Latest Update

Bihar PSC has released the Revised Interview schedule for the 31st Bihar Judicial Services Examination on its official website-bpsc.bih.nic.in. Download PDF. 

ન્યાયતંત્ર પરથી લોકોનો વિશ્વાસ ઊઠી રહ્યો છે : સુપ્રીમ

Image
- ન્યાયિક સંસ્થાઓના અસંગત નિર્ણયો સામે સુપ્રીમે જ સવાલ ઉઠાવ્યો - ચૂકાદો લખવાનો આશય જટિલ ભાષા દ્વારા વાચકોને ભ્રમિત કરવાનો ન હોવો જોઈએ, ન્યાયાધીશોએ ચૂકાદા લોકો સમજી શકે તેવી સરળ ભાષામાં લખવા જોઈએ - સુપ્રીમે સરળ ભાષામાં નહીં લખાયેલો હિમાચલ પ્રદેશ હાઈકોર્ટનો ચૂકાદો રદ કર્યો : એક કર્મચારી સામે શિસ્તભંગની કાર્યવાહી કરી - આઈઆરએસી પદ્ધતિને અનુસરી ચૂકાદાઓ લખવા અદાલતોને સુપ્રીમ કોર્ટનું સૂચન નવી દિલ્હી : દેશમાં ન્યાયિક સંસ્થાઓ દ્વારા અપાતા અસંગત ચૂકાદાઓના કારણે ન્યાયતંત્ર પર લોકોનો વિશ્વાસ ઊઠી રહ્યો છે અને તેનાથી ન્યાયતંત્રની પ્રતિષ્ઠા પર ગંભીર અસર પડે છે તેમ જણાવતા સુપ્રીમ કોર્ટે ચૂકાદાઓ લખતી વખતે કોર્ટોને ફોર્મ્યુલા આધારિત માર્ગદર્શિકાઓને અનુસરવા જણાવ્યું હતું. ન્યાયાધીશો ડીવાય ચંદ્રચૂડ અને એએસ બોપન્નાની બેન્ચે કહ્યું કે બધી જ ન્યાયિક સંસ્થાઓની જવાબદારી છે કે સમાજના નબળા લોકોના ચૂકાદા સંભળાવતી વખતે વિશેષ સાવધાની રાખે. વિશેષરૂપે દિવ્યાંગ હોય અથવા જોઈ ન શકતા હોય તેવા લોકો પ્રત્યે અદાલતોએ વધુ સંવેદનશીલ બનવાની જરૂર છે. ન્યાયાધીશો ડીવાય ચંદ્રચૂડ અને એએસ બોપન્નાની બેન્ચે કહ્યું કે, ન્યાયિક લે

યુક્રેનના સ્વતંત્રતા દિને રશિયાનો ટ્રેન સ્ટેશન પર હુમલો : 53નાં મોત થયા

Image
- યુએનમાં ભારતનું પહેલી વખત રશિયા સામે મતદાન - અમે સરહદ પર સૈનિકોને લઈ જતી મિલિટરી ટ્રેન પર હુમલો કરી 200 સૈનિકોને માર્યા : રશિયાનો દાવો પોકરોવ્સ્ક : યુક્રેન તેના સ્વતંત્રતા દિનની ઉજવણી કરી રહ્યુ છે ત્યારે રશિયાએ ટ્રેન પર કરેલા હુમલામાં ૫૨ના મોત થયા છે. રશિયાનો દાવો છે કે આ હુમલો અમે પૂર્વી સરહદે લશ્કરને લઈ જતી ટ્રેન પર કર્યો છે. તેમા ૫૩ના મોત નીપજ્યા છે. બીજી બાજુ ચાલુ યુદ્ધે પુતિને રશિયાના લશ્કરમાં ૧,૩૭,૦૦૦ સૈનિકોનો વધારો કરવાનો આદેશ આપ્યો છે. યુએનમાં ભારતે પહેલી વખત રશિયાની વિરોધમાં વોટિંગ કર્યુ છે.  રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેના દળોએ મિલિટરી ટ્રેનને ટાર્ગેટ બનાવવા માટે ઇસ્કંદર મિસાઇલનો ઉપયોગ કર્યો છે. આ ટ્રેન યુક્રેનના લશ્કરી દળો અને સાધનસામગ્રીને પૂર્વી યુક્રનેમાં લઈ જઈ રહી હતી. રશિયાના સંરક્ષણ મંત્રાલયનો દાવો છે કે અમે ૨૦૦થી વધુ યુક્રેનિયન સૈનિકોને આ હુમલામાં ખતમ કર્યા છે.  રશિયાએ આ જોરદાર હુમલો યુક્રેનના ચેપલીન શહેરના રેલ્વે સ્ટેશન પર કર્યો છે. જિનિવામાં માનવ અધિકાર કાર્યકર મિશેલ બેશલેટે જણાવ્યું હતું કે રશિયાના પ્રમુખ પુટિનના દળો અકલ્પનીય રીતે ભયાવહ સ્થિત

Graduate Govt Jobs 2022: Apply for 1033 Executive Assistant Posts at upenergy.in, Check Eligibility

Uttar Pradesh Power Corporation Limited (UPPCL) has invited application for the 1033 Executive Assistant Posts on its official website. Check UPPCL recruitment 2022 application process, age limit, qualification and other details here.

RRB Bhopal Typing Skill Test Call Letter 2022 Released for CEN 01/2019 at rrbbhopal.gov.in, Check Download Link

RRB Bhopal has released the admit cards for Typing Skill Test Re-Exam on its  official website-rrbbhopal.gov.in. Check download link.

UPSSSC Forest Guard Answer Key 2019 (Released) at upsssc.gov.in, Raise Objection Till Aug 30

Uttar Pradesh SSSC has released the Answer Key for the post of Forest & Wild Life Guard on its official website-upsssc.gov.in. Download PDF here.

CGPSC Final Result 2022 (Out) for Mining Officer and Geologist Posts @psc.cg.gov.in, Download PDF

The Chhattisgarh PSC has released the final result for the posts of Mining Officer and Assistant Geologist on its official website-ps.cg.gov.in. Download PDF

અદાણીના NDTV ટેકઓવર સામે મોટી સમસ્યા આવી પડી

Image
- સેબીના આદેશના કારણે 26મી નવેમ્બર 2022 સુધી અદાણી ગ્રુપને હિસ્સો ટ્રાન્સફર નહીં કરી શકાય નવી દિલ્હી, તા. 25 ઓગષ્ટ 2022, ગુરૂવાર મીડિયા કંપની ન્યૂ દિલ્હી ટેલિવિઝનમાં (NDTV) દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ 29.18% હિસ્સો ખરીદ્યો ત્યાર બાદ એનડીટીવીના શેરની કિંમતમાં ભારે વધારો જોવા મળી રહ્યો હતો. જોકે હવે અદાણીના NDTV ટેકઓવર સામે મોટી સમસ્યા આવી પડી છે.  પ્રમોટર્સના કહેવા પ્રમાણે સેબીનો આદેશ તેમને શેર ટ્રાન્સફર કરતા રોકી રહ્યો છે. અદાણી જૂથે આ ડીલને આગળ વધારવા માટે લેવડ-દેવડ અંગે સેબીની મંજૂરી લેવી પડશે. આ કારણે ડીલમાં મોડું થશે તેમ જણાઈ રહ્યું છે.  NDTV પ્રમોટર્સના કહેવા પ્રમાણે સેબીનો આદેશ તેમને શેરમાં ટ્રાન્સફર/વેચાણ/ડીલ કરવા પર રોક લગાવે છે. સેબીના આદેશના કારણે 26મી નવેમ્બર 2022 સુધી અદાણી ગ્રુપને હિસ્સો ટ્રાન્સફર નહીં કરી શકાય.  તેની અસર એનડીટીવીના શેર્સની કિંમતો પર પણ પડી શકે છે. ડીલ પહેલા તેના શેર ખૂબ જ ઝડપથી નવા રેકોર્ડ્સ સર કરી રહ્યા હતા પરંતુ હવે શેરની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે.  વધુ વાંચોઃ  અદાણીનો મીડિયામાં સત્તાવાર પ્રવેશ, NDTVમાં હિસ્સો ખરીદ્યો

મહોતું, 21મું ટિફિન, પ્રેમજી, મોન્ટુની બિટ્ટુ ફેમ અભિનેત્રી હેપ્પી ભાવસારનું અવસાન

Image
- હેપ્પી ભાવસારને એક મહિના પહેલા જ પોતાને લંગ કેન્સર હોવાની જાણ થઈ હતી અને ગત રોજ તબિયત ખરાબ થયા બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા અમદાવાદ, તા. 25 ઓગષ્ટ 2022, ગુરૂવાર ગુજરાતી સીરિયલ્સ, નાટકો, ફિલ્મ જગતના લોકપ્રિય કલાકાર, અભિનેત્રી હેપ્પી ભાવસારનું માત્ર 45 વર્ષની ઉંમરે ફેફસાંના કેન્સરના કારણે અવસાન થયું છે.  2.5 મહિના પહેલા ટ્વિન્સ દીકરીઓને આપ્યો હતો જન્મ હેપ્પી ભાવસાર જાણીતા ગુજરાતી એક્ટર, આરજે મૌલિક નાયક સાથે લગ્ન કર્યા હતા અને 2.5 મહિના પહેલા જ તેમણે ક્રિષ્ના અને ક્રિષન્વી નામની બે ટ્વિન્સ દીકરીઓને જન્મ આપ્યો હતો. તેમને એક મહિના પહેલાં જ પોતાના લંગ કેન્સર અંગે જાણ થઈ હતી. પહેલા સ્ટેજનું કેન્સર હોવાને કારણે પરિવારને આશા હતી કે તેઓ જલ્દી જ સાજા થઈ જશે. ગઈ કાલ સવારથી જ તેમની તબિયત બગડી હતી અને તેમને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.  અમદાવાદમાં જન્મેલા હેપ્પી ભાવસારે દૂરદર્શનની 'શ્યામલી' સીરિયલ દ્વારા કોમર્શિયલ ડેબ્યુ કર્યું હતું અને તેમનું પાત્ર લજ્જા ઘર-ઘરમાં જાણીતું બન્યું હતું. ત્યાર બાદ તેમણે મારા સાજણજી અને મારી પાનખર ભીંજાઈ જેવી સીરિયલ્સમાં કામ કર્યું હતુ

OSSC Exam Calendar 2022 For Sep/Oct 22 (Out) at ossc.gov.in, Download PDF for SI/CGL/ Clerk and Others

Odisha SSC has released the tentative Exam Calendar for the month of Sep/Oct 2022 on its official website- ossc.gov.in. Download PDF here.

બિહાર, દિલ્હી, ઝારખંડ, તમિલનાડુમાં CBI-EDનો સપાટો

Image
- ચાર રાજ્યોમાં 50થી વધુ સ્થળે એજન્સીની ટીમો ત્રાટકતાં રાજકીય ગરમાવો - લાલુ રેલવે મંત્રી હતા ત્યારે સરકારી નોકરીઓના બદલામાં જમીન-પ્લોટનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ - ઝારખંડમાં હેમંત સોરેનના સહયોગીઓને ત્યાં દરોડા દરમિયાન ઇડીને બે એકે-૪૭ રાઇફલ મળી આવતા અનેક અટકળો - આ સીબીઆઇ કે ઇડીના નહીં પણ ભાજપના દરોડા છે, અમારા ધારાસભ્યોને ડરાવવા માગે છે : આરજેડી પટણા/નવી દિલ્હી : કેન્દ્રીય એજન્સીઓ સીબીઆઇ અને ઇડીએ દેશભરમાં કેટલાક રાજ્યોમાં સપાટો બોલાવ્યો છે. ખાસ કરીને બિનભાજપ શાસિત રાજ્યોના ૫૦થી વધુ સ્થળોએ એજન્સીઓએ દરોડા પાડયા છે. બિહારમાં વિધાનસભામાં નીતિશ સરકારના વિશ્વાસમત પહેલા જ સીબીઆઇએ ૨૪થી વધુ સ્થળોએ દરોડા પાડયા હતા. જદ(યુ)ને સમર્થન આપી સરકાર બનાવનારા લાલુ યાદવના પક્ષ આરજેડીના ચાર નેતાઓ સીબીઆઇની રડારમાં છે. જે સ્થળે દરોડા પાડવામાં આવ્યા તેમાં આરજેડી નેતાઓનો પણ સમાવેશ થાય છે. આ સાથે જ ઝારખંડ, બિહાર, દિલ્હી, તમિલનાડુમાં ઇડીએ પણ મોટા પાયે દરોડા પાડયા છે.   સીબીઆઇ દ્વારા બિહારમાં આ દરોડા એવા સમયે પાડવામાં આવ્યા છે જ્યારે એનડીએ સાથે છેડો ફાડીને નીતિશ કુમારે આરજેડી, કોંગ્રેસ સાથે મળીને સ

કુતુબ મિનારમાં દેવતાઓની મૂર્તિ સ્થાપવા, પૂજા કરવાની છૂટ આપો

Image
- દિલ્હીની કોર્ટમાં કુતુબ મિનારની જમીનની માલિકીનો દાવો - કુતુબ મિનાર પર ભારત સરકારનો હક, કોઇને પણ મૂર્તિ સ્થાપવા કે જમીન પર દાવો કરવાનો અધિકાર નહીં : એએસઆઇ - 1913માં કુતુબ મિનારને ઐતિહાસિક ઇમારતોમાં સામેલ કરાયા પછી કોઇએ માલિકીનો દાવો નથી કર્યો  નવી દિલ્હી : ઐતિહાસિક કુતુબ મીનારના પરિસરમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિ સ્થાપિત કરવાની અને પૂજા કરવાની છૂટ આપવામાં આવે તેવી માગણી કરતી એક અરજી દિલ્હીની સાકેત કોર્ટમાં કરવામાં આવી છે. જોકે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઇ)એ આ દાવાનો વિરોધ કર્યો છે. અને કહ્યું છે કે આ પ્રકારના દાવાનો કોઇ જ કાયદેસર આધાર નથી, ના આવા કોઇ પુરાવા ઉપસ્થિત છે. માટે તેનો કોર્ટ દ્વારા સ્વિકાર કરવામાં ન આવે.  એએસઆઇએ કોર્ટમાં રજુ કરેલા પોતાના જવાબમાં કહ્યું છે કે મહેન્દ્ર ધ્વજ પ્રતાપ દ્વારા જે માગણી કરવામાં આવી છે તેમાં કુતુબ મિનારની જમીન પર પોતાની માલિકીનો પણ દાવો કરવામાં આવ્યો છે. જોકે આ જગ્યા ભારત સરકાર હસ્તકની છે અને ૧૯૪૭ પછી કોઇ પણ કોર્ટમાં આ જમીન પર હક મેળવવા માટે કોઇ પણ પ્રકારની અરજી નથી કરવામાં આવી. આટલા વર્ષો પછી આ જમીન પર માલિકીનો દાવો કરતી અરજી કેમ કરવા

બિહાર: ફ્લોર ટેસ્ટ પહેલા જ સ્પીકર વિજય સિન્હાએ રાજીનામું ધરી દીધું

Image
પટના, તા. 24 ઓગષ્ટ 2022, બુધવાર બિહાર વિધાનસભાના અધ્યક્ષ વિજય સિન્હાએ રાજીનામું આપી દીધું છે. બુધવારે બિહાર વિધાન મંડળના વિશેષ સત્રની કાર્યવાહી દરમિયાન બીજેપી ધારાસભ્ય અને સ્પાકર વિજય સિન્હાએ પ્રથમ સદનને સંબોધિત કર્યુ અને ત્યારબાદ પોતાનું રાજીનામું આપવાની ઘોષણા કરી છે. વિજય સિન્હાએ સદનમાં કહ્યું કે, તેમને બહુમતથી સદનના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા પરંતુ વર્તમાન રાજકીય સ્થિતિમાં બહુમત મારા પક્ષમાં નથી એટલા માટે હું મારા પદનો ત્યાગ કરું છું.  લખીસરાયથી બીજેપી ધારાસભ્ય વિજય સિન્હાએ કહ્યું કે, મારા વિરુદ્ધ કેટલાક ધારાસભ્યો અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે એટલા માટે બહુમતના આધાર પર મારું પદ પર બની રહેવું ઉચિત નથી. નવી સરકાર બનતા જ હું રાજીનામું આપી દેત પરંતુ કેટલાક ધારાસભ્યો મારા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા જે મને યોગ્ય ન લાગ્યું. તેમણે કહ્યું કે, અધ્યક્ષ પદના મારા કાર્યકાળ દરમિયાન મેં પૂરી નિષ્ઠાથી પોતાના કર્તવ્યનું પાલન કર્યું છે. મને લાગ્યું કે, પોતાનો પક્ષ રાખ્યા વગર પદનો ત્યાગ કરવો યોગ્ય નથી. તેમણે કહ્યું કે, મારા પર લગાવવામાં આવેલા મનમાની અને તાનાશાહીના આરોપો સંપૂર્ણપણે પાયાવિ

ગુજરાતીઓને રિઝવવા કોંગ્રેસ મેદાને, CM ગેહલોતનું રાજસ્થાન મોડલનું વચન

Image
અમદાવાદ, તા. 24 ઓગસ્ટ 2022 બુધવાર ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં હવે કોંગ્રેસ પણ મેદાને ઉતરી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતએ ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદમાં યોજેલી પત્રકાર પરિષદમાં પ્રજાલક્ષી જાહેરાતો કરી કોંગ્રેસની તૈયારીઓ વિશે જાણકારી આપી છે તેમજ કોંગ્રેસ ગુજરાતમાં રાજસ્થાન મોડલ અપનાવશે તેવુ વચન આપ્યુ હતુ. ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનતા જ જનતાલક્ષી યોજનાઓનો અમલ થશે.  રાજસ્થાન મોડલ - કોંગ્રેસ મોડલ જે દરેક જગ્યાએ લાગુ થશે 1. મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના - તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં રૂ. 10 લાખ સુધીની કેશલેસ સારવાર, રૂ. 5 લાખનો અકસ્માત વીમો.   - એમઆરઆઈ, સીટી-સ્કેન, એક્સ-રે, બ્લડ ટેસ્ટ, કોવિડ ટેસ્ટ સહિતના તમામ પરીક્ષણો મફત છે.   - ઓર્ગન (કિડની, લીવર, હાર્ટ વગેરે) - બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, ટ્રાન્સપ્લાન્ટ અને ઈમ્પ્લાન્ટ સહિત ઓક્યુલર ઈમ્પ્લાન્ટ વિના મૂલ્યે. 2. જૂની પેન્શન સ્કીમ (પ્રી-પેન્શન સ્કીમ) - 1 જાન્યુઆરી 2004 પછી નિમાયેલા સરકારી કર્મચારીઓ માટે પૂર્વ-પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવશે. - માનવ

OSSC Traffic Constable Result 2022 (Declared) at ossc.gov.in, Download PET Schedule

Odisha SSC has declared the result for the Traffic Constable post on its official website-ossc.gov.in. Check PET schedule here.

મસ્જિદોમાં લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો કર્ણાટક હાઈકોર્ટનો ઈનકાર

Image
- બંધારણની કલમ 25 (1) લોકોને સ્વતંત્ર રૂપે પોતાના ધર્મોને માનવા અને તેનો પ્રચાર કરવાનો મૌલિક અધિકાર પ્રદાન કરે છે: કર્ણાટક હાઈકોર્ટ બેંગલુરુ, તા. 23 ઓગષ્ટ 2022, મંગળવાર  કર્ણાટક હાઈ કોર્ટે સોમવારે મસ્જિદોમાં અજાન માટે લાઉડ સ્પીકરના ઉપયોગ પર રોક લગાવવાથી ઈનકાર કરી દીધો છે. હાઈ કોર્ટે કહ્યું કે, લાઉડ સ્પીકર પર અજાનથી અન્ય ધર્મોના લોકોના મૌલિક અધિકારનું ઉલ્લંઘન નથી થતું. કોર્ટે મસ્જિદોને અજાન પર રોકનો આદેશ આપવાનો ઈનકાર કરી દીધો છે. જો કે, કોર્ટે અધિકારીઓને લાઉડ સ્પીકરો સાથે સબંધિત ધ્વનિ પ્રદૂષણ નિયમ લાગુ કરવા અને અનુપાલન રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.  કાર્યકારી ચીફ જસ્ટિસ જસ્ટિસ આલોક આરાધેની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચે બેંગલુરુના રહેવાસી મંજુનાથ એસ. હલવરની જાહેર હિતની અરજી પર સુનાવણી કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, અજાન આપવી મુસ્લિમોની એક આવશ્યક ધાર્મિક પ્રથા છે. જોકે, અજાનનો અવાજ અન્ય ધર્મોમાં માનનારા લોકોને પરેશાન કરે છે.  વધુ વાંચો:   મુસ્લિમ દેશોમાં લાઉડસ્પીકર પર અજાન વગાડવામાં નથી આવતી તો ભારતમાં શા માટે: અનુરાધા પૌડવાલ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, ભારતીય

રાકેશ ટિકૈત 'દો કોડી કા આદમી': કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીનુ વિવાદાસ્પદ નિવેદન

Image
નવી દિલ્હી, તા. 23 ઓગષ્ટ 2022, મંગળવાર ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી (Lakhimpur Kheri)થી સાંસદ અને વર્તમાન ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રા ટેની (Ajay Mishra Teni) એક વખત ફરી વિવાદોમાં ફસાઈ ગયા છે. આ વખતે તેઓ પોતાના નિવેદનને લઈને ફસાય ગયા છે. તેમણે કિસાન યુનિયન (BKU)ના નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait)ને અપશબ્દ બોલતા વિવાદિત નિવેદન આપ્યું છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમણે ખેડૂત નેતાને બે કોડીનો માણસ ગણાવ્યો છે. લખીમપુર ખેરી કાંડ બાદ સતત વિવાદોમાં રહેનારા બીજેપી સાંસદ અને મંત્રી અજય મિશ્રા ટેનીએ હવે ફરી વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈત પર વિવાદિત ટિપ્પણી કરતા કહ્યું કે, જ્યારે હાથી ચાલે છે તો શ્વાન ભસતા રહે છે. રસ્તા પર અનેક વખત શ્વાન ભસે છે. અનેક વખત ગાડીની પાછળ પણ ભાગવા લાગે છે. પરંતુ તે તેનો સ્વભાવ હોય છે, તેના માટે હું કંઈ ના કહીશ. તે પોતાના સ્વભાવ અનુરૂપ વ્યવહાર કરે છે. પરંતુ અમારો આવો સ્વભાવ નથી.  રાકેશ ટિકૈત અંગે શું કહ્યું? મંત્રીએ વધુમાં કહ્યું, "હું દરેક વ્યક્તિને સંપૂર્ણ જવાબ આપું છું. પરંતુ તમારા વિશ્વાસે મને શક્